બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Condoms will no longer be needed, men will be able to take birth control pills just like women

પ્રયોગ / હવે કોન્ડોમની જરૂર નહીં પડે, પુરુષો પણ મહિલાઓની જેમ ખાઇ શકશે ગર્ભનિરોધક ગોળી, જુઓ શું કહે છે ICMRનો રિપોર્ટ

Priyakant

Last Updated: 09:58 AM, 19 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Male Contraceptive Pill News: સાત વર્ષના ક્લિનિકલ પરીક્ષણ પછી ICMR એ સ્પષ્ટ કર્યું છે કે, પુરુષો માટે પણ ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર છે જેની કોઈ ખરાબ અસર નથી

  • હવે પુરુષો માટે પણ ગર્ભનિરોધક ગોળીઓ  ઉપલબ્ધ
  • પુરુષો માટે પણ ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર: ICMR
  • સાત વર્ષમાં ICMRએ 303 સ્વસ્થ લોકો પર તેનો ઉપયોગ કર્યો 

ગર્ભનિરોધક ગોળીઓ સ્ત્રીઓ માટે સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ પુરુષો માટે આવો કોઈ ઉપાય ઉપલબ્ધ નથી. આ તરફ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે, ICMRએ આ દિશામાં મોટી સફળતા હાંસલ કરી છે. સાત વર્ષના ક્લિનિકલ પરીક્ષણ પછી ICMR એ સ્પષ્ટ કર્યું છે કે, પુરુષો માટે પણ ગર્ભનિરોધક ઈન્જેક્શન તૈયાર છે જેની કોઈ ખરાબ અસર નથી. આ ગર્ભનિરોધક લાંબા સમય સુધી અસરકારક છે. નોંધનીય છે કે, સાત વર્ષમાં ICMRએ 303 સ્વસ્થ લોકો પર તેનો ઉપયોગ કર્યો છે. 

303 લોકો પર ટ્રાયલ 
ઈન્ટરનેશનલ જર્નલ એન્ડ્રોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ ત્રીજા તબક્કાના અભ્યાસમાં 303 યુવાનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ તમામ પરિણીત હતા અને તેમની ઉંમર 25 થી 40 વર્ષની વચ્ચે હતી. તેને 60 મિલિગ્રામ રિવર્સિબલ ઇન્હિબિશન ઑફ સ્પર્મ અંડર ગાઇડન્સ (RISUG) આપવામાં આવ્યું હતું. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, RISUG કોઈપણ ગંભીર આડઅસર વિના ગર્ભાવસ્થાને રોકવામાં 99.02 ટકા અસરકારક છે. આનાથી 97.3 ટકા એઝોસ્પર્મિયાની સ્થિતિ સર્જાઈ. આ એક તબીબી પરિભાષા છે જેનો અર્થ છે કે વીર્યમાં કોઈ સક્રિય શુક્રાણુ પ્રવેશતા નથી.

File Photo

કોઈપણ સ્ત્રી પર કોઈ આડઅસર નહિ 
અધ્યયનમાં જે પુરુષોની તપાસ કરવામાં આવી હતી તેમની પત્નીઓને પણ તપાસવામાં આવી હતી. એવું જાણવા મળ્યું કે તેની કોઈપણ સ્ત્રી પર કોઈ આડઅસર નથી. દરેક વ્યક્તિ એકદમ સ્વસ્થ હતો. ઉલ્લેખનીય છે કે, RISUG શુક્રાણુ નળીમાં મિથાઈલ સલ્ફોક્સાઇડ સાથે પોલિમેરિક એજન્ટ, સ્ટાયરીન મેલીક એનહાઇડ્રેડ પહોંચાડે છે. તેને IIT ખડગપુરના ડૉ. સુજોય કુમાર ગુહાએ વિકસાવ્યું હતું. તેના વિશે પહેલું પેપર 1979 માં પ્રકાશિત થયું હતું. જોકે તેના ત્રીજા તબક્કાના ક્લિનિકલ ટેસ્ટને પૂર્ણ કરવામાં દાયકાઓ લાગ્યા. તેનો હોસ્પિટલ આધારિત અભ્યાસ પાંચ શહેરોમાં કરવામાં આવ્યો હતો જેમાં જયપુર, નવી દિલ્હી, ખડગપુર, ઉધમપુર અને લુધિયાણાનો સમાવેશ થાય છે. 

ગર્ભનિરોધક કેટલું સલામત ? 
આ પછી બે મુખ્ય બાબતો શોધી શકાય છે, આ ગર્ભનિરોધક કેટલા સમય સુધી અસરકારક છે અને તે કેટલું સલામત છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, કેટલાક પુરુષોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો જે સરળતાથી ઉકેલાઈ જાય છે. પેશાબ દરમિયાન બળતરા અથવા તાવ જેવી સમસ્યાઓ નોંધવામાં આવી હતી. તેનો ફાયદો એ છે કે, એકવાર લેવામાં આવે તો તે લાંબા સમય સુધી કામ કરે છે. આ સિવાય આડઅસરો પણ નહિવત છે. એવું પણ જાણવા મળ્યું છે કે, કોન્ડોમ તૂટવાની સરખામણીમાં તેની નિષ્ફળતાનો દર ઘણો ઓછો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ