બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ભારત / Dawood's sea had sent drugs to the sea of Gujarat! NCB made a big revelation on Operation Sagar Manthan

ષડયંત્ર / દાઉદના સાગરીતે ગુજરાતનાં દરિયામાં મોકલ્યું હતું ડ્રગ્સ! NCBએ ઓપરેશન સાગર મંથન પર કર્યો મોટો ખુલાસો

Vishal Dave

Last Updated: 09:15 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1300 કરોડ રૂપિયાની આસપાસ છે. આ કેસમાં NCBએ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી 1 પાકિસ્તાની અને 4 ઈરાનના છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ બુધવારે (28 ફેબ્રુઆરી) ઓપરેશન સાગર મંથન હેઠળ દેશમાં અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સ કન્સાઇનમેન્ટ રિકવર કર્યો હતો. અગાઉ NCB માત્ર જમીન પર જ ડ્રગ્સનું ઓપરેશન કરતી હતી, પરંતુ આ ઓપરેશનમાં નેવી અને ગુજરાત ATSની મદદથી NCBએ દરિયાઇ બોટમાંથી 3300 કિલો ડ્રગ્સ રિકવર કરીને ઈતિહાસ રચ્યો હતો.

આ  ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1300 કરોડ રૂપિયાની આસપાસ છે. આ કેસમાં NCBએ પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાંથી 1 પાકિસ્તાની અને 4 ઈરાનના છે. આરોપીની પૂછપરછ દરમિયાન પાકિસ્તાનનું ષડયંત્ર બહાર આવ્યું હતું. તપાસમાં એ પણ સામે આવ્યું છે કે ડ્રગ્સના આટલા મોટા કન્સાઈનમેન્ટ પાછળ પાકિસ્તાનના સૌથી મોટા ડ્રગ સ્મગલર અને દાઉદ ઈબ્રાહિમના નજીકના હાજી સલીમનો હાથ છે. આ પહેલીવાર નથી કે જ્યારે NCB કેસમાં પાકિસ્તાનનું નામ સામે આવ્યું હોય. આ પહેલા પણ NCB દ્વારા હાથ ધરાયેલા ઓપરેશન સમુદ્ર ગુપ્તમાં દાઉદના નજીકના હાજી સલીમનું નામ સામે આવ્યું હતું.

આ પણ વાંચોઃ બંગાળવાસીઓને PM મોદીની 7200 કરોડની ભેટ: કહ્યું - 10 વર્ષમાં 150થી વધુ નવી ટ્રેનો અને 5 વંદે ભારત...

'દાઉદના નજીકના વ્યક્તિ દ્વારા કાવતરું હતું'

NCB DDG જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, "પૂછપરછ દરમિયાન પાકિસ્તાની નાગરિક મોહમ્મદ ચરિઝાઈએ જણાવ્યું છે કે તે હાજી મોહમ્મદના કહેવા પર ડ્રગ્સનો આટલો મોટો કન્સાઈનમેન્ટ ભારતમાં લાવ્યો હતો. દાઉદનો નજીકનો સહયોગી હાજી સલીમ દર વખતે નવા નામનો ઉપયોગ કરે છે. આ વખતે તેણે પોતાનું નામ હાજી મોહમ્મદ રાખ્યું હતું.આટલું જ નહીં, NCB દ્વારા કરાયેલી રિકવરી પણ પાકિસ્તાનના ષડયંત્રનો સ્પષ્ટ ખુલાસો કરે છે.

DDG જ્ઞાનેશ્વર સિંહે કહ્યું, "આ પાંચ લોકો ઈરાનના ચાબહાર બંદરેથી એકસાથે નીકળ્યા હતા. તે બંદરેથી તેઓ સીધા ભારત તરફ આવ્યા હતા. પેકેજિંગ મટિરિયલ અને સપ્લાયરનું કનેક્શન પણ પાકિસ્તાનનું જોવા મળ્યું છે. આ લોકો સીધા બોટ મારફતે ઇન્ડિયા તરફ આવી રહ્યા હતા 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ