બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / cracks down on antibiotic misuse as dghs issues strict rules for doctors

નિર્ણય / No પર્ચી, No એન્ટીબાયોટિક! ડૉક્ટરોને લઇ કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યો

Kishor

Last Updated: 04:46 PM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્ટીબાયોટીક્સના વધુ પડતા ઉપયોગને રોકવાની દિશામાં કેન્દ્ર સરકાર આગળ વધી રહી છે. જેના ભાગરૂપે સરકાર દ્વારા ડૉક્ટરોને લઇ નિયમ સખ્ત કરવામાં આવ્યો છે. જાણો વિસ્તારથી!

  • વધુ એન્ટીબાયોટિક દવાઓ લેવાથી શરીરને થાય છે નુકસાન
  • ડોક્ટરોને દવા લખતી વખતે સટીક સંકેતો ફરજિયાત લખવા સૂચન
  • ડૉક્ટરોને લઇ કેન્દ્ર સરકારે નિયમ સખ્ત કર્યો

ભારતમાં એન્ટીબાયોટિક્સ કે એન્ટિમાઇક્રોબાયલ દવાઓના દુરઉપયોગને રોકવા માટે કેન્દ્ર સરકારે ડોક્ટરોને દવા લખતી વખતે સટીક સંકેતો ફરજિયાત લખવાનું કર્યું છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના એકમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (DGHS)એ દેશના તમામ મેડિકલ કોલેજો, મેડિકલ એસોસિએશનો અને ફાર્માસિસ્ટ એસોસિએશનના ડોક્ટરોને પત્ર લખીને આ અંગે 'તાત્કાલિક અપીલ' કરી છે. 

ડોક્ટર અતુલ ગોયલ દ્વારા 3 પત્રો લખવામાં આવ્યા છે. જેમાં DGHSએ ફાર્માસિસ્ટ એસોસિએશનોને 'ફક્ત યોગ્ય ડૉક્ટરને પ્રિસ્ક્રિપ્શન પર' એન્ટિબાયોટિકનું વિતરણ કરવા અને 'એન્ટીબાયોટિક્સના કાઉન્ટર પર વેચાણ બંધ કરવા'નું કહેવામાં આવ્યું છે.ડોક્ટર્સના પ્રિસક્રિપ્શનમાં દર્દીમાં જોવા મળેલા લક્ષણો વિશે એકદમ સટીક જાણકારી દેવાનું કહેવામાં આવ્યું છે. જે એન્ટી બાયોટિક્સ અથવા એન્ટિમાઈક્રોબાયલ દવાઓ લખવામાં આવી છે તેના વિશે માહિતી આપવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે આ દવાઓના દુરપયોગ અથવા વધુ પડતા ઉપયોગને રોકવા માટે ડૉક્ટરે તેમના ઉપયોગનો ચોક્કસ હેતુ અથવા જરૂરિયાત સ્પષ્ટપણે સમજાવવી જોઈએ.

વધારે માત્રામાં એન્ટીબાયોટિક્સ દવા લેવી બની શકે છે જીવલેણ, થઇ શકે છે મોત!/  health tips antibiotics awareness week 2023 know antibiotics medicine uses

WHO ના જણાવાયા અનુસાર 

WHO અનુસાર આ પગલુ એન્ટીબાયોટિક દવાઓના વધુ પડતા ઉપયોગ પર અંકુશ લગાવવાની દિશામાં એક મોટા પગલાના રૂપમાં જોવામાં આવી રહ્યું છે. વધારે પડતી એન્ટીબાયોટિક દવાઓ લેવાથી શરીરને નુકસાન થાય છે. સાથે જ એન્ટિબાયોટિક્સ વધારે પડતી લેવાથી શરીર એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્ટ (AMR) બની જાય છે. WHOએ તેને માનવો સામેના 10 સૌથી મોટા સ્વાસ્થ્ય જોખમોમાનું એક ગણાવ્યું છે.

વધુ વાંચો:ન કોઇ બીમારી, છતાંય રાત્રે સ્તનપાન કરાવ્યા બાદ બાળક સવારમાં ઉઠ્યું જ નહીં, જાણો તકેદારીના પગલાં

AMR આધુનિક દવાઓના ફાયદાઓને જોખમમાં મૂકે છે

એવો અંદાજ છે કે AMR બેક્ટેરિયા 2019માં વિશ્વભરમાં 271 કરોડથી વધારે મૃત્યુ માટે જવાબદાર છે, ડોકટર્સ સંઘને મોકલવામાં આવેલા પત્રમાં, DGHSએ જણાવ્યું હતું કે 'AMR આધુનિક દવાઓના ફાયદાઓને જોખમમાં મૂકે છે. DGHS એ તમામ હિતધારકોને કહ્યું કે સારવારમાં નાકામ થવાના કારણે લાંબા સમયે રોગમાં પરીણમે છે. જેથી ઉચ્ચા ડોઝની જરૂર પડે છે. આ ઉચ્ચા ડોઝના કારણે લોકો બિમાર પડે છે અને નવી બિમારીઓને આમંત્રણ આપે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ