બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / data of vaccinated people leaked from database of mahasamund administration of chhattisgarh not from cowin
Last Updated: 10:34 AM, 22 January 2022
ADVERTISEMENT
આમ તો ડાર્ક વેબ (Dark Web) પર ડેટા લીક થવી નવી વાત નથી. પરંતુ જ્યારે આ લીક ભારતમાં ચારી રહેલા વિશ્વના સૌથી મોટા રસીકરણ અભિયાન સાથે જોડાયેલો હોય તો સવાલ થવો વ્યાજબી છે. આવું જ કંઈક સોશિયલ મીડિયા પર જ્યાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતમાં રસી લગાવનારા હજારો લોકોના ડેટા કોવિન પોર્ટલથી લીક થઈ ડાર્ક વેબ પર વેચાઈ રહ્યો છે. તેવામાં જે મીડિયાએ આ લીકને જાણવાનો પ્રયાસ કર્યો છે.
ડાર્ક વેબ પર ક્યારે લીક થયો હતો ડેટા?
ADVERTISEMENT
અમારી ટીમે પોતાની તપાસમાં પહેલા તેના ડાર્ક વેબ સાઈટને ખોલી જ્યાં આ ડેટા લીક કરવામાં આવ્યો હતો. વેબસાઈટની તપાસમાં સામે આવ્યું કે Hackzies નામના યુઝર્સે રસી લગાવનારના ડેટાને 15 જાન્યુઆરી 2022એ બપોરે 12 .11મિનિટે ડાર્ક વેબ પર લીક કરી દીધા હતા. લીક થયેલા ડેટામાં દાવો કરવામાં આવ્યો છે કે ડેટામાં રસી લગાવનારા લોકોએ મોબાઈલ નંબર , આધાર કાર્ડ નંબર, પેન કાર્ડ નંબર, બેંક પાસબુક નંબર અને કેટલાક લોકોના સરકારી આઈડેન્ટિટી કાર્ડનો નંબર છે. જે લોકોએ રસી લગાવવા માટે રસીકરણ કેન્દ્ર પર આપ્યો હતો.
તપાસમાં સામે આવી આ વાત
ADVERTISEMENT
આ લીક થયેલા ડેટાની જ્યારે અમારી ટીમે તપાસ કરી તો સામે આવ્યું કે ડેટા છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં રસી લગાવનારા 8 હજાર 685 લોકોનો છે અને કુલ 229 પન્નાના આ ડેટામાં મહાસમુંદ જ જિલ્લામાં મુખ્ય ચિકિત્સા તથા સ્વાસ્થ્ય અધિકારીઓના હસ્તાક્ષર પણ છે.
ડાર્ક વેબ પર નાંખવામાં આવેલા ડેટાના ટાઈટલ કોરોના રસીકરણ હેતુ કોવિન પોર્ટલમાં અપલોડ હિતગ્રાહિયોની યાદી છે. એટલે કે ટાઈટલ થી પણ સ્પષ્ટ છે કે આ ડેટાને કોવિન પોર્ટલ પર અપલોડ કરવા માટે ભેગો કરવામાં આવ્યો છે. જે લીક થઈને ડાર્ક વેબ પર વેચાવા લાગ્યો.
ADVERTISEMENT
.jpg)
સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલામાં તપાસ કરવાની વાત કરી હતી.
ADVERTISEMENT
રસીકરણ કરાવનારા લોકોના ડેટા ડાર્ક વેબ પર લીક થવા પર સ્વાસ્થ્ય મંત્રાલયે કોવિન પોર્ટલથી ડેટા લીક થવાના સમાચારને ખોટા ગણાવતા ટ્વીટ કર્યા છે પ્રથમ દ્રષ્ટિએ લીક થનારા મામલા કોવિન પોર્ટલથી લીક નથી લાગી રહ્યું. સાથે સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલામાં તપાસ કરવાની વાત કરી હતી.

ADVERTISEMENT
8 હજારથી વધારે લોકોનો ડેટા લીક થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે
છત્તીસગઢના મહાસમુંદ જિલ્લમાં રસી લગાવનારા જે 8 હજારથી વધારે લોકોનો ડેટા લીક થવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં મહાસમુંદ જિલ્લાના પિથોરા, બાગભરા, બાસના, મહાસમુંદ અને સરાયપાલી બ્લોકના કુલ મળીને 8 હજાર 685 લોકો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.