બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Devotees surrender to Somnath Dada to avoid the crisis called 'Biporjoy', Devotees praying in full rain captured on camera
Last Updated: 08:04 AM, 13 June 2023
ADVERTISEMENT
ગુજરાતના માથે બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે સોમનાથ મહાદેવથી એક વિડીયો સામે આવ્યો છે. જેમાં ભક્તો ચાલુ વરસાદે પણ મૃત્યુંજય મહાદેવ સોમનાથ મહાદેવને બિપોરજોય વાવાઝોડાના સંકટમાંથી ઉગારી લેવા પ્રાર્થના કરી રહ્યા છે. મહત્વનું છે કે, બિપોરજોય વાવાઝોડાની અસરને કારણે સોમનાથ સહિતના વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો હતો. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.
ADVERTISEMENT
બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતનું વહીવટી તંત્ર સતર્ક છે. આ તરફ PM મોદીએ ગઈકાલે બપોરે હાઈલેવલ મીટીંગ બોલાવી હતી. જે બાદમાં હવે સોમનાથ મહાદેવ મંદિરના ટ્વિટર એકાઉન્ટમાં એક વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં ભાવિક ભક્તો મૃત્યુંજય મહાદેવ સોમનાથ મહાદેવને પ્રાર્થના કરી ચક્રવાતના સંકટમાંથી બચાવવા કહી રહ્યા છે.
🛕🙏🏻
— Shree Somnath Temple (@Somnath_Temple) June 12, 2023
हर विपदा से भक्त की रक्षा करने वाले मृत्युंजय महादेव श्री सोमनाथ महादेव को प्रवर्तमान चक्रवात की आपत्ति से बचाने के लिए प्रार्थना करते श्रद्धालु।#somnath#tree_plantation#savingnature #shree_somnath_trust#mahadeva pic.twitter.com/0186yZiv7a
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.