બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / Companies employing youths in the government cheat in this way

મહામંથન / સરકારમાં યુવકોને નોકરીએ રાખતી કંપનીઓ આવી રીતે છેતરે છે, વેતનના ધારાધોરણ કેમ લાગુ નથી કરાતા?

Vishal Khamar

Last Updated: 10:56 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીના શોષણની અનેક ફરિયાદો થઈ છે. તેમ છતાં અનેક એજન્સીઓ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. ત્યારે કર્મચારીઓ પાસે નજીવા વેતન સાથે મહત્તમ શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

જો કોઈ યુવક કે યુવતીને નોકરી મળી જાય તો તેના પરિવારજનો કેટલા ખુશ હોય?, એ આનંદની માત્ર કલ્પના જ કરવી રહી.. હવે સમય એ છે કે નોકરી તો મળી જાય છે પણ એ મોટેભાગે કરાર આધારીત અને આઉટસોર્સિંગ એજન્સી મારફતે તમારી ભરતી થઈ હોય તેવી રીતની હોય છે. એ કહેવાની જરૂર નથી કે ચૂંટણી પહેલા અનેક કર્મચારીઓએ આઉટસોર્સિંગ એજન્સી સામે વિરોધ કર્યો હતો.

હવે સ્થિતિ એ છે કે શ્રમ વિભાગે પરિપત્ર જાહેર કરવો પડ્યો અને તાકિદ કરવી પડી કે જે કર્મચારીને આઉટસોર્સિંગ એજન્સી મારફતે ફરજ પર રાખવામાં આવ્યા છે. તેને સરકારના વેતનના નિયમ પ્રમાણે જ વેતન ચુકવણી કરવાની થશે. વધુ નવાઈ એ વાતે પણ લાગે કે સચિવાલયમાં પણ એવી વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે કે કોન્ટ્રાક્ટ ઉપર કર્મચારીઓને રાખતી એજન્સીઓ એકપણ નિયમોનું પાલન કરતી નથી..એ સવાલ ચોક્કસ થવો જોઈએ કે જે કોઈ યુવક કે યુવતી આ રીતે શોષાતા હશે તેની વેદનાનો કોણ વિચાર કરશે.. કર્મચારીઓનું શોષણ કરતી આઉટસોર્સિંગ એજન્સીઓને અટકાવશે કોણ?

  • આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીના શોષણની અનેક ફરિયાદ
  • અનેક એજન્સીઓ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે
  • આઉટસોર્સિંગ કંપની સામે કર્મચારીએ અનેકવાર આંદોલન કર્યા

આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીના શોષણની અનેક ફરિયાદો થઈ છે. તેમ છતાં અનેક એજન્સીઓ સરકારના નિયમોનું ઉલ્લંઘન કરી રહી છે. આઉટસોર્સિંગ કંપની સામે કર્મચારીએ અનેકવાર આંદોલન કર્યા છે.  સરકારના વારંવાર ઠપકા છતા એજન્સી કોઈ વાત સાંભળતી નથી. તેમજ એજન્સી કાયદાથી સ્વતંત્ર હોય તે રીતે વર્તી રહી છે. ત્યારે કર્મચારીઓ પાસે નજીવા વેતન સાથે મહત્તમ શોષણ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

  • દરેક શ્રમયોગીને સામાજિક સુરક્ષા અને સેવાને લગતા લાભ મળવા જોઈએ
  • એજન્સીએ PFમાં પોતાનો ફાળો આપ્યો છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે
  • એજન્સી તમામ મળવાપાત્રા લાભ આપશે પછી જ બિલની રકમ ચુકવાશે

શ્રમ વિભાગની એજન્સીઓને તાકિદ શું હતી?
દરેક શ્રમયોગીને સામાજિક સુરક્ષા અને સેવાને લગતા લાભ મળવા જોઈએ. ત્યારે એજન્સીએ PFમાં પોતાનો ફાળો આપ્યો છે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. તેમજ એજન્સી તમામ મળવાપાત્રા લાભ આપશે પછી જ બિલની રકમ ચુકવાશે. અને કર્મચારીઓને એજન્સીએ PF ઉપરાંત વીમા પ્રિમિયમ પણ આપવું પડશે. તેમજ સરકારે સંબંધિત વહીવટી પાંખને બિલની પૂરતી ચકાસણી કરવા પણ તાકિદ કરી છે.

શ્રમ વિભાગના પરિપત્રમાં શું છે જોગવાઈ?

  • આઉટસોર્સિંગ મારફતે 50 કે તેથી વધુ કર્મચારી રાખ્યા હોય તો પોર્ટલમાં નોંધણી ફરજિયાત
  • 50 કે તેથી વધુ કર્મચારી રાખ્યા હોય તો ઓનલાઈન લાયસન્સ ફરજિયાત
  • આઉટસોર્સિંગ એજન્સીએ લઘુતમ વેતન અને ખાસ ભથ્થું ચુકવવાનું રહેશે
  • જો 20થી વધુ કર્મચારી હોય તો વેતન ચુકવણી બેંક અકાઉન્ટ મારફતે જ કરવી
  • જો એજન્સી પગાર ન ચુકવે તો પગાર ચુકવવાની જવાબદારી સરકારની બને
  • આઉટસોર્સિંગથી ફરજ પરનો કર્મચારી 5 વર્ષની નોકરી પૂર્ણ કરે તો ગ્રેચ્યુઈટીની જોગવાઈ
  • 8 કલાકથી વધુ કામ કરાવાયા તો વેતનના બમણા દરે ઓવરટાઈમની ચુકવણી
  • સમાન કામ માટે મહિલા અને પુરૂષ કર્મચારીને સમાન વેતન
  • કર્મચારીને પગાર સ્લીપ, હાજરી કાર્ડ, ઓળખ કાર્ડ આપવું ફરજિયાત
  • લઘુતમ વેતન દર મુજબ શ્રમિકો, કર્મચારીઓને વેતન આપવું ફરજિયાત
  • તમામ જોગવાઈઓનું પાલન થાય તો જ એજન્સીઓને બિલની ચુકવણી

આઉટસોર્સિંગ કર્મચારીને કેટલું વેતન મળવાપાત્ર? 

વર્ગ કુશળ
ઝોન 1
દૈનિક મૂળ વેતન 474 રૂપિયા
   
વર્ગ અર્ધ કુશળ
ઝોન 1
દૈનિક મૂળ વેતન 462 રૂપિયા
   
વર્ગ બિન કુશળ
ઝોન 1
દૈનિક મૂળ વેતન 452 રૂપિયા
   
વર્ગ કુશળ
ઝોન 2
દૈનિક મૂળ વેતન 462 રૂપિયા
   
વર્ગ અર્ધ કુશળ
ઝોન 2
દૈનિક મૂળ વેતન 452 રૂપિયા
   
વર્ગ બિન કુશળ
ઝોન 2
દૈનિક મૂળ વેતન 441 રૂપિયા

ઝોન-1 અને ઝોન-2 ને સમજો
ઝોન 1 માં મહાપાલિકા, નગરપાલિકા અને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીનો વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.  જ્યારે ઝોન-2 માં એવા વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે ઝોન-1માં જે સમાવિષ્ટ ન હોય તેવા રાજ્યના તમામ વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કુશળ કર્મચારીને ક્યા લાભ મળશે? 

મૂળ પગાર 474 રૂપિયા
PF 61.62 રૂપિયા
ESIC 15.40 રૂપિયા
બોનસ 39.48 રૂપિયા

 અર્ધ કુશળ કર્મચારીને ક્યા લાભ મળશે?

મૂળ પગાર 462 રૂપિયા
PF 60.06 રૂપિયા
ESIC 15.01 રૂપિયા
બોનસ 38.48 રૂપિયા

બિન કુશળ કર્મચારીને ક્યા લાભ મળશે?

મૂળ પગાર 452 રૂપિયા
PF 58.76 રૂપિયા
ESIC 14.69 રૂપિયા
બોનસ 37.65 રૂપિયા

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ