બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / વડોદરા / Court allows termination of 27-week pregnancy of Gujarat girl raped by her father

પિતાનો પુત્રી પર રેપ / ડેડિયાપાડાની દીકરી પિતાના 'પાપ'થી મુક્ત થશે, થશે 27 અઠવાડિયાના ગર્ભનું એબોર્શન, સચાવશે ભ્રૂણ DNA

Hiralal

Last Updated: 06:32 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત હાઈકોર્ટે નર્મદાના ડેડિયાપાડાની 12 વર્ષીય રેપ પીડિતાને તેના 27 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી આપીને તેને કલંકમાંથી મુક્ત કરવાનો પ્રયાસ કર્યો છે.

  • નર્મદાના ડેડિયાપાડાની 12 વર્ષીય રેપ પીડિતાને રાહત
  • ગુજરાત હાઈકોર્ટે આપી 27 અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી
  • પિતાએ જ રેપ કરીને કરી હતી ગર્ભવતી 

નર્મદાના ડેડિયાપાડાની 12 વર્ષીય રેપ પીડિતાને ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મોટી રાહત મળી છે. પિતાના રેપથી ગર્ભવતી બનનારી 12 વર્ષની છોકરીના 27 અઠવાડિયાના ગર્ભપાતની આજે ગુજરાત હાઈકોર્ટે પરમિશન આપી દીધી છે. હાઈકોર્ટના જસ્ટીસ સમીર દવેએ વડોદરાની સર સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા રજૂ કરાયેલા મેડિકલ રિપોર્ટની નોંધ લઈને ગર્ભપાતનો આદેશ આપ્યો હતો. ગર્ભપાતની અરજીને આધારે હાઈકોર્ટે 4 સપ્ટેમ્બરે પીડિતાની તબીબી તપાસ કરવા ડૉક્ટરોની પેનલને નિર્દેશ આપ્યો હતો જે પછી આજે કોર્ટને મેડિકલ રિપોર્ટ મળી જતા આવો આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. 

પીડિતને 2.5 લાખનું વળતર મળશે 
હાઈકોર્ટે રાજ્ય સરકારને પીડિતને 2.5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવા પણ આદેશ આપ્યો છે, જેમાંથી 50,000 રૂપિયા તાત્કાલિક અને બાકીના 2 લાખ રૂપિયા તેના નામે બેંકમાં જમા કરાવવાનો આદેશ આપ્યો છે સાથે એફડી પર વ્યાજ ચુકવવાનો પણ આદેશ આપ્યો છે. પીડિતા જ્યારે 21 વર્ષની થાય ત્યારે તેને આ બધા પૈસા મળે તેવી ગોઠવણી હાઈકોર્ટે કરી છે. 

ભ્રૂણના DNA સચવાશે 
કોર્ટે પીડિતાની વિનંતી મુજબ હોસ્પિટલને ભ્રૂણના ડીએનએને સાચવવાનો પણ નિર્દેશ આપ્યો હતો. ડેડિયાપાડા ખાતેના સંલગ્ન પોલીસ સ્ટેશનને પીડિતાને ગર્ભપાત માટે વડોદરાની હોસ્પિટલમાં લઈ જવાની સૂચના આપવામાં આવી હતી. પીડિતાની માતાએ હાઈકોર્ટમાં જઈને તેની પુત્રીનો ગર્ભપાત કરાવવાની પરવાનગી માંગી હતી. આના બે દિવસ પહેલા જ નર્મદા જિલ્લા પોલીસે પીડિતાના પિતાની ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ