બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CM Bhupendra Patel today visited Kutch worst affected by lumpy virus

સમીક્ષા / CM ભૂપેન્દ્ર પટેલ આજે લમ્પી વાયરસથી સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છની મુલાકાતે, રસીકરણ અને પશુની સારવાર કામગીરીનું કરશે નિરીક્ષણ

Vishnu

Last Updated: 11:59 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 જિલ્લાના 1935 ગામડામાં લમ્પી વાયરસે પશુઓને ભરડામાં લીધા, કુલ 54161 પશુઓને આ વાયરસની અસર થઈ સૌથી વધુ કચ્છ જિલ્લામાં ફૂંફાડો

  • રાજ્યમાં લમ્પી વાયરસને કારણે હાહાકાર
  • કચ્છમાં સૌથી વધુ પશુધન અસરગ્રસ્ત થયા
  • CM ભૂપેન્દ્ર પટેલ કચ્છ જઈ કામગીરીનું નિરીક્ષણ કરશે

ગુજરાતમાં લમ્પી વાયરસના કારણે અબોલ જીવ પર અણધારી આફત આવી ચડી છે. પશુઓના ટપાટપ મોત થતાં સ્થિતિને કાબૂમાં લેવાના પ્રત્યનો અંગે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલે પ્રેસ યોજી માહિતી આપી હતી. મંત્રીએ જણાવ્યું કે રાજ્યના 20 જિલ્લાના 1935 ગામોમાં લમ્પી વાયરસ દેખાયો છે. આ વાયરસના ભરડામાં અત્યારે સુધી 1431 પશુઓ મોતને ભેટયા છે. ગુજરાતમાં 54161 પશુઓમાં લમ્પી વાયરસે દેખાડો દીધો છે. રાજ્યમાં કુલ 8.17 લાખ પશુઓમાં વેક્સિનેશન થયુ છે જ્યારે સૌથી વધુ કચ્છમાં 37414 પશુઓ વારયસ ગ્રસ્ત થતાં પશુપાલકોમાં હાહાકાર મચ્યો છે. 

CM ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છ જિલ્લાની મુલાકાત લેશે
ત્યારે રાજ્યમાં લમ્પી વાયરસના પ્રકોપને જોતાં સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે મંગળવારે સૌથી વધુ અસરગ્રસ્ત કચ્છ જિલ્લાની મુલાકાત લેશે. કચ્છ જિલ્લા તંત્રના અધિકારીઑ સાથે બેઠક યોજી જરૂરી દિશા નિર્દેશ આપશે.આઇસોલેશન સેન્ટર, વેક્સિનેશન સેન્ટરની પણ મુલાકાત કરશે.પશુધનની સારવાર કામગીરીનું નિરીક્ષણ પણ કરશે. આવતા ગુરુવારે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કચ્છની મુલાકાત લઈ રહ્યા છે. 

14 જિલ્લામાં પશુની હેરફેર માટે અને મેળાના આયોજન પર રોક
રાજ્યમાં રોગને નાબૂત કરવા માટે સરકાર દ્વારા પશુપાલકોને તાત્કાલિક સારવાર, અસરગ્રસ્તને, અન્ય માહિતી માટે ફ્રી 1962 હેલ્પલાઇન શરૂ કરી તેમાં 8 દિવસમાં 21026 જેટલા દરજજો 2100થી વધુ કોલ મળી રહ્યા છે.14 જિલ્લાઓમાં પશુઓની હેરફેર અને મેળા માટે પ્રતિબંધ કરતું 26 જુલાઇએ જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. વેક્સિન માટેના 7 લાખ ડોઝ ઉપલબ્ધ છે, 332 આઉટ સોર્સિંગ ડોક્ટર ફરજ બજાવી રહ્યાં છે. પશુ ડોક્ટરને મોબાઇલ વાન પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.  દૂધ ઉત્પાદક સંઘો અને સેવાકીય સંસ્થાઓ પણ મદદ કરી રહ્યાં છે.  કામધેનુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સની રચના કરી  પાંચ સભ્યની નિમણૂંક કરવામાં આવી છે

 

લમ્પી વાયરસને અટકાવવા શુ કરવું ? 
પશુપાલકોને તકેદારી સાથે સતર્ક રહેવા અંગે અપીલ કરતાં જણાવ્યું હતું કે, જો કોઈ પશુઓમાં આ રોગના લક્ષણો જણાય તો પશુપાલકોએ એનિમલ હેલ્પલાઈન નં. ૧૯૬૨ પર ફોન કરવો તથા નજીકના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કરવો, જેથી સમયસર સારવાર અને રસીકરણ કરી અન્ય પશુંઓમાં આ રોગ ફેલાતો અટકાવી શકાય છે અને આ રોગ પર નિયંત્રણ મેળવી શકાય છે.પશુપાલકોએ સ્થાનિક પશુચિકિત્સા અધિકારીના સૂચન મુજબ રોગીષ્ઠ પશુને સૌ પ્રથમ બીજા તંદુરસ્ત પશુઓથી અલગ કરવુ તથા તેના ખોરાક, પાણી અને માવજત અલગથી કરવી, રોગગ્રસ્ત વિસ્તારમાંથી પશુનું સ્થાળાંતર બંધ કરવું, પશુઓના રહેઠાણની જગ્યાએ સ્વચ્છતા રાખવી, પશુ ચિકિત્સા અધિકારીની સલાહ મુજબ યોગ્ય દવાઓ દ્વારા માખી, મચ્છર અને ઇતરડીના ઉપદ્રવનો અટકાવ કરવો, જેથી આ રોગનું સંક્રમણ અટકાવી શકાય. 

શું છે લમ્પી વાયરસના લક્ષણો?
અત્રે ઉલ્લેખનીય છે કે, લમ્પી સ્કીન ડિસીઝ એક વાયરસ જન્ય રોગ છે, જેનો ફેલાવો મચ્છર, માખી, જૂ, ઇતરડી વગેરે દ્વારા તથા રોગિષ્ઠ પશુ સાથે સીધો સંપર્ક, દૂષિત ખોરાક અને પાણીથી પણ ફેલાય છે. પશુઓમાં સામાન્ય તાવ, આંખ-નાકમાંથી પ્રવાહી આવવું, મોઢામાંથી લાળ પડવી, આખા શરીરે ગાંઠો જેવા નરમ ફોલ્લા થવા, પશુનું દૂધ ઉત્પાદન ઘટવું તથા ખાવાનુ બંધ કરવું કે ખાવામાં તકલીફ પડવી વગેરે આ રોગના લક્ષણો છે. અમુક સંજોગોમાં ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક મૃત્યુ પણ પામે છે. 

ફરજિયાત દૂધને ગરમ કરવું  જોઇએ
લમ્પી વાયરસે કહેર વર્તાવતા હવે દૂધ ઉપયોગમાં લેવાય કે નહીં તે અંગે લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જેના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આવા પશુના દૂધનો ઉપયોગ કરવાથી મનુષ્યમાં લમ્પી વાયરસ ફેલાતો નથી. જોકે દૂધ ઉકાળીને જ ઉપયોગમાં લેવું જોઇએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું હતું. સામાન્ય રીતે આપણા ત્યાં બે પ્રકારના દૂધ આવતા હોય છે એક પ્લાસ્ટિકના પાઉચમાં પેક્ડ દૂધ. અને બીજુ પશુપાલકો પાસેથી સીધું ખરીદેલું દૂધ. ડેરીનું દૂધ પેશ્ચુરાઈઝષડ હોય છે. જેથી તેમાં જીવાણુ નાશ પામે છે. પણ છૂટક ખરીદેલું દૂધ સીધું ન પીવું જોઈએ. જેને ફરજિયાત દૂધને ગરમ કરવું અને ત્યાર બાદ જ તેનો ઉપયોગ કરવો જોઈએ.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ