ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL News / VIDEO : પ્રીતિ ઝિંટાએ ગળે લગાડતાં ખુશીથી નાચવા લાગ્યો ક્રિકેટર અર્શદીપ સિંહ

IPL 2026 / VIDEO : પ્રીતિ ઝિંટાએ ગળે લગાડતાં ખુશીથી નાચવા લાગ્યો ક્રિકેટર અર્શદીપ સિંહ

Published By: Nirav Kumar

Last Updated: 08:17 PM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ છે. જેમાં લખનૌ સુપરજાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ બાદ જીતના સેલિબ્રેશન વખતે પ્રીતિ ઝિન્ટા અને અર્શદીપ સિંહનો વીડિયો વાયરલ છે.

ADVERTISEMENT

રવિવારે પંજાબ કિંગ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે શાનદાર મુકાબલો યોજાયો હતો. પંજાબે આ મેચ 54 રનથી જીતી લીધી હતી. આ જીત બાદ આખી ટીમ ખૂબ જ ખુશ થઈ ગઈ. પરંતુ સૌથી ખુશી અર્શદીપ સિંહ માટે હતી. તેને પંજાબ કિંગ્સની માલિક પ્રીતિ ઝિન્ટા સાથે પોતાની જીતનું સેલિબ્રેશન કર્યું હતું.

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં પ્રીતિ ઝિન્ટા ક્રિકેટરને ગળે લગાવે છે. અર્શદીપ જોરથી હસતો જોવા મળે છે. પ્રીતિએ તેને છોડતાની સાથે જ તે ખુશીથી નાચવા લાગે છે. તે એટલો ખુશ હતો કે જાણે તેને વર્લ્ડ કપ મેચ જીતી લીધી હોય. આ ક્રિકેટરની પ્રતિક્રિયા જોઈને પણ પ્રીતિ હસી પડી હતી. બાદમાં તેને અર્શદીપ સાથે હાથ મિલાવ્યો હતો.

VTV DIGITAL

આ વીડિયો આવ્યા બાદ અનેક યુઝર્સે અર્શદીપની મજાક ઉડાવી હતી. એક વ્યક્તિએ લખ્યું, "Peak happiness." એકે મજાકમાં કહ્યું કે, "કોઈ મને કહો કે આ AI જનરેટેડ છે ." બીજા એક યુઝરે કહ્યું કે, "અર્શદીપની પ્રતિક્રિયા જણાવે છે કે તે પ્રીતિ ઝિન્ટાનો કેટલો મોટો ફેંસ છે.".

ઉલ્લેખનીય છે કે, અર્શદીપની લાવ લાઈફ અત્યારે ચર્ચામાં છે. તે પંજાબી બ્યુટી સમરીન કૌરને ડેટ કરી રહ્યો છે. સમરીન ઘણીવાર અર્શદીપની મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવે છે. તે ક્રિકેટરને ચિયરીંગ કરતી જોવા મળે છે. આ કપલે હજુ સુધી તેમના સંબંધો જાહેર કર્યા નથી પરંતુ તેમની વચ્ચેની ક્લોઝનેઝ ઘણું બધું કહી દે છે.

વધુ વાંચો : ''કેટલીક એવી વાતો પણ છે કે જેની પર ધ્યાન...'', હાર બાદ રિષભ પંતની પ્રથમ પ્રતિક્રિયા

તેમનો સાથેનું અપીરીયંસ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બને છે. આ અંગે અર્શદીપના પિતાએ પણ નિવેદન આપ્યું હતું. તેના પિતાએ કહ્યું હતું કે, હજુ તેઓ નજીકના સમયમાં લગ્ન નહીં કરે. તેમને આના માટે રાહ જોવી પડશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Social Media Preity Zinta Video Viral

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ