બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

VTV / ગુજરાત / અમદાવાદ / Congress organizes Independence Gaurav Yatra in 75th year of independence

યાત્રા / કોંગ્રેસ દ્વારા સાબરમતી આશ્રમ ખાતેથી આઝાદી ગૌરવ યાત્રાનો પ્રારંભ, 1171કિમી યાત્રાનો જાણો શું છે ઉદ્દેશ્ય

Khyati

Last Updated: 10:09 AM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ દ્વારા આઝાદીના 75માં વર્ષે "આઝાદી ગૌરવ યાત્રા" નું આયોજન, સાબરમતી આશ્રમથી પગપાળા યાત્રાની શરુઆત

  • કોંગ્રેસ આઝાદીના 75માં વર્ષે "આઝાદી ગૌરવ યાત્રા" 
  • 1171 કિલોમીટરની "આઝાદી ગૌરવ યાત્રા"નું આયોજન 
  • યાત્રા દ્વારા લોકો સુધી પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ 

આજે ભાજપનો સ્થાપના દિવસ છે. ભાજપ દ્વારા સ્થાપના દિનની ઉજવણીને લઇને બાઇકરેલીનું આયોજન કરવામાં આવ્યુ છે તો આ તરફ કોંગ્રેસ દ્વારા આઝાદીના 75માં વર્ષે  "આઝાદી ગૌરવ યાત્રા"નું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રાની સાબરમતી આશ્રમથી શરુઆત કરવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. સફેદ વસ્ત્રો પહેરીને હાથમાં તિરંગો લઇને પગપાળા યાત્રા શરુ કરવામાં આવી છે. 

સાબરમતી આશ્રમથી રાજઘાટ સુધી યાત્રા

આઝાદીના 75માં વર્ષની કોંગ્રેસ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ બે જગ્યાએથી યાત્રાની શરુઆત કરવામાં આવી છે. અમદાવાદના ગાંધીઆશ્રમમાં આ યાત્રાની શરુઆત કરવામાં આવી છે. પદયાત્રા સ્વરુપે કોંગ્રેસની સેવા દળની ટીમ છે તે અમદાવાદ ગાંધી આશ્રમથી દિલ્હી રાજઘાટ સુધી એટલે કે 1175 કિમીની યાત્રા લઇને જઇ રહ્યા છે. જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે.  આ અંગે કોંગ્રેસના  લાલજીભાઇ દેસાઇએ જણાવ્યુ હતુ કે 75 વર્ષ પછી આ દેશમાં બીજી લડાઇ લડવાની જરુર હોય તેમ લાગી રહ્યુ છે. 

આઝાદી ગૌરવ યાત્રાનો શું છે ઉદ્દેશ્ય ?

અમદાવાદ સાબરમતી આશ્રમથી દિલ્લી રાજઘાટ સુધીની યાત્રા જશે. 58 દિવસમાં કુલ 1171 કિલોમીટર યાત્રા ચાલશે. ગુજરાતમાં 10 દિવસ વિવિધ જિલ્લાઓમાંથી યાત્રા પસાર થશે. કુલ  3 લાખ લોકો સુધી સીધા પહોંચવાનો કોંગ્રેસનો પ્રયાસ છે. દરેક ગામમાંથી અન્ન. પાણી અને માટી લેવામાં આવશે. આ પાણી અને માટીથી રાજઘાટ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે.  75 યાત્રીઓ પદયાત્રા સતત જારી રાખશે. આઝાદી માટેના બલિદાનોની વાત લોકો વચ્ચે લઇ જશે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ કામગીરીથી લોકોને વાકેફ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ