બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / વડોદરા / Dhirendra Shastri arrived at Lakshminarayan Resort in Vadodara today

જમાવડો / વડોદરાના ભવ્ય રિસોર્ટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને અપાયો ઉતારો: બિઝનેસમેનથી લઈને નામચીન લોકો મળવા પહોંચ્યા, સાંજે થશે દિવ્ય દરબાર

Malay

Last Updated: 12:41 PM, 3 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધીરેન્દ્ર શાસ્ત્રી આજે સવારે નવ વાગ્યાની આસપાસ વડોદરાના લક્ષ્મીનારાયણ રિસોર્ટ ખાતે પહોંચ્યા છે. શહેરના અગ્રણીઓ બાબા બાગેશ્વર સરકારને મળવા માટે લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે પહોંચી રહ્યા છે.

 

  • બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે વડોદરામાં
  • લક્ષ્મીનારાયણ ક્લબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું રોકાણ
  • અનેક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા પહોંચ્યાં

સુરત, અમદાવાદ, રાજકોટ બાદ હવે વડોદરામાં બાગેશ્વર ધામના પીઠાધિશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યો છે.  જેને લઈને બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી વડોદરા પહોંચ્યા છે. વડોદરાના સન ફાર્મા રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ક્લબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ઉતારો આપવામાં આવ્યો છે.  ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે બિઝનેસમેનથી લઈને નામચીન લોકો પહોંચી રહ્યા છે.  શહેરમાંથી અનેક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે લક્ષ્મીનારાયણ ક્લબ ખાતે પહોંચી રહ્યા છે. 

મૂર્તિકારે માટી અને કેનવાસમાંથી બનાવી મૂર્તિ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મળવા માટે મૂર્તિકાર દક્ષેસ જાગીડ પણ પહોંચ્યા હતા. તેઓએ માટી અને કેનવાસમાંથી બનાવેલી મૂર્તિ ધીરેન્દ્ર શાસ્ત્રીને ભેટમાં આપી હતી. તેઓએ જણાવ્યું કે, જ્યારથી જાણ થઈ કે મહારાજ બરોડામાં આવવાના છે, તો અમે છેલ્લા 5થી 6 દિવસથી આ મૂર્તિ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. તેમના માટે આ મૂર્તિ ભેટ તૈયાર કરી છે. 

લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે કર્યું છે રોકાણ
હાલ ધીરેન્દ્ર શાસ્ત્રીએ વડોદરાના લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટ ખાતે બાબાએ રોકાણ કર્યું છે. તેઓ અહીં આરામ કર્યા બાદ સાંજે દિવ્ય દરબારમાં પહોંચશે. વડોદરા શહેરના સનફાર્મા રોડ પર આવેલા ધ લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટમાં બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી રાત્રિ રોકાણ કરે એવી પણ શક્યતા છે. લક્ષ્મીનારાયણ ક્લબ એન્ડ રિસોર્ટમાં વિશેષ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

નવલખી મેદાનમાં યોજાશે દિવ્ય દરબાર
આપને જણાવી દઈએ કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો આજે વડોદરાના નવલખી મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાશે. નવલખી મેદાન ખાતે વિશાળ મંડપ સાથે ભવ્ય સ્ટેજનું નિર્માણ કરવામાં આવ્યું છે. દિવ્ય દરબાર કાર્યક્રમમાં પધારવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલથી લઈને અનેક મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ