બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Decline in prices of palm oil and sunflower oil

મોટી રાહત / મોદી સરકારનો મોટો નિર્ણય: જે વસ્તુના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે તેમાં મળશે રાહત, ટેક્સ થયો ઓછો

Ronak

Last Updated: 05:14 PM, 13 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પામોલીન તેલ અને સનફ્લાવર તેના ભાવમાં કેન્દ્ર સરકાર દ્વારા તહેવારોના સમયે ઘટાડો કરવામાં આવ્યો છે. જેથી આ સરકારના આ નિર્ણયને કારણે સામાન્ય માણસોને મોટી રાહત મળી રહેશે.

  • પામોલીન તેલ અને સનફ્લાવર તેલના ભાવમા ઘટાડો 
  • સરકારે ટેક્સ ઓછા કરતકા ભાવમાં થયો ઘટાડો 
  • નવો ભાવ માર્ચ 2022 સુધી યથાવત રહેશે 

તહેવારોની સીઝન ચાલી રહી છે ત્યારે આવા સમયે કેન્દ્ર સરકાર દ્વારા મોટું પગલું લેવામાં આવ્યું છે. જે પગલાને કારણે સામાન્ય માણસોને મોટી રાહત મલી રહેશે. સરકારે પામોલીન અને સનફ્લાવર ઓઈલ પર ગ્રીસ સેસ અને કસ્ટમ ડ્યૂટી હટાવી દીધી છે. જેથી તેના ભાવ ઘટતા સામાન્ય માણસોને હવે મોટી રાહત મળી રહેશે. 

નવો ભાવ માર્ચ 2022 સુધી રહેશે 

અગાઉ મંત્રાલય દ્વારા તેલના સ્ટોકની લિમિટ લાગૂ કરવા માટેના આદેશ જાહેર કરવામાં આવ્યા હતા.જે સ્ટોક લિમિટ માર્ચ 2022 સુધી રહેશે. જેનો દરેક રાજ્યને પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેથી માર્ચ મહિના સુદી જનતાને ફાયદો મળી રહેશે. 

સરસીયાના તેલનો ભાવ એટલોજ રહેશે 

આપને જણાવી દઈએ કે મંત્રાલયના જણાવ્યા પ્રમાણે સરસીયાનું તેલ છોડીને અન્ય ખાદ્ય પદાર્થોની કિંમતમાં 3.26 ટકાથી લઈને 8.58 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ પગલું સરકાર દ્વારા ખાદ્ય તેલની કિંમતોને ઓછી કરવાને લઈને લેવામાં આવ્યું છે. જોકે તેમ છતા પણ તેલના ભાવમાં કોઈ વધારે પ્રમાણમાં ઘટાડો નથી થયો 

સામાન્ય માણસોને મોટી રાહત 

સરકારે ખાસ કરીને પામોલીન તેલ , સોયાબીન તેલ અને સનફ્લાવર તેલની કિંમતો પર કાપ મુક્યો છે જે માર્ચ 2022 સુધી રહેશે. જેથી સરકારના આ નિર્ણયને કારણે સામાન્ય માણસોને થોડી ઘણી રાહત મળી રહેશે. 

પહેલાની સરખામણીએ 5.5 ટકાનો ઘટાડો 

ઉલ્લેખનીય છે પહેલાની સરખામણી એ આ તેલના ભાવમાં 5.5 ટકા સુધીનો ઘટાડો નંધાયો છે. નવા ભાવ પ્રમાણે ગ્રાહકો આવતીકાલથી એટલે કે 14 ઓક્ટોબરથી ખરીદી કરી શકશે. સાથેજ આ ભાવ માર્ચ 2022 સુધી યથાવત રહેશે. જેથી સરકારના આ નિર્ણયને કારણે સામાન્ય માણસોને ઘણી રાહત મળી રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ