બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Disappointment among devotees due to lack of darshan facility in Salangpur

બોટાદ / સાળંગપુરનું મંદિર અલૌકિક, વ્યવસ્થાનો અભાવ: ભક્તો તાપમાં તપ્યા, ધક્કે ચડ્યા, છતાં દાદાના યોગ્ય દર્શનથી રહ્યા વંચિત

Dinesh

Last Updated: 02:33 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુવનેશ્વરથી આવેલા ભક્ત સુબેન્દ્ર પાંડાએ જણાવ્યું કે, મંદિર સરસ છે પણ સુવિધાના અભાવે દર્શનાર્થીઓમાં નિરાશા જોવા મળી છે, ભક્તો દુર દુરથી દાદાના દર્શને આવ્યા પણ દર્શન સરખા ન થતા નિરાશા

  • કષ્ટભંજન દાદાના દર્શન માટે ભક્તોની ભારે ભીડ
  • દર્શનની સુવિધાના આભાવે ભક્તોમાં નિરાશા
  • ભક્તો વ્યવસ્થિત દર્શન કરી શકે તેવુ આયોજનનું સંપૂર્ણ અભાવ: ભક્ત સુબેન્દ્ર પાંડા


બોટાદના સાળંગપુરમાં હનુમાન જયંતિ બાદ પ્રથમ શનિવારે ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. કષ્ટભંજન દાદાના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ ‘પવનપુત્ર હનુમાન કી જય, જય શ્રી રામ’ ના નારાથી પરિસર ગુંજી ઉઠ્યું છે. આજે શનિવારે સાળંગપુર મંદિરે અનેક ભક્તો દાદાના દર્શને આવ્યા છે અને દર શનિવારે ભારે ભીડ પણ જોવા મળે છે, પરંતુ કેટલીક સુવિધાના અભાવે ભક્તોને મુશ્કેલી વેઠવાનો પણ વારો આવ્યો છે. વ્યવસ્થાના અભાવે કેટલાક દર્શનાર્થીઓ સરખા દાદાના દર્શન કર્યા વગર જ પાછા ફર્યા છે. 

'દાદાના દર્શન સરખા કરી શકાતા નથી'
દાદાના દર્શને ભક્તો અનેક કિલોમીટર કાપીને આવતા હોય છે પરંતુ કેટલીક વ્યવસ્થાના અભાવે ભક્તોને મુશ્કેલી ઝીલવી પડી રહી છે. મંદિરના પ્રવેશ દ્વારાની બહાર જ છાયડાની વ્યવસ્થાના અભાવે ધગધગતા તાપનો ભક્તોને સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ ભક્તો માટે યોગ્ય લાઈન પણ નથી કરાવાતી અથવા તો કોઈ એવા સ્વંયમ સેવક ખડેપગે ઉભા રહેતા નથી કે, ભક્તોને વ્યવસ્થિત લાઈન કરાવી સંતોષ જનક દર્શન કરાવી શકે. યોગ્ય સુવિધા ન હોવાથી ધક્કા મુકીમાં દર્શન કરવા પડી રહ્યાં છે. ધક્કામુકીના કારણે વૃદ્ધો અને બાળકો અને મહિલાઓ દાદાના દર્શન સરખા કરી શકતા નથી. મંદિર સરસ અને ભવ્ય બનાવ્યું છે ત્યારે અન્ય તિરૂપતિ, બાલાજી, વૈષ્ણદેવી જેવા ભવ્ય મંદિર પાસેથી કઈ રીતે ભક્તોને દર્શન કરાવવા તેની શીખ લેવા જેવી છે.  

'મુખ્ય વ્યવસ્થા દર્શનની એ જરા પણ યોગ્ય નથી'
સાળંગપુર દાદાના દર્શને આવેલા ભક્તોઓમાં ચર્ચા છે કે, દાદાનો પરચો ભારી છે અને મંદિર ખૂબ જ સરસ છે અને ઘણી વ્યવસ્થા સારી પણ છે પરંતુ મુખ્ય વ્યવસ્થા દર્શનની એ જરા પણ યોગ્ય નથી કારણ કે, મંદિરની બહાર છાયડાની વ્યવસ્થા નથી જેના કારણે ઉનાળામાં તાપમાં પણ તપવું પડે છે. ભક્તોમાં ચર્ચા છે કે, વીઆઈપી આવે તો ક્ષણભરમાં જ દર્શન થઈ જતા હોય છે. 

ભુવનેશ્વરથી આવેલા ભક્તએ શું કહ્યું? 
ભુવનેશ્વરથી આવેલા ભક્ત સુબેન્દ્ર પાંડાએ જણાવ્યું કે, મંદિર સરસ છે પણ સુવિધાના અભાવે દર્શનાર્થીઓમાં નિરાશા જોવા મળી છે. ભક્તો દુર દુરથી દાદાના દર્શને આવ્યા પણ દર્શન સરખા ન થતા નિરાશા જોવા મળી છે. ભક્તો વ્યવસ્થિત દર્શન કરી શકે તેવુ આયોજનનું સંપૂર્ણ આભાવ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, ભક્તો મંદિરના પ્રવેશ દ્વાર આગળ ધગધગતા તાપમાં તપે છે. તેમજ કોઇ સ્વંયમ સેવક હાજર ન રહેતા હોય કે, પછી એમની નજર ભક્તોની આ મુશકેલી પર ન પડતી હોય તેવું જણાઈ રહ્યું છે. 

વહીવટ કર્તાનું નિવેદન
આ સમગ્ર બાબતે સાળંગપુર મંદિરના વહીવટ કર્તા વિવેક સાગર કોઠારી સ્વામી સાથે VTVએ સવાલ કરતા તેમણે કહ્યું કે, એવું કંઈજ નથી એકદમ સરસ ચાલે છે, દર્શન થાય જ છે. અહીં કામ ચાલે છે એટલે ધીરે ધીરે બધુ જ યોગ્ય થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ