બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / dilip sangani reaction on Naresh Patel going to join politics

પ્રતિક્રિયા / નરેશ પટેલ રાજકારણમાં આવશે તો હાર્દિક પટેલ જેવી હાલત થશે, જુઓ કોણે આપ્યું નિવેદન

Khyati

Last Updated: 01:02 PM, 17 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકારણમાં જોડાવા અંગે નરેશ પટેલની પ્રતિક્રિયા સામે આવતા દિલીપ સંઘાણીએ કર્યા સવાલ, નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ?

  • નરેશ પટેલ મુદ્દે દિલીપ સંઘાણીનું મોટું નિવેદન
  • સમાજના નામે રાજકારણ બંધ કરો - દિલીપ સંઘાણી
  • નરેશ પટેલ સ્પષ્ટ કરે સમાજ એટલે કોણ? સંઘાણી

ખોડલધામ ચેરમેન નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવા સમાચારો વહેતા થયા છે. રોજબરોજ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જે સંકેત આપે છે કે નરેશ પટેલ રાજકારણમાં જોડાઇ શકે છે.. જો કે આ બાબતે નરેશ પટેલે સ્પષ્ટતા આપી દીધી હતી કે ખોડલધામ ક્યારેય રાજકીય પ્લેટફોર્મ નહી બને, રાજકારણમાં જોડાવુ કે નહી તે મારો નિર્ણય રહેશે.  હું સમાજને પૂછીને આ અંગેને કોઈ  નિર્ણય લઈશ.  આ મામલે હવે રાજકારણ ગરમાયુ છે. ત્યારે હવે ભાજપના નેતા દિલીપ સંઘાણીએ નરેશ પટેલ અંગે મોટુ નિવેદન આપતા રાજનીતી તેજ બની છે.

સમાજના નામે રાજકારણ બંધ કરો - દિલીપ સંઘાણી

નરેશ પટેલ કોઇ પક્ષમાં જોડાય તે પહેલા જ વિરોધના સુર ઉઠી રહ્યા છે. નરેશ પટેલના રાજકારણમાં જોડાવા મુદ્દે ભાજપના નેતા દિલીપ સંઘાણી મેદાને આવ્યા છે.તેઓએ  નરેશ પટેલ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું કે  સમાજના નામે રાજકારણ બંધ કરો.  નરેશ પટેલ સમાજને પૂછીને રાજકારણમાં આવવાની વાત કરે છે તો  નરેશ પટેલ સ્પષ્ટ કરે, સમાજ એટલે કોણ ?  સાથે જ વધુમાં એમ પણ જણાવ્યું કે જો નરેશ પટેલ રાજકારણમાં આવશે તો હાર્દિક પટેલ જેવી સ્થિતિ થશે.

 

નરેશ પટેલે શું કહ્યું ? 

ઉલ્લેખનીય છે કે, રાજકીય પાર્ટીમાં જોડાવવા મુદ્દે આજે નરેશ પટેલે મોટું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, મેં હજુ કોઈ પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો નથી. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, હું સમાજને પૂછીને આ અંગેને કોઈ  નિર્ણય લઈશ. તેમજ ભાજપના લોકો આવશે તો વિચારીશું. રાજકારણમાં પ્રવેશ કરવો તે મોટો નિર્ણય છે. હું મારા સમાજના આગેવાનો સાથે સંપર્કમાં છે. આખા ગુજરાતમાંથી આગેવાનોને બોલાવી બેઠક કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ