બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / delhi kanjhawala incident statement of deceased anjali friend was recorded

દિલ્હી / અંજલીને છોડીને કેમ ભાગી નીકળી, તે રાતે શું શું થયું હતું, સહેલીએ કર્યાં ચોંકાવનારા ખુલાસા

Vaidehi

Last Updated: 05:42 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ અનુસાર મૃતકાની મિત્ર તપાસમાં મદદ કરી રહી છે. તેણે પોલીસને જણાવ્યું કે એ રાત્રે શું -શું થયું હતું? અંજલીની મિત્રનાં કહેવા અનુસાર તે બંને એકસાથે હોટલમાં હાજર હતાં. જ્યારે ગાડી સાથે ટક્કર થઇ તો તે ગભરાઇ ગઈ જેના કારણે તેણે કોઇને કંઈ કહ્યું નહીં.

  • અંજલી કેસમાં હવે બહેનપણીએ તોડ્યુ મૌન
  • પોલીસને તપાસમાં કરી મદદ
  • કહ્યું કે હોટલમાં સાથે જ પાર્ટીમાં ગયાં હતાં

દિલ્હીનાં કંજાવાળા કેસની તપાસ કરી રહી પોલીસે મૃતકા અંજલીસિંહની મિત્રનું નિવેદન નોંધ્યું છે. પોલીસ અનુસાર જ્યારે સ્કૂટી અને કારની ટક્કર થઇ હતી ત્યારે અંજલી કાર તરફ પડી હતી. જ્યારે તેની મિત્ર બીજી બાજુ પડી હતી. તેથી તેની મિત્રને આ એક્સીડન્ટ દરમિયાન વધુ ઇજાઓ થઇ નથી. એક્સીડન્ટ બાદ મિત્ર પોતાના ઘરે જતી રહી હતી. મિત્રએ જણાવ્યું કે એક્સીડન્ટ બાદ તે ઘણી ગભરાઈ ગઇ હતી જેના કારણે તેણે કોઇને કંઇ કહ્યું નહીં.

પોલીસે મિત્રને પૂછપરછ માટે બોલાવી 

દિલ્હી પોલીસ જ્યારે આ મામલની તપાસ કરી રહી હતી ત્યારે ટીમ તે હોટલમાં પહોંચી હતી જ્યાંથી અંજલી અકસ્માત પહેલા નિકળી હતી. પોલીસને હોટલમાંથી રજિસ્ટર મળ્યું જેમાં મૃતકા અંજલીની સાથે તેની બહેનપણીનું પણ નામ નોંધાયેલ હતું.  પોલીસે તપાસ આગળ વધારી ત્યારે CDRની લોકેશન અને CCTVની ફુટેજથી સાફ થયું કે આ રાત્રે અંજલી સાથે તેની મિત્ર પણ હાજર હતી. ત્યારબાદ પોલીસે તેને પૂછપરછ માટે બોલાવી.

તપાસમાં મદદ કરી છે દોસ્ત- પોલીસ
પોલીસે જણાવ્યું કે મૃતકાની મિત્ર આ કેસની તપાસમાં મદદ કરી રહી છે. તેણે પોલીસને જણાવ્યું કે તે રાતે શું-શું થયું હતું. મૃતકા અને તેની મિત્ર અકસ્માત પહેલા સાથે જ હોટલમાં હતાં. બાદમાં જ્યારે એક્સીન્ડ થયો ત્યારે મિત્ર ડરી ગઇ અને કોઇને કંઈ કહ્યું નહીં. તેણે જણાવ્યું કે આ ઘટનામાં ભૂલ કાર સવારોની હતી, જ્યારે આરોપીઓએ પોલીસને કહ્યું છે કે તે સ્કૂટી રોડ પર લહેરાવી રહી હતી જેના કારણે ટક્કર થઇ હતી.

સીસીટીવી ફુટેજ સામે આવ્યું હતું
આ પહેલા એક ફુટેજ સામે આવેલ હતું જેમાં જોઇ શકાતું હતું કે અંજલી રાત્રે 1:45 મિનીટ પર એક હોટલથી નવા વર્ષની પાર્ટી કરીને નિકળતી દેખાઇ હતી. એટલું જ નહીં અંજલીની સાથે તેની મિત્ર પણ નજરે પડી હતી. સ્કૂટી મિત્ર ચલાવી રહી હતી જ્યારે અંજલી પાછળ બેઠી હતી. થોડીવાર બાદ અંજલી કહે છે કે તે સ્કૂટી ચલાવશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ