બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Court orders criminal action against 11 scammers in zalavad Ginning Scam case

સુરેન્દ્રનગર / ઝાલાવાડ જીનિંગ સ્કેમ: 11 કૌભાંડીઓ વિરૂદ્ધ હાથ ધરાશે ફોજદારી કાર્યવાહી, ડિસ્ટ્રીક્ટ કોર્ટનો પોલીસને આદેશ

Malay

Last Updated: 11:49 AM, 25 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના ઝાલાવાડ જીનિંગ કૌભાંડ મામલે ડિસ્ટ્રીક્ટ કોર્ટે તમામ 11 કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

 

  • ઝાલાવાડ જીનિંગ કૌભાંડ મામલે કાર્યવાહી
  • 11 કૌભાંડીઓ સામે કાર્યવાહી કરવા આદેશ
  • આરોપીએ મંડળી પુન:જીવત કરીને કૌભાંડ આચર્યું

સુરેન્દ્રનગરની ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસીંગ સહકારી મંડળીના સભ્યો અને પૂર્વ ફડચા અધિકારીની મિલીભગતથી કરોડોના કૌભાંડ પ્રકરણને દબાવવા માટે રાજકીય નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું હતું. પરંતુ હાઈકોર્ટે આ મામલે કાર્યવાહીની આદેશ આપ્યા છે.  સુરેન્દ્રનગરના ઝાલાવાડ જીનિંગ કૌભાંડ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ડિસ્ટ્રીક્ટ કોર્ટે 11 કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. આ તમામે ફડચામાં ગયેલી મંડળીને ખોટી રીતે પુનઃજીવિત કરી કૌભાંડ આચર્યું હતું. ફડચામાં ગયેલી મંડળી પાસે કરોડોની જમીન હતી. મંડળીની જમીન પર આ તમામ લોકોની નજર હતી. જેથી જમીન હડપ કરવા આ તમામે ફરીથી મંડળીને પુનઃજીવિત કરી હતી. મૃત્યુ પામેલા સભ્યોની સહી લઈને મંડળી પુનઃજીવિત કરાઈ હતી. તત્કાલિન ફડચા અધિકારી ડી.ડી.મોરીએ મંડળીને પુનઃજીવિત કરવા મદદ કરી હતી.

મંડળી પાસે કરોડોની જમીન હતી

ભાજપના અગ્રણીએ કર્યો પર્દાફાશ 
આ મામલે પોલીસે ફરિયાદ ન લેતા ભાજપના જ અગ્રણીએ હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. જેથી હાઈકોર્ટે વઢવાણ APMC ચેરમેન રામજી ગોહિલ સહિત 11 અગ્રણીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. કિસાન સેલના પ્રમુખ વજુભાઈ મુખીની ફરિયાદ પર હાઇકોર્ટે ડિસ્ટ્રીક્ટ કોર્ટને આદેશ કર્યો છે. જેથી ડિસ્ટ્રીક્ટ કોર્ટે પોલીસને કાર્યવાહી કરવા માટેનો આદેશ આપ્યો છે. સમગ્ર કૌભાંડમાં કોર્ટે આદેશ કરતા રાજકારણ ગરમાયું છે. 

રામજી ગોહિલ (વઢવાણ APMC ચેરમેન)

આ 11 કૌભાંડીઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો આદેશ
1 રાયમલ ચાવડા
2 રામજી ગોહિલ
3 નિવૃત ફડતા અધિકારી ડી.ડી.મોરી
4 હરીસંગ ડોડીયા
5 લક્ષ્મણ પટેલ
6 મોહન ચાવડા
7 પ્રતાપ ચાવડા
8 લાલજી પટેલ
9 કરશન જાદવ
10 ભરત ચૌહાણ
11 જેસીંગ ડોડીયા

સગીર બાળકીને 'આજા આજા' કહેવું આ યૌન ઉત્પીડન છે: મુંબઈની કોર્ટનો આદેશ, જાણો  દોષિતને કેટલી થઈ સજા I saying 'Aaja-aaja' to a minor girl is sexual  harrasment: mumbai sessions court

ઝાલાવડ જીનિંગમાં કૌભાંડ કેવી રીતે થયું?
- આરોપીએ ફડચામાં ગયેલી મંડળીને ખોટી રીતે પુનઃજીવિત કરી હતી
- 22 કૌભાંડીઓએ મંડળીને પુન:જીવત કરીને કૌભાંડ આચર્યું 
- મંડળીની જમીન ઝડપી લેવા આરોપીએ ફરીથી મંડળીને પુનઃજીવિત કરી
- મૃતક સભ્યોની સહીનો દુરૂપયોગ કરીને મંડળીને કરી હતી પુનઃજીવિત
- તત્કાલિન ફડચા અધિકારી ડી.ડી.મોરીએ મંડળીને પુનઃજીવિત કરવા કરી હતી મદદ
- જીનિંગ કૌભાંડમાં પોલીસ ફરિયાદ ન થતાં ભાજપના અગ્રણીએ હાઈકોર્ટમાં કરી હતી ફરિયાદ 
- મંડળીની જમીનમાં હતી આરોપી સભ્યોની નજર
- 1957માં બનાવવામાં આવી હતી મંડળી
- વર્ષ 1993માં મંડળી ફડચામાં ગઇ હતી 

સળગતા સવાલ
- મંડળીમાં કૌભાંડ આચરનારા વિરુદ્ધ કાર્યવાહી ક્યારે થશે?
- કૌભાંડીઓને કાયદાનો ભય કેમ નથી?
- કૌભાંડીઓને કાયદાનો પાઠ કેમ નથી ભણાવવામાં આવતો?
- મંડળીની જમીન પચાવનારા વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી ક્યારે થશે?
- પોલીસ વિભાગે કૌભાંડની ફરિયાદ દાખલ કેમ ન કરી?
- શું પોલીસ વિભાગે કૌભાંડીઓને છાવરવાનો પ્રયાસ કર્યો?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ