બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ગુજરાત / અમદાવાદ / Coming to Ahmedabad on a plane, using an expensive phone like an iPhone...: You will be shocked to know about these rice thieves.

ધરપકડ / પ્લેનમાં બેસી અમદાવાદ આવવાનું, iPhone જેવા મોંઘા ફોન પર જ હાથ ફેરવવાનો...: આ રઇસ ચોરો વિશે જાણી ચોંકી જશો

Vishal Khamar

Last Updated: 04:40 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડની મોબાઇલ ચોર ગેંગના બે આરોપીને પોલીસે ઝડપાયા,ફ્લાઈટમાં બેસી ગેંગ મોબાઇલ ચોરી કરવા જતી હતી.દેશના અનેક રાજ્યોમાં મોબાઈલ ચોરી કરી એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ફોન વેચતા હતા.

  • ઝારખંડની મોબાઈલ ચોર ગેંગ સકંજામાં 
  • વિમાનમાં બેસી ચોરી કરવા જતી ચોર ગેંગ
  • ભીડભાડવાળી જગ્યાએ આપતા ચોરીને અંજામ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સહિત અનેક વિસ્તારોમાં આઈફોન સહિતના અનેક મોબાઈલની ચોરીઓ થઈ હતી. આ મામલે પોલીસ મોબાઈલ ચોર ટોળકીની શોધખોળ કરી રહી હતી. મોબાઈલ ચોરી કરતી ટોળકી અમદાવાદ કે ગુજરાતની નહીં પણ ઝારખંડની હોવાની માહિતી પોલીસને મળી હતી. કાલુપુર પોલીસને બાતમી મળી કે, મોબાઈલ ચોરના ઝારખંડની ગેંગના બે શખ્સો કાલુપુર રેલવે સ્ટેશ પાસે ફરી રહ્યા છે. પોલીસની ટીમ તાત્કાલિક રેલવે સ્ટેશન પહોંચી. આરોપીઓ શહેર છોડી ભાગે તે પહેલા રોહિત કુમાર અને વિષ્ણુ મહતોને પકડી લેવામાં આવ્યા.

આરોપીઓ આઈફોન ચોરી કરવા માટે એક શહેરથી બીજા શહેર પ્લેનમાં જતા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓ ખાસ કરીને આઈફોનની ચોરી વધુ કરતા હતા. મૂળ ઝારખંડની આ ગેંગમાં કુલ ચાર આરોપીઓ છે. ચારેય આરોપીઓ આઈફોનની ચોરી કરી તેને વેચવામાં માહેર છે. ચોરી કરવા માટે આરોપીઓ એક શહેરથી બીજા શહેર જવા માટે પ્લેનમાં બેસતા હતા. આરોપીઓ ભીડભાડવાળી જગ્યાએથી મોબાઈલની ચોરી કરતા હતા. આ માટે અમદાવાદનું મોદી સ્ટેડિયમ, બેંગલુરુનું સ્ટેડિયમમાં ક્રિકેટ જોવાના બહાને જતાં અને ત્યાં ક્રિકેટ જોવા આવેલા લોકોના મોબાઈલની ચોરી કરતા હતા. આ સિવાય, આરોપીઓ બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન જેવી જગ્યાએ આવતા-જતા લોકોના મોબાઈલની ચોરી કરતા હતા.

આરોપીઓ ફોનને એજન્ટ મારફતે પશ્રિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ફોન વેચતા

આઈફોન ચોર્યા બાદ આરોપીઓ કંપનીમાંથી કસ્ટમરનો નંબર મેળવી લેતા હતા. ત્યારબાદ, કસ્ટમરને ફોન કરી પોતે કંપનીમાંથી બોલતા હોવાનું કહેતા. તમારો ફોન ડિટેક્ટ થયો હોવાનું કહી તેનો આઈડી-પાસવર્ડ માંગતા હતા. આઈડી-પાસવર્ડ મળી જતા ફોન રિસેટ કરી બારોબાર વેચી મારતા હતા. ઝારખંડની ચોર ગેંગ 60 મોબાઈલની ચોરીનો ટાર્ગેટ રાખતા હતા. 10 દિવસ અગાઉ આરોપીઓ અમદાવાદ આવ્યા હતા. 47 જેટલા ફોન ચોરીને ભાગવાની ફિરાકમાં હતા. આરોપીઓએ અમદાવાદ, પાટણ, મહેસાણા, વડોદરા, કલોલ, પાટણ સહિતના શહેરોમાં મોબાઈલ ચોર્યાનું ખુલ્યું છે. આરોપીઓ એજન્ટ મારફતે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ફોન વેચતા હતા.

સુશીલ અગ્રવાલ (DCP ઝોન-3)

પોલીસે મોબાઈલ ચોરી ગેંગનાં બે આરોપીઓ ભાગે તે પહેલા ઝડપી પાડ્યા

મોબાઈલ ચોરી ગેંગ માં ચાર લોકો સામેલ છે જેમાં બે ને ઝડપી લેવામાં આવ્યા છે જ્યારે પપ્પુ મહંતો, અને રાહુલ મહંતો હજુ પણ પોલીસ ગીરફ્તથી દૂર છે.. આ મામલે સમગ્ર મોબાઈલ ચોરી ગેંગ દ્વારા અત્યાર સુધીમાં કેટલા ફોન ચોર્યા અને હજુ કેટલા શકશો તેમની સાથે સંકડયેલ છે તેની તપાસ પોલીસે હાથ ધરી છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ