બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / cricket wtc final 2023 indian team management concerned over lack of preparation during ipl 2023
Arohi
Last Updated: 07:47 PM, 22 May 2023
ADVERTISEMENT
ટીમ ઈન્ડિયાના દરેક મોટા ખેલાડી ઈન્ડિયન પ્રીમિયર લીગના 16માં સીઝનમાં શામેલ થઈ રહ્યાા છે. ટી20 લીગથી ખેલાડીઓની પાસે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પહેલા તૈયારીનો મોકો છે. પરંતુ વર્કલોડે ટીમ મેનેજમેન્ટની ચિંતાને વધારી દીધી છે. કેપ્ટન રોહિત શર્માથી લઈને કોચ રાહુલ દ્રવિડ દરેક ખેલાડી પર જીણવટ પૂર્વક નજર રાખીને બેઠા છે. ફાઈનલ 7 જૂનથી ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ઈંગ્લેન્ડમાં થવાની છે.
ADVERTISEMENT
ભારતીય ટીમ આ સમયે 7 જૂનથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઈનલની તૈયારીમાં લાગી ગઈ છે. મોટાભાગના ખેલાડી IPL 2023માં ઉતર્યા છે. ફાઈનલ 28 મેએ છે. એટલે પ્લેયર્સને સતત મેચ રમવાની છે. મોટાભાગના ખેલાડી પોત પોતાની ફ્રેન્ચાઈઝીની સાથે છે. એવામાં ફાઈનલ મેચ પહેલા ટીમના ઈંગ્લેન્ડને વોર્મઅપ મેચ રમવી શક્ય નથી. તેમાં ટીમ મેનેજમેન્ટની મુશ્કેલીને વધારી દીધી છે.
વર્કલોડ વધારવામાં મુશ્કેલી
એક રિપોર્ટ અનુસાર સપોર્ટ સ્ટાફની તરફથી મેથી બોલરોને વર્કલોડ વધારવા માટે કહેવામાં આવ્યું હતું. એટલે નેટ્સમાં તેમને વધારે બોલિંગ કરવા માટે કહેવામાં આવ્યું હતું. ટેસ્ટમાં એક દિવસમાં 6 કલાકમાં 90 ઓવર નાખવામાં આવે છે.
પરંતુ આઈપીએલ સમયે આ ત્રીજા દિવસે ખેલાડીઓને ટ્રાવેલ કરવું પડ્યું છે. એવામાં વર્કલોડ વધારવામાં મુશ્કેલી આવી રહી છે. તેના ઉપરાંત બોલરો પાસે પણ એવી જાણકારી ભેગી કરવામાં આવી રહી છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગના વખતે શું તે રેડ બોલથી અભ્યાસ કરી શકશે કે નહીં.
ટેસ્ટ માટે તૈયારી કરવાનો નથી મળ્યો સમય
મોટાભાગના ખેલાડીઓએ જણાવ્યું કે તેમને ટી20 લીગના વખતે ટેસ્ટને જોતા વધારે તૈયારી કરવાનો મોકો નથી મળ્યો. આ પહેલા ટીમ મેનેજમેન્ટે 30 માર્ચથી શરૂ થયેલી IPL 2023ના શરૂઆતી મુકાબલા વખતે વધારે વર્કલોડ ન લેવા કહેવામાં આવ્યું છે.
મે મહિનામાં તેને વધારવાનું હતું. ભારતીય બોલરોએ સપોર્ટ સ્ટાફને જણાવ્યું કે તે આઈપીએલ વખતે ત્રીજા દિવસે ટ્રાવેલ કરી રહ્યા છે. માટે તેમને રિકવર થવા માટે પર્પાપ્ત સમય નથી મળી રહ્યો. એવામાં વર્કલોડ વધવાથી ઈજા પહોંચવાની સંભાવના છે.
ઈજાના કારણે કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર બહાર
ટીમ ઈન્ડિયા પહેલા જ ઈજાના કારણે પરેશાન છે. કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર બહાર થઈ ચુક્યા છે. ઋષભ પંત અને જસપ્રીત બુમરાહ પણ આ મોટા મુકાબલા માટે ઉપલબ્ધ નથી. ફાસ્ટ બોલર ઉમેશ યાદવ અને જયદેવ ઉનાદકટ આઈપીએલ વખતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.
ઉમેશ ફિટનેસ મેળવવા તરફ છે અને ઉનાદકટના પણ ફિટ થવાની સંભાવના છે. ભારતીય ખેલાડી અને કોચિંગ સ્ટાફ 3 મેચમાં ઈંગ્લેન્ડ રવાના થશે. પહેલી બેચ જલ્દી રવાના થઈ શકે છે.
બોલરોને મોકલવામાં આવ્યો રેડ બોલ
આઈપીએલ શરૂ થયા પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે દરેક ફાસ્ટ બોલરને રેડ બોલ માકલવામાં આવ્યા છે. એવામાં જો તેમને સમય મળે છે તો તે પ્રેક્ટિસ કરી શકે છે.
ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ વનડે સીરિઝ બાદ રોહિતે કહ્યું હતું કે ટી20 લીગ વખતે પોતાને ફિટ રાખવું ખેલાડીઓની જવાબદારી છે. અમારા માટે આ મહત્વપૂર્ણ છે. અમે એ દરેક ખેલાડીઓની સાથે સતત સંપર્કમાં રહીશું. જે ફાઈનલ માટે ટીમનો ભાગ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.