બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

VTV / ગુજરાત / અમદાવાદ / Controversy over children playing in Ahmedabad: An old man died after being beaten by a neighbor

ધરપકડ / અમદાવાદમાં બાળકોના રમવા બાબતે બબાલ: પડોશીએ ફેંટ મારતા વૃદ્ધાનું મોત

Vishal Khamar

Last Updated: 07:52 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં ગત રોજ પડેલ વરસાદમાં નાના બાળકો મસ્તી કરી રહ્યા હતા. તે સમયે અચાનક બે પાડોશીઓ વચ્ચે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. ત્યારે વૃદ્ધાને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  • બાળકો રમવાના મામલે પાડોશીઓ વચ્ચે બબાલ
  • મહિલા તેમજ યુવકે વૃદ્ધાને ફેટ મારતા વૃદ્ધાનું સારવાર દરમ્યાન મોત
  • સવિતાબહેનની પુત્રવધુએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી

 અમદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાં હાલ રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે મોડી રાતે બાળકો રમવાના મામલે એક વૃદ્ધાની હત્યા થઇ જતાં ચકચાર મચી ગઇ છે. બંને પરિવારે સામસામે મારામારી કરી હતી, જેમાં વૃદ્ધાને વધુ ઇજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત થયું છે. મોડી રાતે બાળકો રમી રહ્યાં હતાં ત્યારે મામલો બીચક્યો હતો. શહેરકોટડા પોલીસે વૃદ્ધાની હત્યા કરનાર મહિલા અને તેના દિયરની ધરપકડ કરી છે.
બાળકોએ વરસાદમાં પલળતાં તોફાન-મસ્તી કરતા હતા
બિપરજોય વાવાઝોડાના કારણે શહેરમાં ઠેરઠેર વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે લોકો વરસાદમાં મન મૂકીને નાહ્યા હતા, જ્યારે બાળકોએ વરસાદમાં પલળતાં તોફાન-મસ્તી કરી હતી. ગઇ કાલે બાળકો રમતાં હતાં ત્યારે એક વૃદ્ધાની હત્યા થઇ હોવાની ઘટના સામે આવી છે. સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબહેન હોસ્પિટલની બાજુમાં મંગલ પ્રભાત સોસાયટી આવેલી છે, જ્યાં ૬૪ વર્ષીય સવિતાબહેન રહે છે, જેમની મોડી રાતે હત્યા થઇ છે. 

સવિતાબહેનની પુત્રવધુએ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી
સવિતાબહેનનાં પુત્રવધૂ ક્રિષ્નાબહેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં કૃણાલ અને તેની ભાભી અંજલી વિરુદ્ધ હત્યાની ફરિયાદ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર ગઇ કાલે મોડી રાતે શહેરમાં વરસાદ પડ્યો હોવાના કારણે મંગલ પ્રભાત સોસાયટીમાં બાળકો રમી રહ્યાં હતાં. બાળકો રમતાં રમતાં ઝઘડ્યાં હતાં, જેના કારણે બે પરિવારો આમનેસામને આવી ગયા હતા. સવિતાબહેનનો પરિવાર અને કૃણાલનો પરિવાર સામસામે આવી ગયા હતા, જ્યાં પહેલાં તો એકબીજાએ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું. બંને પરિવાર બાખડતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને સમાધાન કરાવ્યું હતું. સમાધાન થઇ ગયા બાદ પણ બંને પરિવારો આમને સામને આવી ગયા હતા અને મારામારી કરવાનું શરૂ કરી દીધું હતું. બંને પરિવારે સામસામે મારામારી કરતાં સવિતાબહેનનું મોત થયું છે. 

ઈજાગ્રસ્ત સવિતાબહેનનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું
કૃણાલ અને તેની ભાભી અંજલીએ સવિતાબહેનને ફેંટો મારી હતી. જેથી તે જમીન પર પડી ગયાં હતાં. બે પરિવારો વચ્ચે થયેલી મારામારી જોતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્ત સવિતાબહેનને તરત જ સારવાર માટે શારદાબહેન હોસ્પિટલ લઇ ગયા હતા. સવિતાબહેનની ટૂંકી સારવાર બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતાં. સવિતાબહેનના મોતની જાણ પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મોડી રાતે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા, જ્યારે સવિતાબહેનના મોતના કારણે સોસાયટીમાં સન્નાટો વ્યાપી ગયો હતો. 
શહેર કોટડા પોલીસ સ્ટેશને અઠવાડિયામાં બીજી હત્યાનો ગુનો દાખલ થયો
પોલીસે સવિતાબહેનની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપી હતી, જ્યારે કૃણાલ અને અંજલી વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પોલીસે મહિલા અને તેના દિયરની અટકાયત કરી છે. ઉલ્લેખનીય છે કે શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં એક જ અઠવાડિયામાં આ બીજી હત્યાનો ગુનો દાખલ થયો છે. થોડા દિવસ પહેલાં મેઘાણીનગર વિસ્તારમાં એક યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી, જ્યારે ગઇ કાલે મોડી રાતે સવિતાબહેનની હત્યા કરવામાં આવી છે. સવિતાબહેન પર કોઇ તીક્ષ્ણ હ‌િથયાર વડે હુમલો નહીં, પરંતુ મૂઢ માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તેમનું મોત થયું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ