બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cyclone Biporjoy on high alert: CM Bhupendra Patel in action

Biporjoy Cyclone / બિપોરજોય વાવાઝોડાને લઈ હાઈએલર્ટ: CM ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં, કલેક્ટરો સાથે યોજી બેઠક

Malay

Last Updated: 12:56 PM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Biporjoy Cyclone: બિપરજોય વાવાઝોડાની આગાહીને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી.

 

  • બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર અલર્ટ
  • CM ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે
  • સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલની સમીક્ષા

અરબી સમુદ્રમાં આક્રમક બનેલા વાવાઝોડા બિપોરજોયને લઈને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. આ વાવાઝોડું પોરબંદરથી 480 કિમી દૂર છે. બિપોરજોય વાવાઝોડાએ ફરી પોતાની દિશા બદલી છે. હવે આ વાવાઝોડું દિશા બદલીને ગુજરાત તરફ ફંટાયું છે. બિપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ટકરાય તેવી શક્યતા છે. વાવાઝોડાનો માર્ગ ફરી બદલાતાં કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે. બીપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. તો બિપરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં આવ્યા છે. 

દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરો સાથે CMની બેઠક
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાતે પહોંચ્યા હતા. સાયક્લોનની સ્થિતિ અંગે CM ભૂપેન્દ્ર પટેલે ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી વીડિયો કોન્ફરન્સનું યોજી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દરિયા કિનારાના જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરી હતી. તેમણે કલેક્ટરોને પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ રહેવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર અને રાહત કમિશનર પણ જોડાયા હતા.

 

તંત્રએ શરૂ કરી દીધી તૈયારીઃ હર્ષ સંઘવી
બિપોરજોય વાવાઝોડાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, જિલ્લાના અધિકારીઓને એલર્ટ કરાયા છે. વાવાઝોડાની આગાહીને પગલે તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.  CM ભૂપેન્દ્ર પટેલના નિર્દેશ બાદ સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે, દરિયાકાંઠા વિસ્તારના લોકોને તંત્રની સૂચનાનું પાલન કરવું જોઈએ. 

બંદરો પર લગાવાયું 4 નંબરનું સિગ્નલ
વાવાઝોડાની આગાહીને પગલે રાજ્યના બંદરો પર 2 નંબરનું સિગ્નલ હટાવીને 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે. તમામ બંદરો 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બંદર પર લાંગરવામાં આવેલી તમામ બોટને સલામત સ્થળે ખસેડાઈ છે. માછીમારોને દરિયો ન ખેડવાની તંત્રએ આપી સૂચના છે. કાંઠા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. વાવાઝોડાની અસરને પગલે દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના દરિયાકાંઠે ઝૂંપડામાં રહેતા 25 પરિવારનું સ્થાળંતર કરાયું છે. સોમનાથ મરીન પોલીસ દ્વારા 125 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં

સંકળાયેલા મુદ્દાઓ

CM ભૂપેન્દ્ર પટેલ Cyclone Biporjoy cm bhupendra patel કલેક્ટરો સાથે બેઠક બિપોરજોય વાવાઝોડા હાઈએલર્ટ Biporjoy Cyclone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ