બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CR Patil's big statement on the transfer of Banchanidhi Pani

નવાજૂનીના સંકેત! / વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની ફરીવાર બદલીના એંધાણ, CR પાટીલે આપ્યું મોટું નિવેદન

Dhruv

Last Updated: 12:30 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મનપા કમિશનર બંછાનિધિ પાનીની બદલી મુદ્દે સુરતથી CR પાટીલે મોટું નિવેદન આપ્યું છે.

  • બંછાનિધિ પાનીની બદલી મુદ્દે CR પાટીલનું મોટું નિવેદન
  • બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઇચ્છીએઃ પાટીલ
  • બંછાનિધિ પાનીની વડોદરા મનપા કમિશનર તરીકે થઈ છે બદલી

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીઓનો દોર યથાવત રીતે શરૂ છે. તાજેતરમાં જ સુરત અને વડોદરાના મનપા કમિશનરની આંતરિક બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે CR પાટીલનું બંછાનિધિ પાનીની બદલી મુદ્દે મોટું નિવેદન સામે આવ્યું છે.

બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઇચ્છીએ: પાટીલ

CR પાટીલે સુરતના એક કાર્યક્રમમાં હાલ વડોદરા મનપા કમિશનર તરીકે ફરજ બજાવનાર બંછાનિધિ પાનીને લઇને નિવેદન આપતા કહ્યું કે, 'બંછાનિધિ પાની અમદાવાદ જાય એવું આપણે ઇચ્છીએ. અમદાવાદ કમિશનરની જગ્યા ખાલી છે.'

તાજેતરમાં જ બંછાનિધિ પાનીની વડોદરા મનપા કમિશનર તરીકે થઈ છે બદલી

ઉલ્લેખનીય છે કે, હજુ ચાર-પાંચ દિવસ અગાઉ જ સુરત અને વડોદરા મનપા કમિશનરોની પરસ્પર બદલી કરવામાં આવી હતી. જેમાં સુરતના બંછાનીધી પાનીને વડોદરાના મનપા કમિશનર બનાવાયા હતા તો વડોદરાના કમિશનર શાલીની અગ્રવાલને સુરતના મનપા કમિશનર બનાવાયા છે. બંછાનિધિ પાની કે જેઓ છેલ્લા ત્રણ વર્ષથી સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે રહ્યાં હતા.

બંછાનિધિ પાની કે જેઓ હવે વડોદરા મનપાના કમિશનર તરીકે નિયુક્ત થયા છે. બંછાનિધિ પાની સુરત માટે અનેક પ્રકલ્પોને ઝડપથી પૂર્ણ કરવા માટે સતત પ્રયત્નશીલ રહ્યાં હતા. કોરોના કાળ દરમિયાન પણ સુરતમાં સૌથી વધુ ઝડપી વેક્સિનેશનની કામગીરી પણ તેમના દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી. જેની નોંધ રાજ્ય સરકાર અને છેક કેન્દ્ર સરકાર સુધી લેવાઇ હતી.

ત્રણ વર્ષ પૂર્ણ થતાં આંતરિક બદલીના ભાગ સ્વરૂપે પરસ્પર બદલી કરાઇ

તમને જણાવી દઇએ કે, ત્રણ વર્ષ પૂર્ણ થતાં આંતરિક બદલીના ભાગ સ્વરૂપે સુરતના મનપા કમિશનર બંછાનિધિ પાનીને વડોદરાના કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે અને સુરતમાં શાલિની અગ્રવાલને કમિશનર તરીકેની નિયુક્તિ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે, PM મોદીની સુરત મુલાકાતના બીજા જ દિવસે બદલીનો ઓર્ડર કરાયો હતો. મનપા કમિશનર બંછાનિધિ પાની સરકારના નજીકના અધિકારી તરીકે માનવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ