બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / coronavirus patan Treatment of pneumonia

મહામારી / જોજો, તમે પણ આવી રીતે નથી છેતરાતાને ? કોરોનાના નામે ગુજરાતના આ ગામમાં ચાલી રહ્યું છે મોટું ડિંડક

Kavan

Last Updated: 10:56 PM, 12 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ શહેરમાં કોરોનાકાળમાં કોરોનાની સારવારના નામે તબીબો ચલાવી રહ્યા છે ઉઘાડી લૂંટ. સામાન્ય સારવારના નામે તબીબો કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપી રહ્યા છે અને લાખો રુપિયાની લૂંટ ચલાવી રહ્યા છે. તેટલું જ નહીં સારવાર દરમિયાન જો દર્દીની હાલત ગંભીર બને તો ખાનગી તબીબો દર્દીને અન્ય સ્થળે ખસેડીને પોતાનો બચાવ પણ કરી રહ્યા છે.

  • ન્યૂમોનિયાના નામે કરાઇ રહી છે કોરોનાની સારવાર
  • મંજૂરી વિના પાટણના તબીબો કરી રહ્યા છે સારવાર 
  • દર્દીઓ પાસેથી કરાઇ રહી છે લૂંટ

ઉલ્લેખનીય છે કે, પાટણ જીલ્લામાં કોરોનાનુ સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરની મોટાભાગની હોસ્પિટલો કોરોનાગ્રસ્ત દર્દીઓથી ખીચોખીચ ઉભરાઇ છે. શહેરમાં ખાનગી તબીબો પોતાની સામાન્ય પ્રેકિટસ છોડીને કોરોનાગ્રસ્ત દર્દીઓની કરી રહ્યા છે સારવાર. ખાનગી તબીબો ન્યુમોનિયા જેવી બીમારીના નામે કોરોનાગ્રસ્ત દર્દીઓની કરી રહ્યા છે સારવાર અને કરી રહ્યા છે તગડી કમાણી. દર્દીના HRCT રીપોર્ટ આધારે જ ખાનગી તબીબો કોરોના દર્દીઓને પોતાની હોસ્પિટલમાં દાખલ કરીને એક એક દર્દી પાસેથી સારવારના નામે લાખો રુપિયા પડાવી રહ્યા છે .શહેરની મોટાભાગની ખાનગી હોસ્પિટલના તબીબોની હોસ્પિટલ કોરોના દર્દીઓથી ખીચોખીચ છે. 

 તબીબ હાલમાં કોરોનાના નામે કરી રહ્યા છે કમાણી

તેટલું જ નહિ સૌથી મહત્વની અને ચોંકીવનારી ઘટના એ છે કે શહેરમાં એકમાત્ર ખાનગી હોસ્પિટલ સરકાર અને તંત્રની મંજૂરી ધરાવે છે અને કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર કરી રહી છે . તેમ છતાંય શહેરની મહતમ ખાનગી હોસ્પિટલ અને તબીબ હાલમાં કોરોનાના નામે કરી રહ્યા છે કમાણી. સરકારની કોવિડ ગાઇડલાઇનના નિયમ અને મંજૂરી વિના જ ધમધમી રહી છે કોરોનાના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો અને ખાનગી તબીબો દર્દીના જીવ સાથે કરી રહ્યા છે ચેડા. 

પાટણના તબીબો દર્દીના ખીસ્સા ખંખેરી રહ્યા છે

પાટણમાં હાલમાં તબીબીનગરીના નામે તબીબો દર્દીના ખીસ્સા ખંખેરી રહ્યા છે. અને કોરોનાની સારવારના નામે દર્દી સાથે ચેડા કરી રહ્યા છે .જ્યારે દર્દીની હાલત ગંભીર થાય છે ત્યારે તબીબ દર્દીને વઘુ સારવારની જરૂર હોવાના નામે અન્ય હોસ્પિટલમાં ખસેડીને પોતાની બદનામીથી છટકી રહ્યા છે અને અંતે દર્દીના પરીવારજનો દર્દીને જે ખાનગી હોસ્પિટલ સરકાર અને તંત્રની મંજૂરી મેળવી કોવિડ હોસ્પિટલ ચલાવી રહી છે તે હોસ્પિટલ કે સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીની સારવાર કરવા પહોંચી રહ્યા છે . એટલું જ નહિ ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર દરમિયાન અનેક લોકોના મોત પણ નીપજી ચૂક્યા હોવાનું સામે આવ્યું છે . 

દર્દીની કોવિડ ગાઇડલાઇન મુજબ જ કરવી પડે છે સારવાર 

જોકે નિયમ એવું કહેછે કે કોરોનાના દર્દીની સારવાર કરવી હોય તો ખાનગી તબીબોએ કોવિડ હોસ્પિટલની મંજૂરી સરકાર અને તંત્ર પાસેથી મેળવવી પડે છે અને દર્દીની કોવિડ ગાઇડલાઇન મુજબ જ સારવાર કરવી પડે . તેમ છતાંય પાટણમાં મોટાભાગના ખાનગી તબીબો પોતાની કાયમી પ્રેકિટસ બંધ કરી સામાન્ય ન્યૂમોનિયાની બીમારીના નામે અને HRCT જેવા રીપોર્ટ આધારે જ કોરોનાગ્રસ્ત દર્દીઓને દાખલ કરીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી રહ્યા છે . જોકે આ સમગ્ર રેકેટ પાટણ જીલ્લા આરોગ્ય વિભાગની રહેમ નજર ચાલતું હોવાનો પણ લોકમુખે સાંભળવા મળ્યું છે  કે પાટણ જીલ્લા આરોગ્ય વિભાગના આશીર્વાદથી આ ખાનગી હોસ્પિટલોમા કોરોના દર્દીઓની સારવાર ના નામે લૂંટ ચાલી રહી છે...ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ઓચિંતિ તપાસ હાથ ઘરે તો શહેર અને જીલ્લામાં કોરોનાની વરવી પરિસ્થિતિનો સમગ્ર ચોંકીવનારો વિગતો સાથે કોરોનાને નામે થતી લૂંટ બહાર આવી શકે તેમ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ