બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / સ્પોર્ટસ / Cricket / Cricket World Cup winner and runners up team get big money

આવક / વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ, ટીમ ઈન્ડીયાને મળી આટલી પ્રાઈઝ મની

Kishor

Last Updated: 11:43 PM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 4 મિલિયન ડોલર મળ્યા છે.

  • ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ક્રિકેટ વર્લ્ડ કપનો તાજ પોતાને નામ કરી લીધો
  • ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે
  • ટીમ ઈન્ડિયાને 16.65 કરોડ રૂપિયાની આવક થઈ 

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ક્રિકેટ વર્લ્ડ કપનો તાજ પોતાને નામ કરી લીધો છે. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટીમ ઇન્ડિયાને છ વિકેટે હરાવી વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. જેને લઈને વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયા પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે.ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે 4 મિલિયન ડોલર મળ્યા છે.

ટીમ ઈન્ડિયાને પણ 20 લાખ ડૉલર મળ્યા

આજે 19 નવેમ્બર રવિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રમાઈ હતી. જેમાં આ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 241 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને કંગારું ટીમે 43 ઓવરમાં હાંસલ કરી લીધો હતો. ખાસ વાત એ  છે કે ઓસ્ટ્રેલિયાની ટીમ 50 ઓવરની ક્રિકેટમાં છઠ્ઠી વખત ચેમ્પિયન બની છે. આવકની વાત કરીએ તો વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને ઈનામી રકમ તરીકે લગભગ 33.33 કરોડ રૂપિયા મળ્યા છે. જ્યારે રનર અપ ટીમ ઈન્ડિયાને પણ 20 લાખ ડૉલર એટલે કે આશરે 16.65 કરોડ રૂપિયા ની આવક થઈ છે.. આ સિવાય આ બંને ટીમોને લીગ તબક્કામાં સુબ્રતાની મેચ રમવા માટે પણ પૈસા મળ્યા હતા.

ICC દ્વારા ક્રિકેટ વર્લ્ડ પહેલા જ ઈનામી રકમની જાહેરાત કરી દીધી હતી. વર્લ્ડ કપ માટે આશરે રૂ. 83.29 કરોડની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી, જે 10 ટીમોના પ્રદર્શન મુજબ વહેંચાવની હતી. આ મુજબ, ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમને 4 મિલિયન ડોલર મળવાના હતા, જ્યારે રનર્સ અપ ટીમને 2 મિલિયન ડોલર મળવાના હતા. સેમીફાઈનલમાં હારેલી બે ટીમોને 8 લાખ ડોલર આપવાની જોગવાઈ હતી. જ્યારે ગ્રુપ સ્ટેજમાં દરેક જીત માટે 33.31 લાખ રૂપિયાની ઈનામી રકમ નક્કી કરવામાં આવી હતી. એટલે કે આ વર્લ્ડ કપમાં ભારતને કુલ 24 લાખ ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા)ની ઈનામી રકમ મળી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ