બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / cyclone tej not a threat to gujarat but storm in arabian sea may head for yemen oman
Malay
Last Updated: 09:49 AM, 21 October 2023
ADVERTISEMENT
Cyclone Tej: દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાંથી ઉદ્ભવતા ચક્રવાતી તોફાન 'તેજ'ની ગુજરાત પર કોઈ અસર નહીં થાય. ભારતીય હવામાન વિભાગ (IMD)ના એક અધિકારીએ આ માહિતી આપી છે. IMDએ આ પહેલા એક નિવેદનમાં કહ્યું હતું કે દક્ષિણ-પૂર્વ અને દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં નીચા દબાણનું ક્ષેત્ર બન્યું છે અને 21 ઓક્ટોબરે સવાર સુધીમાં તેના ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થવાની સંભાવના છે. હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણ માટે અપનાવવામાં આવી રહેલી ફોર્મ્યુલા અનુસાર તેને 'તેજ' કહેવામાં આવશે. IMD અનુસાર, એવી સંભાવના છે કે રવિવારે તે ભયંકર ચક્રવાતી તોફાનનું રૂપ લઈ શકે છે અને ઓમાનની નજીકના યમનના દક્ષિણ કિનારા તરફ આગળ વધી શકે છે.
ADVERTISEMENT
ગુજરાત પર અસર નહીં થાયઃ IMD
જોકે, IMDએ કહ્યું કે ક્યારેક-ક્યારેક ચક્રવાત પણ પોતાનો રસ્તો બદલી નાખે છે. IMD અનુસાર, 22 ઓક્ટોબરની સાંજ સુધીમાં તેના ભયંકર ચક્રવાતી તોફાનમાં રૂપાંતરિત થઈને દક્ષિણ ઓમાન અને યમનના દરિયાકાંઠા તરફ આગળ વધવાની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે, ચક્રવાત 'તેજ' પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશાની તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં તેની ગુજરાત, જે પશ્ચિમમાં છે, તેના પર કોઈ અસર નહીં થઈ શકે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં હવામાન સૂકું રહેશે. રાજ્યના રાહત કમિશનર આલોક કુમાર પાંડેએ કહ્યું કે હાલમાં ચક્રવાત તેજ કોઈ ખતરો નથી.
બિપોરજોયે છેલ્લે છેલ્લે બદલી હતી દિશા
ઉલ્લેખનીય છે કે, જૂન મહિનામાં અરબી સમુદ્રમાંથી ઉદભવેલા બિપરજોય વાવાઝોડાએ ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભયંકર તબાહી મચાવી હતી. આગાઉ તે પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું હતું પરંતુ પાછળથી તે દિશા બદલીને કચ્છના દરિયાકાંઠે અથડાયું. આ વર્ષે અરબી સમુદ્રમાં આ બીજું ચક્રવાતી તોફાન હશે. હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે કેટલીકવાર તોફાનો અનુમાનિત માર્ગથી ભટકી શકે છે, જેમ કે ચક્રવાત 'બિપરજોય'ના કિસ્સામાં જોવા મળ્યું હતું. બિપોરજોય શરૂઆતમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધ્યા પછી બિપરજોય ગુજરાતના માંડવી અને પાકિસ્તાનના કરાચી તરફ પસાર થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.