બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / disadvantages of drinking tea very harmful for intestines bad effect on mental health

સ્વાસ્થ્ય / ચા'ના શોખીનો સાવધાન! વધુ પડતા સેવન પડી શકે છે ભારે, થઇ શકે છે આ 5 મોટા નુકસાન

Manisha Jogi

Last Updated: 12:47 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો દિવસમાં વારંવાર ચાનું સેવન કરે છે. વધુ માત્રામાં ચાનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. દિવસમાં 710 ml કરતા વધુ ચા'નું સેવન ના કરવું જોઈએ.

  • વધુ માત્રામાં ચાનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન.
  • માનસિક આરોગ્ય પર થાય છે ગંભીર અસર.
  • 3-4 કપ કરતા વધુ ચાનું સેવન ના કરવું જોઈએ.

લગભગ તમામ ઉંમરના લોકોને ચા પીવાનો શોખ હોય છે. ચા પીધા વગર લોકોની દિવસ શરૂ થતો નથી. કોઈપણ ઋતુ હોય ચા પીવી જરૂરી હોય છે. ચા વિશ્વનું સૌથી પ્રિય પીણું હશે તેવું કહી શકીએ છીએ. અનેક લોકો દિવસમાં વારંવાર ચાનું સેવન કરે છે. વધુ માત્રામાં ચાનું સેવન કરવાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે. માનસિક આરોગ્ય પર અસર થઈ શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર દિવસમાં 3-4 કપ કરતા વધુ ચાનું સેવન ના કરવું જોઈએ. 710 ml કરતા વધુ ચા'નું સેવન કરવાથી આરોગ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. 
 
માનસિક આરોગ્ય પર અસર- ચા'માં કેફીનની વધુ માત્રા હોય છે. કેફીનના કારણે માથાનો દુખાવા, તણાવ અને ચિંતા થઈ શકે છે. વધુ માત્રામાં ચા પીવાથી ગભરામણ પણ થઈ શકે છે. ટૂંકમા કહી શકાય કે, ચા'ના કારણે માનસિક આરોગ્ય પર અસર થાય છે. આ કારણોસર ચા'નું વધુ માત્રામાં સેવન ના કરવું જોઈએ. 

ગર્ભવતી મહિલાઓ માટા હાનિકારક- ગર્ભવતી મહિલાઓ ચા'નું વધુ સેવન ના કરવું જોઈએ, તેનાથી આરોગ્ય પર અસર થઈ શકે છે. કેફીનનું વધુ માત્રામાં સેવન કરવાથી પ્રેગનેન્સીમાં કોમ્પ્લિકેશન ઊભા થઈ શકે છે, જેના કારણે ગર્ભપાત પણ થઈ શકે છે. બાળકના વિકાસ પર પણ અસર થાય છે. 

ઊંઘની સમસ્યા- ચા'નું વધુ માત્રામાં સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યા થઈ શકે છે. ઊંઘ ના આવવાને કારણે માનસિક તણાવ આંખ નીચે કાળા ધબ્બા, ચિંતા જેવી અનેક સમસ્યા થઈ શકે છે. કેફીનના સૂવાના 6 કલાક પહેલા કેફીનનું સેવન કરવાથી ઊંઘ પર ખૂબ જ ખરાબ અસર થાય છે. 

આંતરડા માટે નુકસાનકારક- ચા'નું વધુ સેવન કરવાથી આંતરડાને નુકસાન થઈ શકે છે. આંતરડા ખરાબ પણ થઈ શકે છે, જેના કારણે ભોજન પચવામાં મુશ્કેલી થાય છે. ઉપરાંત આરોગ્ય સંબંધિત અન્ય સમસ્યા પણ થઈ શકે છે. 

ગેસ થવો- અનેક લોકોને ભૂખ્યા પેટે ચા પીવાની આદત હોય છે. જેના કારણે મેટાબોલિઝ્મની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. જેના કારણે ગેસ અને પેટમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. ઉપરાંત નબળાઈ પણ આવી શકે છે. આ કારણોસર ભૂખ્યા પેટે ચા'નું સેવન ના કરવું જોઈએ. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ