બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / coronavirus-negative-report-must-for-jagannath-temple-visit-odisha-report

કોવિડ 19 / જગન્નાથ મંદિર દર્શન માટે કોરોના નેગેટિવ રિપોર્ટ જરૂરી, પણ હાલ માત્ર આ 5 રાજ્યના લોકો જ નિયમ

Nirav

Last Updated: 12:33 AM, 7 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પુરી જિલ્લા વહીવટીતંત્રે સમીક્ષા બેઠકમાં નિર્ણય લીધો કે આ તીર્થનગરીમાં આવનારા લોકોએ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે.

  • કોરોનાના કેસો વધતાં નિર્ણય 
  • પુરી જિલ્લા વહીવટી તંત્રનો નિર્ણય 
  •  RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે

ઓડિશાના પુરીમાં જિલ્લા વહીવટીતંત્રે મંગળવારે પાંચ રાજ્યોના પ્રવાસીઓ માટે કોરોના સંક્રમણને જોતા નેગેટિવ રિપોર્ટ સર્ટિફિકેટ બતાવવું ફરજિયાત કરી દીધું છે. એક અધિકારીએ આ માહિતી આપતા કહ્યું હતું કે, આ જિલ્લામાં શ્રી જગન્નાથ મંદિર છે જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. આ દરિયાકાંઠાના રાજ્યમાં મંગળવારે, 588 નવા દર્દીઓ દેખાતા સંક્રમણના કેસોની કુલ સંખ્યા વધીને 43,856 થઈ ગઈ છે.

રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે

પુરી જિલ્લા વહીવટીતંત્રે આ મામલે સમીક્ષા બેઠકમાં નિર્ણય લીધો કે અહીં આવનારા લોકોએ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર RT-PCR નેગેટિવ રિપોર્ટ બતાવવો પડશે. પુરી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સમર્થ વર્માએ જણાવ્યું હતું કે રસીના બે ડોઝ લેવાનું પ્રમાણપત્ર પણ સ્વીકારવામાં આવશે. આ શરત મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, છત્તીસગ,, પંજાબ અને કેરળના મુલાકાતીઓ પર લાદવામાં આવી છે.

વધુમાં વર્માએ કહ્યું કે, અમે આ પાંચ રાજ્યોથી પુરી આવતા લોકો માટે  RT-PCR ચેકિંગ ફરજિયાત કરી દીધું છે. છેલ્લા રસીકરણ સર્ટિફિકેટની પણ ચકાસણી કરવામાં આવશે. "તેમણે કહ્યું કે આ પાંચ રાજ્યોના મુસાફરોની કોવિડ -19 તપાસ માટે રેલ્વે સ્ટેશન પર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સોમવારે 25005 ટેસ્ટિંગ કરવામાં આવ્યા 

હાલમાં રાજ્યમાં રવિવારથી મૃતકોની સંખ્યા 1,922 જેટલી યથાવત છે જ્યારે કે હાલમાં 3731 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં 3,38,150 દર્દીઓ સાજા થયા છે. અધિકારીએ જણાવ્યું હતું કે સોમવારે 25005 ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને અત્યાર સુધીમાં કોવિડ -19 ના 92.13 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા છે. દરમિયાન, રાજ્યમાં રસીનો સ્ટોક ખૂટી જવાના સમાચાર પર, આરોગ્ય સેવાઓ નિયામક ડો.બીજાય પાનીગ્રાહીએ જણાવ્યું હતું કે હાલમાં કોવિશિલ્ડના 3.47 લાખથી વધુ ડોઝ સ્ટોકમાં છે અને આજે જ 3.49 લાખ વધુ ડોઝ પ્રાપ્ત થવાના છે. તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ દિવસમાં 11 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે, જ્યારે લક્ષ્યાંક 10 લાખ લોકોનો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ