બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ગુજરાત / સુરત / coronavirus lockdown gujarat surat Social workers provide food to hungry People

મદદ / લોકડાઉનમાં કોઇ ભૂખ્યું સૂવે નહીં તે માટે શરૂ થયેલ સેવાયજ્ઞ વિશે જાણી સલામ કરવાનું થશે મન

Kavan

Last Updated: 10:20 PM, 8 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવાય છે ને ઇશ્વર ભૂખ્યા ઉઠાડે જરૂર છે પરંતુ ભૂખ્યા સૂવડાવતો ક્યારેય નથી. તો વીરપુરના જલારામ ભગતે ભોજનનો મહિના વર્ણવતા કહ્યું છે કે, જ્યાં અન્નનો ટૂકડો ત્યાં હરિ ઢુકડો. બસ આ બન્ને બાબત જાણે સુરતમાં સાર્થક થઇ રહી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનનો માહોલ છે ત્યારે શહેરના સિમાડા વિસ્તાર ખાતે કેટલાક સમાજસેવી લોકો જરૂરીયાતમંદોને રોટલો પૂરો પાડવાનું કામ કરી રહ્યા છે.

  • કોરોનાના કહેર વચ્ચે માનવતા મહેકી
  • સુરતીલાલાઓ શરૂ કર્યો અનોખો સેવાયજ્ઞ
  • દરરોજના 1500 લોકોને પૂરુપાડે છે ભોજન

ઉલ્લેખનીય છે કે, લોકડાઉનને પગલે રોજનું પેટીયું રળી ખાતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. ત્યારે આવા જરૂરિયાતમંદોની મદદને અનેક લોકો આવી રહ્યાં છે. ત્યારે સુરતના સિમાડા ખાતે ગરીબોને ભોજન માટે સેવા કાર્યો થઇ રહ્યાં છે. 1500 વ્યક્તિઓને દરરોજ ભોજન પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં સોશિયલ ડિસ્ટન્સ રાખીને ભોજન તૈયાર કરાઈ રહ્યુ છે.

દરરોજ 1500 લોકોને પહોંચાડવામાં આવે છે ભોજન 

સુરતના સિમાડા વિસ્તારમાં શહેરના સમાજસેવી નાગરિકો દ્વારા દરરોજ 1500 જેટલા લોકોને થાય તેટલું ભોજન તૈયાર કરવામાં આવે છે. ભોજન બનાવતી વખતે મહિલાઓ હાથમાં ગ્લોવ્ઝ અને મોઢે માસ્ક પહેરવાનું ક્યારેય ભૂલતા નથી. તો ભોજન બનાવતી વખતે સોશિયલ ડિસ્ટેન્સિંગના ખ્યાલનું અચૂક ધ્યાન રાખવામાં આવે છે. આ સાથે જ જાણે પોતાના ઘેર જ ભોજન બનાવવામાં આવતું હોય તેવા ભાવ સાથે સમાજસેવી પરિવારની મહિલાઓ ભૂખ્યા લોકો માટે ભોજન તૈયાર કરે છે. 

સોશિયલ મીડિયા થકી મળે છે કોલ 

આ ભગીરથ કાર્ય સાથે જોડાયેલા એક સમાજસેવીએ VTVના પ્રતિનિધિ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, દરરોજ તેમને સોશિયલ મીડિયામાં તરતા થયેલા મેસેજ પરથી કોલ આવે છે અને કોલ મળતાની સાથે જ આ સેવાયજ્ઞમાં જોડાયેલા લોકો તાત્કાલિક અસરથી તે સ્થળે પહોંચીને જરૂરીયાતમંદ લોકોને ભોજન પૂરૂ પાડે છે. 

શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવે છે

ઉલ્લેખીય છે કે, જમવા માટેની આ વ્યવસ્થા શહેરના માત્ર સિમાડા વિસ્તાર સુધીની જ નથી પરંતુ જે વિસ્તારમાંથી કોલ આવે તે સ્થળે ભોજન પહોંચાડવામાં આવે છે અને દરરોજના આશરે 1500 જેટલા લોકો રાજી થઇને પોતાની ભૂખ સંતોષી આ સેવાકાર્ય કરનારાઓને આશિર્વાદ આપે છે. 

પ્રધાનમંત્રી મોદીએ પણ ગરીબના એક પરિવારની જવાબદારી લેવાની કરી છે અપીલ 

દેશમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનનો માહોલ છે ત્યારે દરરોજ મહેનત કરીને પેટીયું રળતા લોકો માટે આ લોકડાઉનની સ્થિતિમાં ખાવાનો પ્રશ્ન થયો છે. આ બાબતને દેશના પ્રધાનમંત્રીએ પણ ધ્યાને લઇને લોકોને ગરીબના એક પરિવારની જવાબદારી લોકડાઉન પૂર્ણ થાય નહીં ત્યાં સુધી લેવા માટે અપીલ કરી 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ