Congress spokesperson Alok Sharma's statement on Megha Patkar issue
પ્રતિક્રિયા /
મેધા પાટકર મામલે સફાઇ આપતી રહી જશે કોંગ્રેસ? કહ્યું, કોઈ યાત્રામાં આવે તો રોકી ન શકીએ
Team VTV03:41 PM, 19 Nov 22
| Updated: 03:43 PM, 19 Nov 22
કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધી સાથે મેધા પાટકર જોવા મળતા ભાજપ નેતાઓ કોંગ્રેસ પર ગુજરાત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. ત્યારે આ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે.
ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાય છેઃ આલોક શર્મા
જે લોકો આવે છે તેમને અમે ઇન્વાઇટ નથી કર્યા : શર્મા
ભાજપ પાસે મુદ્દો નથી તેથી મેધા પાટકરને મુદ્દો બનાવે છેઃ શર્મા
કોંગ્રેસની ભારત જોડોયાત્રામાં વિવિધ ક્ષેત્રો સાથે જોડાયેલા અનેક લોકો સામેલ થઈ રહ્યા છે. જેમાં મેઘા પાટકર પણ યાત્રામાં જોડાતા ભાજપને કોંગ્રેસ પર આરોપ લગાવવાનો મોકો મળી ગયો છે. રાહુલ ગાંધી સાથે મેધા પાટકરની તસ્વીર સામે આવતા ભાજપ નેતાઓ કોંગ્રેસ પર ગુજરાત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા છે સાથે ગુજરાતની અસ્મીતા સાથે પણ જોડી રહ્યા છે. આ મામલે કોંગ્રેસની પ્રતિક્રિયા આવી છે જેમાં તેણે કહ્યું છે કે, ભારત જોડો યાત્રામાં કોઈ વ્યક્તિ પ્રતિબંધિત નથી, ભાજપ ઓરીજનલ મુદ્દાથી ધ્યાન ભટકાવવા ભાવનાત્મક મુદ્દાને ઉછાળી રહ્યું છે.
ભાજપ પાસે મુદ્દો નથી તેથી મેધા પાટકરને મુદ્દો બનાવે છેઃ શર્મા
મેઘા પાટકર મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા આલોક શર્માએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, ભારત જોડો યાત્રામાં લાખો લોકો જોડાય છે. જે લોકો આવે છે તેમને અમે ઇન્વાઇટ નથી કર્યા. લોકતંત્રમાં સહમતી અને અસહમતી ચાલે છે. ભાજપ ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરે. ભાજપ પાસે કોઈ મુદ્દો જ નથી તેથી તે મેધા પાટકરને મુદ્દો બનાવે છે.
વિજય રૂપાણીએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન
વાસ્તવમાં થોડા દિવસ પહેલા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં મેધા પાટકર પણ જોડાયા હતા. જેને લઈ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, મેધા પાટકર એ વ્યક્તિ હતી, જેણે નર્મદા ડેમ પ્રોજેક્ટને પૂરો થવા દીધો નહોતો. મેધા પાટકરે નર્મદા ડેમ પ્રોજેક્ટનો વિરોધ કર્યો હતો અને ગુજરાતનો વિકાસ થવા દીધો નહોતો. થોડા દિવસ અગાઉ મેધા પાટકર કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં જોડાયા હતા, જે દર્શાવે છે કે કોંગ્રેસ વિકાસની વિરુદ્ધ છે, જે તેનો સાચો ચહેરો છે.
Rajkot| Medha Patkar was the person who didn't let Narmada dam project complete, she protested over it & didn't let Gujarat's development happen. Now Patkar joined Bharat Jodo yatra, which depicts Cong is against development, which is their true face: Ex-Gujarat CM Vijay Rupani pic.twitter.com/yTPLT6m1ok
તો ગતરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્ટીટ કરીને કોંગ્રેસ પર આકરા પ્રાહારો કરવામાં આવ્યા હતા. જેમાં તેઓ લખ્યું હતું કે, 'કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ વારંવાર ગુજરાત અને ગુજરાતીઓ પ્રત્યેની દુશ્મનાવટ દર્શાવી છે. મેધા પાટકરને તેમની યાત્રામાં કેન્દ્રીય સ્થાન આપીને, રાહુલ ગાંધી બતાવે છે કે તેઓ એવા તત્વો સાથે ઉભા છે જેમણે દાયકાઓ સુધી ગુજરાતીઓને પાણી આપવાનો ઇનકાર કર્યો હતો. ગુજરાત આ સહન નહીં કરે.'
Congress and Rahul Gandhi have time and again shown their animosity towards Gujarat and Gujaratis. By giving Medha Patkar a central place in his Yatra, Rahul Gandhi shows that he stands with those elements who denied water to Gujaratis for decades. Gujarat will not tolerate this. https://t.co/94jJBz4spP
કોણ છે મેધા પાટકર?
સરદાર સરોવર ડેમ દેશનો સોથી મોટો ડેમ હોવાની સાથે સૌથી વિવાદિત ડેમ પણ છે. પર્યાવરણ અને સામાજિક કાર્યકર્તાઓએ 1980ના દશકથી તેની વિરુદ્ધ આંદોલન ચલાવ્યું હતું. આ જ કારણ રહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 1995માં તેના નિર્માણ પર પાબંધી લગાવી હતી. સામાજિક કાર્યકર્તા મેધા પાટકરે તેની વિરુદ્ધ નર્મદા બચાવો આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.