બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / csk all rounder player sisanda magala out for two weeks from team

IPL 2023 / CSKને મોટો ઝટકો: ટીમમાંથી લાંબા સમય માટે આઉટ થયો આ સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી, જાણો કારણ

Megha

Last Updated: 11:09 AM, 13 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં મળેલી હાર બાદ ચેન્નાઈની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો, ટીમનો એક ઓલરાઉન્ડર ખેલાડી ઈજાના કારણે બે અઠવાડિયા માટે દરેક મેચ માંથી બહાર થઈ ગયો છે.

  • હાર બાદ ચેન્નાઈની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો
  • ઓલરાઉન્ડર ખેલાડી ઈજાના કારણે ટીમમાંથી બહાર થયો 
  • લગભગ આવનાર બે અઠવાડિયા માટે દરેક મેચની બહાર રહેશે

IPL 2023ની આ સિઝનમાં મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. જણાવી દઈએ કે રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં મળેલી હાર બાદ ચેન્નાઈની ટીમને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે અને ટીમનો એક સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી ઈજાના કારણે ઓછામાં ઓછી આગામી ત્રણ મેચમાંથી બહાર થઈ ગયો છે. 

આ ખેલાડી છે સાઉથ આફ્રિકાનો સિસાંડા મગાલા. નોંધનીય છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની મેચ દરમિયાન રવિચંદ્રન અશ્વિનના બોલનો કેચ કરતી વખતે તેની આંગળીમાં ઈજા થઈ હતી. મહત્વનું છે કે મગાલાએ રોયલ્સ સામે માત્ર બે ઓવર ફેંકી હતી અને એકપણ વિકેટ લીધા વિના 14 રન આપ્યા હતા. 

હવે ચોટીલા થયેલ મગાલા વિશે ચેન્નાઈ સુપર કિંગ્સના કોચ સ્ટીફન ફ્લેમિંગને મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં ઈજા અંગે અપડેટ આપી હતી. જણાવી દઈએ કે એ દરમિયાન ફ્લેમિંગે પુષ્ટિ કરી કે મેગાલાને તેની આંગળીમાં ઈજા થઈ છે અને તે ઓછામાં ઓછા આવનારઆ બે અઠવાડિયા માટે દરેક મેચની બહાર રહેશે. આ સાથે જ જણાવી દઈએ કે ચેન્નાઈ સુપર કિંગ્સ આવનાર બે અઠવાડિયામાં ત્રણ મેચ રમવાની છે. આઈપીએલના શેડ્યુઅલ મુજબ હવે ચેન્નાઈની ટીમ 17 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની મેચ માટે બેંગલુરુ જશે, ત્યારબાદ 21 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને 23 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ રમશે.

આ સાથે જ આ જ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સ્ટીફન ફ્લેમિંગે CSKના બીજા ખેલાડીઓ વિશે પણ અપડેટ આપતા કહ્યું હેટ કે બેન સ્ટોક્સની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. સાથે જ બેન સ્ટોક્સ ટૂંક સમયમાં CSK માટે રમવા માટે ઉપલબ્ધ થશે. આ સાથે જ દીપક ચહર થોડા અઠવાડિયા માટે મેદાનની બહાર રહેશે. આ સાથે જ મેચ માટે પ્લેઈંગ 11માં સિસાંડા મગાલાના સ્થાને શ્રીલંકાના મતિશા પથિરાનાને સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ