બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy wreaks havoc, watch horrific scenes from Ground Zero on VTV

સાયક્લોન ઈફેક્ટ / જ્યાં વાવાઝોડું ટકરાયું તે જખૌમાં તારાજી: બિપોરજોય વાવાઝોડાએ સર્જ્યો વિનાશ, ગ્રાઉન્ડ ઝીરોથી VTV પર જુઓ ભયાનક દ્રશ્યો

Malay

Last Updated: 02:40 PM, 16 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Effect of Biporjoy Cyclone: 'બિપોરજોય' વાવાઝોડાએ કચ્છવાસીઓને 25 વર્ષ જૂની કંડલા વાવાઝોડાની યાદ અપાવી દીધી છે. બિપોરજોય વાવાઝોડાએ જખૌ પોર્ટ પર તબાહી મચાવી છે, જખૌ પોર્ટ પર બધું તહેશનહેશ થઈ ગયું છે.

 

  • નલિયા જખૌ વચ્ચે વાવાઝોડાની હજુ પણ અસર 
  • તેજ પવન સાથે ભારે વરસાદ યથાવત 
  • ભારે વરસાદના કારણે વિઝિબ્લિટી પણ ઘટી
  • રસ્તા પર ભારે પવન સાથે વરસાદ 

અતિ વિનાશક બિપોરજોય વાવાઝોડાથી કચ્છમાં ભારે તારાજી સર્જાઈ હોવાના સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે.  આ વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે નદી-નાળા છલકાઈ ઊઠ્યાં છે. ગાંધીધામમાં અનરાધાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 8 ઈંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. જેના કારણે લોકો તોબા પોકારી ઉઠ્યા છે. કચ્છના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. 

VTV ન્યૂઝની ટીમ પહોંચી જખૌ પોર્ટ પર
ભારે પવન ફૂંકાતા કચ્છમાં વૃક્ષો ધરાશાયી થયા છે, વીજપોલ ઉખડી ગયા છે, લોકો ઘરના છાપરા પણ ઊડી ગયા છે. તો જ્યાં ગઈકાલે વાવાઝોડું ત્રાટક્યું હતું તે જખૌ પોર્ટ પર બધું તહેશનહેશ થઈ ગયું છે. ત્યારે આજે VTV ન્યૂઝની ટીમ જખૌ પોર્ટ પર પહોંચી હતી. 

જખૌ પોર્ટ પર ફૂંકાઈ રહ્યો છે ભયંકર પવન
નલિયા જખૌ વચ્ચે વાવાઝોડાની હજુ પણ વવાઝોડાની અસર જોવા મળી રહી છે. તેજ પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે વિઝિબ્લિટી પણ ઘટી છે. જખૌ પોર્ટ પર હજુ પણ ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે. પોર્ટ પર ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અહીં જે ઘર અને ઓફિસના છાપરા પણ ઉડી ગયા છે. અનેક દિવાલો તૂટી ગઈ છે. હજુ પણ ભયંકર પવન ફૂંકાઈ રહ્યો છે. એક બાજુ મીઠાના અગર છે અને બીજી બાજુ જખૌ પાર્ટ છે. 

ઓફિસોના છાપરા ઉડી ગયા છે
દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીં આવેલા પેટ્રોલ પંપના મશીન પણ તૂટી ગયા છે. તો પેટ્રોલ પંપ પરનો શેડ પણ ઉડી ગયો છે. પેટ્રોલ પંપની ઓફિસના કાચ પણ તૂટી ગયા છે. આ સાથે જ પોર્ટ પર આવેલી ઓફિસોના છાપરા ઉડી ગયા છે. વાવાઝોડાએ જખૌ પોર્ટ પર ભારે તારાજી સર્જી છે.

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ