બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / Cold flashes will reduce, IMD predicts for the next 5 days

વાતાવરણ / પશ્ચિમી વિક્ષોભ વરસાદ લાવશે.! ઠંડીનો ચમકારો ઘટશે, IMDએ આગામી 5 દિવસની આગાહી કરી જાહેર

Priyakant

Last Updated: 07:42 AM, 20 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલય સુધી પહોંચવાની સંભાવના, 20-22 જાન્યુઆરીની વચ્ચે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે

  • કડકડતી વચ્ચે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની આગાહી 
  • ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ઘટવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો
  • 20-22 જાન્યુઆરી વચ્ચે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હીમાં હળવા વરસાદની આગાહી 

કડકડતી વચ્ચે આગામી દિવસોમાં ઠંડીમાં ઘટાડો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું ઘટવાને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. ગુરુવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી હતું. તો 20 જાન્યુઆરીની રાત્રે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) હિમાલય સુધી પહોંચવાની સંભાવના છે, જેના કારણે 20-22 જાન્યુઆરી વચ્ચે પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં હળવો વરસાદ થઈ શકે છે.

લઘુત્તમ તાપમાન 2-5 ડિગ્રી સેલ્સિયસ
ઉત્તર મધ્યપ્રદેશ અને હરિયાણા અને પૂર્વ ઉત્તરપ્રદેશના અલગ-અલગ ભાગોમાં લઘુત્તમ તાપમાન 2-5 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં છે. શુક્રવાર (જાન્યુઆરી 20) સુધીમાં ઉત્તર-પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં લઘુત્તમ તાપમાન લગભગ 2 ડિગ્રી સેલ્સિયસ વધવાની સંભાવના છે અને ત્યારબાદ અઠવાડિયાના પછીના દિવસોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ઠંડીથી લોકોને રાહત મળશે. 

ફાઇલ તસવીર 

અહી વરસાદની આગાહી
અન્ય સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે. તે 23 થી 25 જાન્યુઆરી દરમિયાન હિમાલયના પ્રદેશમાં પહોંચવાની આશા છે. જેના કારણે 23-26 જાન્યુઆરી વચ્ચે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે. 23 અને 24 જાન્યુઆરીએ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં છૂટાછવાયા કરા પડવાની પણ શક્યતા છે.

ફાઇલ તસવીર 

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (પશ્ચિમી વિક્ષોભ) સક્રિય થવાને કારણે મેદાની વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. પંજાબના કેટલાક વિસ્તારોમાં 22 જાન્યુઆરીએ હળવો વરસાદ જ્યારે 23 જાન્યુઆરીએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 24 અને 25 જાન્યુઆરીએ પણ વરસાદની સંભાવના છે. 22 જાન્યુઆરીએ દિલ્હી, ચંદીગઢ અને હરિયાણામાં વરસાદ પડી શકે છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાં 23 જાન્યુઆરીએ જ્યારે મોટાભાગના વિસ્તારોમાં 24 જાન્યુઆરીએ વરસાદ પડશે. પૂર્વી ઉત્તર પ્રદેશમાં 24 અને 25 જાન્યુઆરીએ વરસાદ પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ