બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / ભારત / Politics / Commenting on Kejriwal, Germany took a back hand from India

દિલ્હી / કેજરીવાલ પર ટિપ્પણી કરવી જર્મનીને પડી ભારે, ભારતે લીધું આડે હાથ, કહ્યું 'આ હસ્તક્ષેપ...'

Priyakant

Last Updated: 03:20 PM, 23 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Latest News: ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણીઓને ટાંકીને કેન્દ્ર સરકારે શનિવારે જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ જ્યોર્જ એન્ઝવેઈલરને સમન્સ પાઠવ્યું

Delhi News : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ દેશભરમાં રાજકારણ ગરમાયું છે. આ બધાની વચ્ચે કેજરીવાલની ધરપકડને લઈ જર્મનીના વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતની આંતરિક બાબતો પર તેમની ટિપ્પણીઓને ટાંકીને કેન્દ્ર સરકારે શનિવારે જર્મન એમ્બેસીના ડેપ્યુટી હેડ જ્યોર્જ એન્ઝવેઈલરને સમન્સ પાઠવ્યું હતું. જે બાદ જ્યોર્જ એન્ઝવેઈલર શનિવારે વિદેશ મંત્રાલયના અધિકારીઓને મળ્યા હતા.  સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રાલયે જર્મનીના રાજદૂત જ્યોર્જ એન્ઝવેઈલર સમક્ષ ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી સામે જોરદાર વિરોધ નોંધાવ્યો છે.  

અમારી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ: વિદેશ મંત્રાલય
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, આજે નવી દિલ્હીમાં જર્મન મિશનના ડેપ્યુટી ચીફને તેમના વિદેશ મંત્રાલય દ્વારા અમારી આંતરિક બાબતો પર કરવામાં આવેલી ટિપ્પણી સામે ભારતનો સખત વિરોધ વ્યક્ત કરવા માટે બોલાવવામાં આવ્યા છે. અમે આવી ટિપ્પણીઓને અમારી ન્યાયિક પ્રક્રિયામાં હસ્તક્ષેપ અને ન્યાયતંત્રની સ્વતંત્રતાને ક્ષીણ કરનારી ગણીએ છીએ. ભારત કાયદાના શાસન સાથે જીવંત અને મજબૂત લોકશાહી છે. જેમ ભારતમાં અને અન્ય લોકતાંત્રિક દેશોમાં કાયદો પોતાનો માર્ગ અપનાવે છે તેમ આ કેસમાં પણ કાયદો તેનો માર્ગ અપનાવશે. આ બાબતે પક્ષપાતી ધારણાઓ કરવી અયોગ્ય છે.

જર્મનીના વિદેશ મંત્રાલયે કરી હતી ટિપ્પણી  
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગુરુવારે મોડી રાત્રે દિલ્હી લિકર પોલિસીના સંબંધમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ પર ટિપ્પણી કરતા જર્મનીના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, અમે તેની નોંધ લીધી છે. ભારત એક લોકશાહી દેશ છે. અમે આશા રાખીએ છીએ કે ન્યાયતંત્રની સ્વતંત્રતા અને મૂળભૂત લોકતાંત્રિક સિદ્ધાંતો સંબંધિત તમામ ધોરણો આ કેસમાં પણ લાગુ કરવામાં આવશે. કેજરીવાલને ન્યાયી સુનાવણીનો સંપૂર્ણ અધિકાર છે.

જર્મન વિદેશ મંત્રાલયે વધુમાં કહ્યું હતું કે, અન્ય આરોપોનો સામનો કરી રહેલા અન્ય વ્યક્તિઓની જેમ કેજરીવાલ પણ ન્યાયી ટ્રાયલ માટે હકદાર છે. તેમને કોઈપણ પ્રતિબંધ વિના તમામ કાનૂની માર્ગો પર આગળ વધવાનો અધિકાર છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે, નિર્દોષતાની ધારણા છે. કાયદાના શાસનનું મુખ્ય તત્વ અને તે આ કિસ્સામાં પણ લાગુ થવું જોઈએ.

વધુ વાંચો: 'બે જ મહિનાની અંદર....', રેશન કાર્ડને લઇ સુપ્રીમ કોર્ટનો તમામ રાજ્યોને નિર્દેશ

28 માર્ચ સુધી ED રિમાન્ડ પર કેજરીવાલ 
રાઉઝ એવન્યુ કોર્ટે CM અરવિંદ કેજરીવાલને 28 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી દીધા છે. EDએ કેજરીવાલને કોર્ટમાં રજૂ કરીને દસ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ કોર્ટે તપાસ એજન્સીને છ દિવસના રિમાન્ડ આપ્યા છે. હવે તેને 28 માર્ચે બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાંથી 6 દિવસના ED રિમાન્ડ મળ્યા બાદ CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું રાજીનામું નહીં આપું, હું સ્વસ્થ છું અને જેલમાંથી જ સરકાર ચલાવીશ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ