બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / આરોગ્ય / costochondritis what it is causes symptoms and treatments

હેલ્થ / થાક લાગવો, શ્વાસ લેવામાં તકલીફ... જો તમારામાં પણ દેખાય આ લક્ષણો, તો સાવધાન! હોઇ શકે છે આ ગંભીર બિમારી

Manisha Jogi

Last Updated: 01:29 PM, 5 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવીની ફેમસ અભિનેત્રી છવિ મિત્તલ એક કેન્સર સર્વાઈવર પણ છે, તેમણે તેમની બિમારી કોસ્ટોકોન્ડ્રાઈટિસ બાબતે જાણકારી આપી છે. કોસ્ટોકોન્ડ્રાઈટિસમાં છાતીની દીવાલ પર દુખાવો થાય છે.

  • ફેમસ અભિનેત્રી છવિ મિત્તલ એક કેન્સર સર્વાઈવર
  • કોસ્ટોકોન્ડ્રાઈટિસ બિમારી બાબતે જાણકારી આપી
  • કોસ્ટોકોન્ડ્રાઈટિસમાં છાતીની દીવાલ પર દુખાવો થાય છે

ટીવીની ફેમસ અભિનેત્રી છવિ મિત્તલ એક કેન્સર સર્વાઈવર પણ છે, તેમણે તેમની બિમારી કોસ્ટોકોન્ડ્રાઈટિસ બાબતે જાણકારી આપી છે. આ બિમારી શું છે? કોસ્ટોકોન્ડ્રાઈટિસમાં છાતીની દીવાલ પર દુખાવો થાય છે, જેને કોસ્ટોસ્ટર્નલ સિંડ્રોમ પણ કહેવામાં આવે છે. આ એક એવી પરિસ્થિતિ છે, જેમાં બ્રેસ્ટના હાડકાંને જોડતા હોય તેવા હાડકાંમાં સોજો આવે છે, જેના કારણે છાતીની દીવાલમાં દુખાવો થાય છે. કોઈપણ ઉંમરની વ્યક્તિને આ બિમારી થઈ શકે છે. પુરુષોની સરખામણીએ મહિલાઓને આ બિમારી વધુ થાય છે. 30-40 વર્ષ સુધીની મહિલાઓને આ બિમારી થવાનું જોખમ વધુ રહે છે. 

કોસ્ટોકોન્ડ્રાઈટિસના લક્ષણો 
કોસ્ટોકોન્ડ્રાઈટિસના લક્ષણો છાતીમાં દુખાવ થવો તે એક સામાન્ય લક્ષણ છે, જે શરીરના અન્ય અંગો સુધી ફેલાઈ શકે છે. જે જગ્યાએ દુખાવો થતો હોય તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પણ થઈ શકે છે. આ બિમારીના શરૂઆતના લક્ષણોમાં થાક લાગવો, સૂવામાં તકલીફ, શ્વાસ લેવામાં તકલીફ જેવી પરેશાનીઓ શામેલ છે. વધુ એક્ટિવિટી કરવામાં આવે તો આ દુખાવો વધી શકે છે. 

કોસ્ટોકોન્ડ્રાઈટિસ કયા કારણોસર થઈ શકે?
કોસ્ટોકોન્ડ્રાઈટિસ થવાનું કારણ જાણી શકાતું નથી. આ બિમારીમાં છાતીની દીવાલ પર કોઈ જૂની ઈજા, ઈન્ફેક્શન, ફાઈબ્રોમાયલ્જિયા અને ઓટોઈમ્યૂનની બિમારીમાં તેટલી જગ્યામાં ઈન્ફેક્શન થવાનું જોખમ રહે છે. 

કોસ્ટોકોન્ડ્રાઈટિસ ઈલાજ
કોસ્ટોકોન્ડ્રાઈટિસનો ઈલાજ કરીને સોજો અને દુખાવો ઓછો કરી શકાય છે. આ બિમારીમાં નોનસ્ટેરોઈડલ એન્ટી ઈન્ફ્લામેટરી ડ્રગ્સ જેવી દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. માંસપેશીઓનો દુખાવો પણ ઓછો થઈ શકે છે. કેટલાક કેસ એવા પણ હોય છે, જેમાં સોજો અને દુખાવો ઓછો કરવા માટે ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. 

સર્જરી ક્યારે કરાવવી પડે છે
કોસ્ટોકોન્ડ્રાઈટિસના કેટલાક ગંભીર કેસમાં સર્જરી કરાવવાની જરૂર રહે છે. જેમાં હાડકાંને કાપવા પડે છે, આ સર્જરીને અંતિમ ઉપાય તરીકે કરવામાં આવે છે. સર્જરી પછી દુખાવો અને ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. તમે આ બિમારી માટે કયા ઈલાજની પસંદગી કરો છો, તેનાથી કોઈ ફરક પડતો નથી. આ બિમારીમાં દુખાવાથી રાહત મળવી જરૂરી છે, જેથી તમે ફરીથી એક્ટિવ થઈ શકો. એક્ટિવ રહેવાથી માંસપેશીઓમાં દુખાવો અને તણાવ ઓછો થાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ