બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:55 AM, 5 January 2022
ADVERTISEMENT
રણજી ટ્રોફીને થોડાક સમય માટે ટાળવાનો નિર્ણય લેવાયો
ક્રિકેટ પર એક વાર ફરી કોરોનાના વાદળ છવાયા છે. કોરોના વાયરસની તાજા લહેરના કારણે બીસીસીઆઈએ રણજી ટ્રોફીને કેટલાક સમય માટે ટાળી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રણજી ટ્રોફી ઉપરાંત કર્નલ સીકે નાયડૂ ટ્રોફી, મહિલા ટી -20 લીગને હાલ ટાળી દેવામાં આવ્યા છે. રણજી ટ્રોફી, કર્નલ સી કે નાયડૂ ટ્રોફીની શરુઆત જાન્યુઆરીમાં થવાની હતી. જ્યારે મહિલા ટી- 20લીગની શરુઆત ફેબ્રુઆરીમાં થવાની હતી.
ADVERTISEMENT
🚨 NEWS 🚨: BCCI postpones Ranji Trophy, Col C K Nayudu Trophy & Senior Women’s T20 League for 2021-22 season.
— BCCI (@BCCI) January 4, 2022
The ongoing Cooch Behar Trophy will continue as scheduled.
More Details ⬇️https://t.co/YRhOyk6680 pic.twitter.com/PvrlZZusSF
ADVERTISEMENT
જો કે હાજર સમયમાં જે કુચ બિહાર ટ્રોફી જારી છે તે હાલ ચાલતી રહેશે
BCCI તરફથી જારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બોર્ડ કોઈ પણ રીતે ખેલાડીઓને સપોર્ટ સ્ટાફ મેચ ઓફિશિયલ અને અન્ય લોકોને સંકટમાં નથી નાંખવા માંગતુ. એટલા માટે હાજર સ્થિતિને જોતા તેને ટાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. BCCI સતત પરિસ્થિતિનું નિરિક્ષણ કરતું રહેશે અને આગળના નિર્ણય કરશે.
ADVERTISEMENT

કેટલાક રાજ્યોના ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે
ADVERTISEMENT
જો કે આ દિવસોમાં રણજી ટ્રોફી ટીમ અને કેટલાક અન્ય ઘરેલુ ટૂર્નામેન્ટમાં અનેક મામલા સામે આવ્યા છે. મુંબઈ, બંગાળ અને અન્ય કેટલાક રાજ્યોના ખેલાડીઓ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. આ જ કારણ છે કે બીસીસીઆઈની સામે આ પ્રકારના નિર્ણય લેવાનો પડકાર ઉભો થયો છે.
ADVERTISEMENT

રાજ્યોમાં કોરોનાના મામલા વધવા લાગ્યા
ભારતમાં અલગ અલગ રાજ્યોમાં કોરોનાના મામલા વધવા લાગ્યા છે. આ જ કારણ છે કે એક વાર ચિંતા વધી રહી છે. દિલ્હી, બિહાર સહિત કેટલાક રાજ્યોએ તો ફરી નાઈટ કર્ફ્યૂ લગાવી દીધું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.