બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / Cow is part of culture of India; should be given fundamental rights, declared as national animal: Allahabad High Court

ચુકાદો / ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરો, ગૌરક્ષાને હિંદુઓનો મૌલિક અધિકાર બનાવવો જોઈએ : હાઈકોર્ટ

Hiralal

Last Updated: 07:54 PM, 1 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કેસની સુનાવણી દરમિયાન અલ્હાબાદ હાઈકોર્ટે ગાય સંબંધિત એક મહત્વની ટીપ્પણી કરી છે.

  • અલ્હાબાદ હાઈકોર્ટેની મહત્વની ટીપ્પણી
  • ગાય ભારતની સંસ્કૃતિ-કોર્ટ
  • ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવું જોઈએ- અલ્હાબાદ હાઈકોર્ટ

અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું કે ગૌરક્ષાને કોઈ ધર્મ સાથે ન જોડવાની જરુર નથી. ગાયને એક રાષ્ટ્રીય પશુ જાહેર કરવુ જોઈએ. કેન્દ્ર સરકાર તેની પર વિચાર કરવો જોઈએ.

જાવેદખાન નામના શખ્સની અરજી પર કોર્ટે કરી ટીપ્પણી

અલ્હાબાદ હાઈકોર્ટે જાવેદખાન નામના શખ્સની અરજી ફગાવતા આ ટીપ્પણી કરી હતી. જાવેદ પર ગૌહત્યા અટકાવ અધિનિયમની કલમ 3,5 અને 8 હેઠળ આરોપ લાગ્યાં છે. કોર્ટે અરજદાર જાવેદની અરજી રદ કરવા કહ્યું કે ગૌરક્ષા ફક્ત કોઈ એક ધર્મની જવાબદારી નથી. ગાય આ દેશની સંસ્કૃતિ છે અને તેની સુરક્ષાની જવાબદારી બધાની છે પછી ભલેને તમે ગમે તે ધર્મના હોય. 

અલ્હાબાદ હાઈકોર્ટના જજે ભારપૂર્વક જણાવ્યું કે જ્યાં સુધી દેશમાં ગાયોની સુરક્ષા સુનિશ્ચિત નહીં કરવામાં આવે ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો જ રહેશે.

સરકાર કાયદો લાવીને રાષ્ટ્રીય પશુ જાહેર કરે

જસ્ટિસ શેખર કુમાર યાદવે આ ચુકાદો સંભળાવતા કહ્યું કે સરકારે હવે સંસદમાં એક કાયદો લાવવો જોઈએ. ગાયને પણ મૂળભૂત અધિકારો મળવા જોઈએ. હવે સમય આવી ગયો છે કે ગાયને એક રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે. જે લોકો ગાયને પરેશાન કરે છે અથવા તેને નુકશાન કરવાનો પ્રયાસ કરે છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. 

ઉલ્લેખનીય છે કે 2017 માં પણ રાજસ્થાન હાઈકોર્ટે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાનું જણાવ્યું હતું. 

હિંદુઓને ગૌરક્ષનો મૌલિક અધિકાર મળવો જોઈએ.

ચુકાદો સંભળાવતા હાઈકોર્ટે તર્ક આપ્યો કે હિંદુઓને ગૌરક્ષનો મૌલિક અધિકાર મળવો જોઈએ. ભારત એક એવો દેશ છે કે જ્યાં જુદાજુદા ધર્મના લોકો સાથે રહે છે, જ્યાં લોકો અલગ અલગ પૂજા કરે છે. 

દેશમાં ઘણી ગૌશાળાઓ પણ હાલત ઘણી દયનીય-અલ્હાબાદ હાઈકોર્ટ

દેશમાં હાલ ઘણી ગૌશાળાઓ છે જોકે તેની સ્થિતિ ઘણી દયનીય છે તે વાતે અલ્હાબાદ હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી. હાઈકોર્ટે કહ્યું કે એ જોઈને દુખ થાય છે કે જે લોકો ગાયને બચાવવાની વાત કરે છે તેઓ પાછળથી ગૌભક્ષક બની જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ