બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / ગુજરાત / સુરત / Congress candidate Nilesh Kumbhani displeasure came to the fore amidst controversy over his form

લોકસભા ચૂંટણી 2024 / નિલેશ કુંભાણીના ફોર્મનો વિવાદ વચ્ચે કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો, કોંગ્રેસ નેતાએ જ કોંગ્રેસ પર લગાવ્યા આરોપ

Vishal Khamar

Last Updated: 11:41 AM, 21 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીયાનાં ફોર્મનો વિવાદ વચ્ચે કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો છે. સુરત કોંગ્રેસનાં નેતાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસે કુંભાણીને ટિકીટ આપીને મોટી ભૂલ કરી છે.

સુરતમાં કોંગ્રેસના નેતા નિલેશ કુંભાણીનાં ફોર્મનાં વિવાદ વચ્ચે કોંગ્રેસનો અસંતોષ સામે આવ્યો છે. સુરત કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાલાએ કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યા છે. કુંભાણીએ પૈસા લઈ ટિકીટનો સોદો કર્યો હોવાનો સાયકલવાલાનો આરોપ છે. કોંગ્રેસે કુંભાણીને ટિકીટ આપીને મોટી ભૂલ કરી છે. એક પણ ટેકેદાર કોંગ્રેસના નથી. બધા પરિવારજનો છે. તેમજ કુંભાણીએ કોંગ્રેસ પાર્ટી સાથે દગાખોરી કરી છે. 

ટેકેદારની ખરાઈ કરવા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ
સુરતમાં કોંગ્રેસનાં ઉમેદવારનું ફોર્મ રદ્દ થવાને લઈ હાઈવોલ્ટેજ ડ્રામાં સર્જાયો છે. સુરતનાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીએ ફોર્મમાં ટેકેદારોન સહી ન કરાવ્યાનો ભાજપ દ્વારા આરોપ લગાવ્યો છે. આજે સુનાવણી બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થશે કે કેમ તે અંગે નિર્ણય લેવાશે. કોંગ્રેસ ઉમેદવારને બચાવવા નિલેશ કુંભાણીનાં ટેકેદારને કલેક્ટર કચેરી લાવ્યાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. રમેશ પોલરા નામના એક ટેકેદારે જગદીશ સાવલિયા પણ કોંગ્રેસનાં સંપર્કમાં હોવાનો કોંગ્રેસનો દાવો છે. કોંગ્રેસનાં ઉમેદવાર નિલેશ કુંભાણીનાં ટેકેદારની ખરાઈ કરવા ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ છે. ફોર્મ અંગે શનિવારે વિવાદ થયા બાદ ત્રણેય સંપર્ક વિહોણા થતા પોલીસમાં અરજી કરવામાં આવી હતી. હવે ટેકેદારોને શોધીને ઉમેદવાર બચાવવા કોંગ્રેસની કવાયત છે. ભાજપે સુરતનાં કોંગ્રેસનાં ઉમેદવારનાં ટેકેદારો બોગસ હોવાનો આરોપ લગાવ્યો હતો.

પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરાઈ
આ મુદ્દે સુરત કોંગ્રેસના ઉમેદવાર પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા પહોંચ્યા હતાં. જ્યાં ગુમ થયેલા ટેકેદારો અંગે ઉમરા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી છે. ટેકેદારો અંગે ફરિયાદ નોંધાવવાની વાત કરી છે. આ તમામ પોલિક્ટિસ ડ્રામા વચ્ચે એક મહત્વની વાત પણ છે કે, આ તમામ ટેકેદારો ઉમેદવારના ખાસ માણસો હતા. 

ત્રણેય ઉમેદવારના ખાસ હતા
આ ત્રણેય ટેકેદાર નિલેશ કુંભાણીના ખાસ હતા. જેમાં ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીના મિત્ર છે તો રમેશ પોલારા નિલેશ કુંભાણીના ભાગીદાર છે. વાત જગદીશ સાવલિયા કરવામાં આવે તો તેઓ કુંભાણીના બનેવી છે.

વધુ વાંચોઃ જૂનાગઢ વન વિભાગે બીજી વ્હેલ શાર્ક માછલીને કર્યુ સફળ સેટેલાઇટ ટેગિંગ, જાણો શું થશે ફાયદો

આ સમજવું અઘરૂ છે!
આ મુદ્દે અનેક તર્ક વિતર્કના સવાલો ઉભા થાય છે. જેમ કે, કુંભાણીના ટેકેદારો કલેક્ટર સામે હાજર થયા પછી ક્યાં ગયા? તેમજ કુંભાણી કહે છે કે મારા સંપર્કમાં નથી તો બીજી તરફ કલેક્ટર કહે છે કે 1 વાગે અમારી સમક્ષ હાજર થયા છે. સાથો સાથ કલેક્ટરનો લેટર કહે છે કે કુંભાણીના ટેકેદારોએ એફિડેવિટ આપ્યું છે. શું કુંભાણી જ સુરતમાં ભાજપને વોકઓવર આપી રહ્યાં છે? સામાન્ય નાગરિકને સમજવામાં આ વિચિત્ર વાત નથી? ટેકેદારો કલેક્ટરને એફિડેવિટ આપી ગ્યા પણ કુંભાણીને જાણ ન કરી? નિલેશ કુંભાણીના ટેકેદારો એમના જ કીધામાં નથી? કે પછી નિલેશ કુંભાણીએ વાસ્તવમાં જાતે જ સહી કરી? કુંભાણીની લીગલ ટીમે જાતે ટેકેદારોનું ફોર્મ ભર્યું? સુરતના મેગા ડ્રામાં વિલન કોણ છે તે સૌથી મોટો સવાલ છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ