બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Deadly attack on police who went to stop DJ in Shahibagh, ASI seriously injured, 12 accused including 2 women arrested

અમદાવાદ / શાહીબાગમાં DJ બંધ કરાવવા ગયેલી પોલીસ પર જીવલેણ હુમલો, ASIને ગંભીર ઈજા, 2 મહિલા સહિત 12 આરોપી ઝબ્બે

Vishal Khamar

Last Updated: 09:52 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહીબાગમાં અસામાજિક તત્વોએ પોલીસ પર કર્યો હુમલો કર્યો હતો. ગરબા બંધ કરવા ગયેલ પોલીસ ટીમ પર ગરબા ના આયોજક અને ગરબા રમનાર ખેલૈયાઓ એ જીવલેણ હુમલો કરતા એક પોલીસ કર્મચારીને ગંભીર ઇજા પહોંચી હતી. પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને 12 લોકોની કરી ધરપકડ કરી છે.

  • શાહીબાગમાં અસામાજિક તત્વોએ પોલીસ પર કર્યો હુમલો
  • ગરબા રમનાર ખેલૈયાઓએ જીવલેણ હુમલો કરતા પોલીસ કર્મી ઘાયલ
  • પોલીસે હત્યાનાં પ્રસાયનો ગુનો નોંધી 12 લોકોની ધરપકડ કરી

 પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી સોનુ ભીલ, મિતેશ ભીલ, હિરેન ભીલ, સચિન કહાર, કૌશિક ઘટાડ, મનીષ ઠાકોર, ભાવના ભીલ, ટીના રાણા તથા લાઉડ સ્પીકર વગાડનાર શૈલેષ પટણીની શાહીબાગ પોલીસે ધરપકડ કરી હતી. આ અસામાજિક તત્વોએ પોલીસની ફરજમાં દખલગીરી કરીને તેમને પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની એવી છે કે શાહીબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી હીરાલાલ ની ચાલી માં દેવદિવાળી નિમિતે ગરબા નું આયોજન કરવા માં આવ્યું હતું..આ ગરબા ની પરવાનગી શાહીબાગ પોલીસે 10 વાગ્યા સુધી ની આપી હતી તેમ છતાં ચાલી ના લોકોએ વહેલા સવાર સુધી ગરબા શરૂ રાખ્યા હતા. જેથી કોઈ સ્થાનિક એ પોલીસે કંટ્રોલ રૂમ માં જાણ કરતા શાહિબાગ પોલીસે ની એક ટીમ સ્થળ પર જઈ ગરબા બંધ કરવા માટે પોહચી હતી. ત્યારે હીરાલાલ ચાલી ના લોકો એ પોલીસે ને ગરબા બંધ કરવા નો ઇનકાર કરતા પોલીસે સાથે ઘર્ષણ કરવા નું શરુ કર્યું હતું જેમાં થી ટોળું એકઠું થઇ ને પોલીસ ની ટીમ પર ઘાતકી હથિયાર થી જીવલેણ હુમલો કર્યો હતો. જેમાં PCR ના ઈન્ચાર્જ ASI અરવિંદ ચાવડાને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા છે. 

એમ.ડી. ચંપાવત ( PI, શાહીબાગ પોલીસ સ્ટેશન)

પોલીસે 2 મહિલા સહિત 12 લોકોની ધરપકડ કરી
પોલીસ પર હુમલા કેસમાં શાહીબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટોળું વિખેરી હુમલો કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ હત્યા ના પ્રયાસ અને હુમલો અને રાયોટિગનો ગુનો નોંધીને  2 મહિલા સહિત 12 લોકો ની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.  જ્યારે 2 આરોપી મીના ગુડ્ડી અને ચિરાગ ભીલ ફરાર હોવાથી શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે  શાહીબાગ પોલીસ ની ટીમ પર થયેલ હુમલા માં એક ASI અરવિંદ ચાવડાને હાથ ના ભાગે ફેક્ચર અને માથાના ભાગે ઈજાઓ થઈ છે.

પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી
છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેર માં પોલીસ પર હુમલા ની ઘટના વધી રહી છે. ગુનેગારો અને અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો ડર નથી તેમ પોલીસને પડકાર ફેકીને ગુના આચરી રહ્યા છે. પોલીસ પર થયેલા હુમલા કેસમાં શાહીબાગ પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ