બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડિલેગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / different kind of scene was created in the welcome grievance redressal program held in Disa of Banaskantha

ફરિયાદ નિવારણ / મકાન દીકરાના નામે થયા બાદ માતા-પિતાને તગેડી મૂક્યા.! ડીસાના વૃદ્ધ દંપત્તિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા, નાયબ કલેકટરે ગળે લગાવ્યા

Kishor

Last Updated: 11:29 PM, 26 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ડીસામાં યોજાયેલા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અલગ જ પ્રકારના દ્રશ્યો સર્જાયા હતા. અહી વૃધ્ધ અને લાચાર માતપિતા તેના પુત્રની ફરિયાદ લઈને પહોંચ્યા હતા.

  • ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
  • લાચાર માતા પિતાએ પુત્ર સામે જ ફરિયાદ કરતા સર્જાયા ભાવુક દ્રશ્યો
  • ગ્રામ્ય કક્ષામાથી ૪૦ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા વીસ વર્ષથી નાગરિકોના વિવિધ પ્રશ્નોના નિવારણ માટે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારે આજે ડીસા નાયબ કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક નાયબ કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલા સ્વાગત નિવારણ કાર્યક્રમમાં ડીસા શહેર અને ગ્રામ્ય કક્ષામાથી ૪૦ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા અને આ પ્રશ્નોના નિવારણ માટે સ્થાનિક નાયબ કલેક્ટર દ્વારા જે તે વિભાગના અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી હતી. 


૪૦ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા

આ ચાલીસ પ્રશ્નોમાં એક અલગ જ પ્રકારનો પ્રશ્ન ઉઠતા કાર્યક્રમમાં ભવુંક દ્રશ્યો સર્જાયા હતા.આ પ્રશ્ન એક વૃધ્ધ દંપતીનો હતો. ડીસાના જલારામ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ પઢિયાર અને તેમના પત્નીને તેમના દીકરાએ ઘરમાંથી કાઢી મુકવા તેઓના ઘરના લાઈટ અને પાણીના કનેક્શન કપાવી નાખ્યા છે અને આવી પરિસ્થિતિમાં આ વૃદ્ધ દંપત્તિને કોઈ સહારો ન મળતા તેઓએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી હતી. જેનો પ્રશ્ન સંભળવાતા વૃદ્ધ દંપત્તિ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા અને નાયબ કલેકટરે વૃદ્ધ મહિલાને ગળે લગાવી દંપત્તિને ખૂબ જ સાંત્વના આપી તેઓના પ્રશ્નોનો નિકાલ કરવા નગરપાલિકાને પાણી કનેક્શન તેમજ વીજ કંપનીને વીજ કનેક્શન તાત્કાલિક આપવા જણાવ્યું હતું. જ્યારે તેમના દીકરા પાસેથી ભરણપોષણ અપાવવા પણ સમાજ કલ્યાણ વિભાગને તાકીદ કરવામાં આવી હતી.


ભાવુક દ્રશ્યો સર્જાયા

દીકરાએ લોન માટે પોતાનું મકાન દીકરાના નામે કરી દીધા બાદ દીકરા અને પુત્રવધૂએ તેમણે બહાર કાઢવા માટે મકાનમાં વીજ કનેક્શન અને પાણીના કનેક્શન હટાવી નાંખ્યા હતા અને આ પ્રશ્નના નિવારણ માટે તેઓ આજે સ્વાગત કાર્યક્રમમાં પોતાની ફરિયાદ લઈને પહોંચ્યા હતા. તો તેના માતપિતા આરોપ લગાવી રહ્યો છે તે પુત્ર પર અન્ય પુત્રે હુમલો કરતા તે ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. સારવાર લઈ રહેલા પુત્રએ આ ઘટનાને લઈ તેના માતપિતા અને તેના ભાઈ દ્વારા તેમની પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું. આ પ્રશ્નનું નિવારણ લાવવા માટે ડીસાના નાયબ કલેક્ટર દ્વારા પણ ખૂબ જ સારા પ્રયાસ કર્યા છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ