બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

VTV / ગુજરાત / અમદાવાદ / Complaint of extortion against 3 traffic constables in Sola Police of Ahmedabad.

ફરિયાદ / ટ્રાફિક પોલીસના જવાનોએ ચલાવી 'લૂંટ?' અમદાવાદમાં ટેક્સીમાં બેઠેલા પેસેન્જર પાસેથી 60 હજાર રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ

Malay

Last Updated: 11:10 AM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad News: અમદાવાદના સોલા પોલીસમાં 3 ટ્રાફિક જવાન સામે ખંડણીની ફરિયાદ, ઉબેર કારમાં બેઠેલા પેસેન્જર પાસેથી પડાવ્યા 60 હજાર રૂપિયા.

 

  • ભક્ષક બન્યા ટ્રાફિક પોલીસકર્મીઓ 
  • એરપોર્ટથી આવતી ટેક્સી રોકી ખંડણી માગી
  • ફરિયાદી પાસે 60 હજાર પડાવ્યા 
  • સોલા પોલીસમાં 3 જવાનો સામે ફરિયાદ 

અમદાવાદમાં પોલીસ જ લૂંટ અને ખંડણી જેવા ગુનાને અંજામ આપવા લાગી છે. એવામાં હવે સામાન્ય માણસ પોલીસ પર વિશ્વાસ કરશે કે નહીં તેવા સવાલો ઉભા થયા છે. વાસ્તવમાં અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં 3 ટ્રાફિક પોલીસકર્મી સામે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે. આ ત્રણેય પોલીસકર્મીએ ફરિયાદી પાસેથી 60 હજાર રૂપિયા પડાવ્યા હોવાનું ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. મહત્વનું છે કે, સોલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 દિવસમાં પોલીસ સામે આ બીજી ફરિયાદ નોંધાઈ છે. 

સાવધાન! છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં નોંધાયા ટ્રાફિક ભંગના 192 કેસ,  લારી-ગલ્લા પર પણ તવાઇ | 192 cases of traffic violations reported in  Ahmedabad in last 24 hours
ફાઈલ ફોટો

પેસેન્જર પાસેથી માંગ્યા પૈસા
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કેલા અને તેમના પત્ની ઉબેર કારમાં એરપોર્ટથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસે તેમની ટેક્સીને રોકી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ઉબેર કારમાં બેઠેલા પેસેન્જર પાસેથી પૈસાની માંગણી કરી હતી. 

40 હજાર રોકડા પડાવ્યા અને 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા
ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસ કર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી 2 લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી. જે બાદ તેઓ ફરિયાદી પાસેથી 40 હજાર રોકડા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પત્નીના ફોનમાંથી ઉબેરના ડ્રાઈવરના ફોનમાં 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. 

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની અંદર સગીરા સાથે દુષ્કર્મ: દાદીની સારવાર  માટે આવી હતી, ગર્ભ રહી જતાં થયો ખુલાસો | A minor was raped by an employee  of Sola Civil ...
ફાઈલ ફોટો

3 ટ્રાફિક જવાન સામે ફરિયાદ
આ ઘટનાની જાણ કોઈને ન કરવાની પણ ધમકી આપી હતી. જે બાદ મિલનભાઈ કેલા સોલા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ 3 ટ્રાફિક જવાન સામે ફરિયાદ નોંધાવી હતી. આપને જણાવી દઈએ કે, ગત 25મી ઓગસ્ટે સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ આકાશ પટેલ સહિત 4 સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. 

25મી ઓગસ્ટે પણ નોંધાઈ હતી ફરિયાદ
ગોલ્ડન ટ્રિપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના માલિસ સંજય પટેલે સોલા પોલીસ સ્ટેશનમાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી આકાશ પટેલ સહિત 4 સામે અપહરણ અને લૂંટની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યું હતું કે, ટુર એન્ડ ટ્રાવેલ્સના વેપારીનું ધોળા દિવસે ગાડીમાં હથકડી પહેરાવીને ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી અપહરણ કર્યું. એટલું જ નહીં વેપારી પાસેથી રૂપિયા 35 લાખની પણ લૂંટી લીધા હતા. ત્યારે છેલ્લા 3 દિવસમાં જ પોલીસ સામે 2 ફરિયાદ નોંધાતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ