બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dinesh Goswami of Kodinar started a campaign to save whale sharks

ગીર સોમનાથ / કોડીનાર: 5 ચોપડી ભણેલા શાર્ક પ્રેમીએ 500થી વધુ વહેલ શાર્કને બચાવી, માછીમારો હાલ પણ મધદરિયેથી પહેલો ફોન દિનેશભાઈને ઘુમાવે, સેવા સરાહનીય

Kishor

Last Updated: 10:18 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોડીનારના દિનેશ ગોસ્વામીએ વહેલ શાર્કને બચાવવાની ઝૂંબેશ 1997માં શરૂ કરી હતી. જે અત્યાર સુધી 500થી વધારે વહેલ શાર્કનાં જીવ બચાવવામાં નિમિત્ત બન્યા છે.

  • કોડીનારના દિનેશ ગોસ્વામીએ વહેલ શાર્કને બચાવવાની ઝૂંબેશ
  • 1997થી લઈને વર્ષ 2000 સુધી આ ઝુંબેશ ચલાવી
  • દિનેશએ માછીમારોને રૂબરૂ મળી સમજાવ્યું

ગુજરાતના દરિયાકિનારે આવતી વહેલ શાર્કને બચાવવા માત્ર પાંચ ધોરણ ભણેલા એક વ્યક્તિએ ઝુંબેશ ઉપાડી હતી.હાલ તે ઝુંબેશ સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર વટવૃક્ષ બનીને ઊભી છે. હાલ કોડીનારમાં રહેતા અને ગીર સોમનાથ જિલ્લાના એક નાનકડાં ગામમાં જન્મેલા દિનેશ ગોસ્વામી વહેલ શાર્કના તારણહાર તરીકે ઓળખાય છે. દિનેશએ માછીમારોને સમજાવ્યું કે, 'વ્હેલ શાર્ક સમુદ્રને શુદ્ધ કરવાનું કામ કરે છે.જેને લઈ અન્ય માછલીઓની વસ્તી દરિયામાં વધે છે.જે આખરે આપણા ફાયદામાં છે. વ્હેલ શાર્ક બચાવો અભિયાનની વિશ્વના વિકાસશીલ અને વિકસિત દેશોએ શરૂઆત કરી ભારત પણ તેમાં સહભાગી બન્યું છે. વધુમાં જાળનાં વળતર સ્વરૂપે સરકારમાંથી જે ચોક્કસ રકમ સરળતાથી માછીમારોને મળી રહે તેનું લાઈઝેનિંગ કર્યું હતું. આના પરિણામ સ્વરૂપે સેંકડો વ્હેલ શાર્કને બચાવી શકાય છે.

Dinesh Goswami of Kodinar started a campaign to save whale sharks

જાપાન, તાઇવાન જેવા દેશોમાં ભારતથી વહેલ એક્સપોર્ટ થતી
કોડીનારના દિનેશ ગોસ્વામીએ વહેલ શાર્કને બચાવવાની ઝૂંબેશ 1997માં શરૂ કરી હતી. અત્યાર સુધી 500થી વધારે વહેલ શાર્કનાં જીવ બચાવવામાં નિમિત્ત બન્યા છે. કાંઠા પર માછીમારો વહેલ શાર્કને પકડી લાવતા અને તેને ચીરીને તેના માંસ, ચામડી, લિવર અને પાંખોને વેચી તેનો વેપાર કરતા હતા. દિનેશભાઇના કહેવા પ્રમાણે એ જમાનામાં માછીમારોને એક વહેલ શાર્કનો શિકાર કરવાથી દોઢથી બે લાખ રૂપિયાની કમાણી થતી હતી. વહેલ શાર્કને માછીમારો કાપીને વેચી દેતા. જાપાન, તાઇવાન જેવા દેશોમાં ભારતથી વહેલ એક્સપોર્ટ થતી હતી.

Dinesh Goswami of Kodinar started a campaign to save whale sharks

આ રીતે કરતા હતા ઉપયોગ 

વહેલનાં લિવરમાંથી લાકડાં પર ચોપડવાનું તેલ બને છે, જેનાથી લાકડું લાંબા સમય સુધી ટકી શકે છે એના માસમાંથી સર્જરી વખતે વપરાતો દોરો બને છે. એટલે જ મૂળ દ્વારકા, સૂત્રાપાડા, વેરાવળ, માંગરોળ, કોટડા, માઢવડનાં સમુદ્ર કિનારાનાં ગામોમાં વહેલ દેખાતા જ માછીમારો એને પકડી લેતા હતા.વહેલ શાર્ક સપ્ટેમ્બરથી ફેબ્રુઆરી મહિનાનાં અંત સુધી આ કિનારાઓ પર આવે છે. અહીંના કિનારા સાફ છે. પાણી હુંફાળું છે. જેથી શ્રીલંકાનો દરિયો ખેડી મડાગાસ્કર અને ઑસ્ટ્રેલિયાથી આ વિસ્તારમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારા પર શિયાળુ ઋતુ ગાળવા માટે વહેલ શાર્ક આવે છે.

Dinesh Goswami of Kodinar started a campaign to save whale sharks

1997થી લઈને વર્ષ 2000 સુધી આ ઝુંબેશ ચલાવી
સમુદ્રની સોંથી મોટી અને મહાકાય માછલી તરીકે ઓળખાતી વહેલ શાર્કને બચાવવા માટે દિનેશભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે. આ જીવને ન મારવા માટે માછીમારોને સમજાવવા માટે તેઓ તેમના પટેલો (પ્રમુખ)ને મળ્યા હતા. બાદમાં લોકસંપર્ક યાત્રાની શરૂઆત કરી કોડીનારથી દીવ સુધી માછીમારોને વહેલને બચાવવા માટે જાગૃત કર્યા હતા. તેઓ ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓને પણ મળ્યા હતા. જ્યાં વાઇલ્ડલાઇફ ટ્રસ્ટ ઓફ ઇંડિયાની મદદ માંગી 1997થી લઈને વર્ષ 2000 સુધી આ ઝુંબેશ ચલાવી હતી. જેમાં સાથે ગુજરાત સરકાર, ફોરેસ્ટ વિભાગ, વાઇલ્ડ લાઇફ એક્ટિવિસ્ટ્સ અને ધાર્મિક ગુરુઓને પણ જોડ્યા. "વર્ષ 2000માં  જ્યારે પહેલી વહેલ શાર્ક બચાવી હતી. 

Dinesh Goswami of Kodinar started a campaign to save whale sharks

હિંસક જળચર જીવોનો ભય

2001માં ગુજરાત સરકારે વહેલ શાર્કના શિકાર પર સત્તાવાર પ્રતિબંધ મૂક્યો. સાથે જ વાઇલ્ડ લાઇફ એક્ટ અંતર્ગત સાત વર્ષની સજાની જોગવાઈ પણ કરવામાં આવી હતી. હવે ગુજરાતના દરિયા કિનારે આવતી શાર્કને મારવાના બદલે તેમને બચાવવાઈ છે. ભૂલથી પણ વહેલી શાર્ક જાળમા આવે તો તેનું રેસ્ક્યુ કરી ફરી દરિયામાં મૂકે છે. રેસ્ક્યુ ઑપરેશન સમયે આવતી મુશ્કેલીઓ વિશે દિનેશ કહે છે. ઘણીવાર એવું બને છે કે ફસાયેલી વહેલ શાર્કનું વજન અમારી બોટના વજનથી પણ બમણું હોય છે. વહેલને જાળમાંથી છોડાવવી મુશ્કેલ બને છે. સમુદ્રમાં બોટ પલટી ખાઈ જાય છે. અમારા જીવ પર જોખમ આવે છે. આ સિવાય સમુદ્રી તોફાનો અને અન્ય હિંસક જળચર જીવોનો ભય પણ બન્યો રહે છે.

500 થી વધુ વહેલ શાર્કને દિનેશ ગૌસ્વામીએ બચાવી
દિનેશ ગોસ્વામી અને જિગ્નેશ ગોહેલે પ્રકૃતિ નેચર ક્લબ બનાવી છે. જેના થકી તેઓ દરેક પ્રકારના જળચર પ્રાણીઓને બચાવવાનું કામ પણ કરે છે. તેમની સંસ્થા વહેલ શાર્કને બચાવવાની સાથે દરિયાઈ કાચબા ઉપર સંશોધન કરે છે. સમય જતા 'પ્રકૃતિ નેચર કલબ' નામની સંસ્થા ઉભી કરી જે હાલ પણ કાર્યરત છે.આ સંસ્થાનાં નેજા તળે 500 થી વધુ વહેલ શાર્કને દિનેશ ગૌસ્વામીએ બચાવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ