બ્રેકિંગ ન્યુઝ
વાસ્તવમાં 38 વર્ષીય એમ એસ ધોની ઝારખંડની ટીમ માટે સૈયદ મુશ્તાક અલી T20 ટ્રોફી રમવા માંગે છે. ધોની પહેલા પણ આ ટીમ માટે T20 મેચ રમી ચૂક્યો છે. SMAT20 Trophy ના 2007 સત્રમાં ધોનીએ મેચ ઝારખંડની ટીમ માટે રમ્યો હતો, જેમાં 61.50 ની એવરેજથી તેણે 123 રન કર્યા હતા. જોકે ગત વર્ષે આ ટૂર્નામેન્ટ રમવા માટે ઇન્કાર કર્યો હતો.
ADVERTISEMENT
એમ એસ ધોનીએ આ ટૂર્નામેન્ટ રમવાની ઇચ્છા ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિયેશન સામે રાખી છે. જોકે રિપોર્ટ્સ અનુસાર, ધોનીએ આ અંગે નિર્ણય લૉકડાઉન પછી લેશે. એક સૂત્રોનુસાર, ''ધોની JSCA ના અધિકારીઓ સાથે સંપર્કમાં છે. તેઓ હંમેશા રાજ્ય ક્રિકેટમાં પરત આવવા માટે પોતાનો રસ દાખવ્યો છે. જોકે નિર્ણય લૉકડાઉન પછી લેશે. તેઓ IPLમાટે તૈયાર થવા માંગતા હતા અને પ્રેક્ટિસ રૂપે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમશે.''
IPL 2020 ને ધોનીના કમબેકનું પ્લેટફોર્મ કહેવાઇ રહ્યુ હતુ, જોકે હવે આ ટૂર્નામેન્ટ સ્થગિત થઇ ગઇ છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસને કારણે તમામ સ્પોર્ટ્સ ઇવેન્ટ જેવી કે ઑલિમ્પિક, IPL,ફૂટબૉલ લીગ, ટેનિસ સાથે જોડાયેલી ટૂર્નામેન્ટ્સ પર અસર થઇ છે. કેટલીક ઇવેન્ટ્સ સ્થગિત કરવામાં આવી છે અને તો કેટલીક રદ્દ કરવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.