બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / CM ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી રી ડેવલપમેન્ટ માટે 1200 કરોડ કર્યા મંજૂર, કેશ ડોલ આપવા આદેશ
Last Updated: 10:44 PM, 29 August 2024
મુખ્યમંત્રીની બેઠક બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ નિવેદન જાહેર કર્યુ હતું. જેમાં વડોદરાના નાગરિકો માટે જિલ્લા કલેકટર ખાતે બેઠક કરી હતી. જેમાં મુખ્યમંત્રી પાસે શહેરીજનો માટે વિશ્વામિત્રી રી ડેવલોપમેન્ટ માટેની પરવાનગી માંગવામાં આવી હતી.
ADVERTISEMENT
મુખ્યમંત્રીએ વડોદરાના નાગરિકો માટે પ્રોજેક્ટની સૈધાંતિક મંજૂરી આપી હતી. જેમાં મુખ્યમંત્રીએ 1200 કરોડની સૈધાંતિક મંજૂરી આપી હતી. વિશ્વામિત્રી નદી, ડેમના પાણીને લઈ નિર્ણય લેવાયો હતો.
ADVERTISEMENT
ઉપરાંત મુખ્યમંત્રીએ વધુ ટીમો બનાવી કેશ ડોલ આપવા કલેકટરને સૂચના આપી હતી. જેમાં આજરોજ રાશનની 35000 કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતુ. ઉપરાંત નુકશાનના સર્વે માટે વધુ 400 લોકોને ટીમમાં જોડવામાં આવ્યા હતા.
ત્યારે અમદાવાદ, સુરત અને આસપાસથી સફાઈ માટે કર્મચારીઓ વડોદરા પહોંચશે. જેઓ વડોદરામાં સાફસફાઇની કામગીરીમાં જોડાશે.
આપત્તિગ્રસ્તોના ક્ષેમકુશળ પૂછ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરાની મુલાકાત લઇ ભારે વરસાદને કારણે ઉભી થયેલી સ્થિતિ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત કાર્યોની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી. ભારે વરસાદ બાદ વિશ્વામિત્રી નદીના પૂર વડોદરા શહેરમાં ફરી વળવાથી સર્જાયેલી સ્થિતિથી અસરગ્રસ્ત લોકો માટે કરાયેલી વ્યવસ્થાઓનું આશ્રય સ્થાન ઉપર જઇ નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યાં તેમણે આપત્તિગ્રસ્તોના ક્ષેમકુશળ પણ પૂછ્યા હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેરમાં પૂરના પાણી આવવાના કારણે ફસાયેલા લોકોને બચાવવા માટે ઘનિષ્ઠ ઓપરેશન્સ ચલાવી શહેરીજનોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હવે પૂર બાદની સ્થિત ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરવાનું છે. વડોદરા શહેર તથા જિલ્લામાં સ્વચ્છતા, આરોગ્ય, વીજળી અને માર્ગોના કામોને અગ્રતા આપવા સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ આ બેઠકમાં સૂચના આપી હતી.
૧૦ ટીમ હેલ્થ સ્ક્રીનીંગ
તેમણે જણાવ્યું કે વડોદરામાં સફાઇ કામગીરી કરવા માટે અન્ય મહાનગરપાલિકાઓમાંથી ટીમો ફાળવવામાં આવી છે. જરૂરત મુજબના સાધનો એકત્ર કરી સફાઇ કામગીરીમાં તીવ્રતા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી તમામ સહાય મોકલવામાં આવી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર અને જિલ્લામાં ૧૪૦૦ જેટલા આરોગ્ય કર્મીઓ સાથે બહારના જિલ્લાની ૧૦ ટીમ હેલ્થ સ્ક્રીનીંગ માટે વડોદરા મોકલવામાં આવી છે. આ ટીમો દ્વારા સઘન સર્વેલેન્સની કામગીરી ઉપરાંત ફોગિંગ, ક્લોરીનેશનની પણ કામગીરી કરવામાં આવી રહી છે.
તેમણે ઉમેર્યું હતું કે વડોદરા શહેર અને જિલ્લામાં અસરગ્રસ્ત પરિવારોને કેશ ડોલ્સ ચુકવણી ,ઘરવખરી, મકાન નુકસાનીના સર્વે માટે ૯૦ ટીમો કાર્યરત કરવામાં આવી છે.આ ઉપરાંત કૃષિ પાકોની નુકસાનીના સર્વે માટે ૫૨ (બાવન) ટીમો કાર્યરત છે. ભારે વરસાદને કારણે વડોદરા શહેર જિલ્લામાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો.જે ઝડપભેર પૂર્વવત કરવામાં આવી રહ્યો છે તેમ મુખ્ય મંત્રી્રીએ ઉમેર્યું હતું.
આર્મીની ત્રણ કોલમ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં પૂર અસરગ્રસ્તોને ૨.૭૪ લાખ ફૂડ પેકેટ તેમજ ૧.૦૭ લાખ પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું છે.હજુ પણ તબક્કાવાર રાહત સામગ્રી જરૂરતમંદો સુધી પહોંચાડવામાં આવશે તેમ મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડોદરા શહેર જિલ્લામાં પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવ કામગીરી માટે ત્વરિત નિર્ણય લઈ આર્મીની ત્રણ કોલમ મોકલવામાં આવી હતી.
અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા
આ બેઠકમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ, મુખ્ય સચિવ રાજકુમાર, સાંસદ હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો સર્વ યોગેશભાઈ પટેલ, મનિષાબેન વકીલ, કેયુરભાઈ રોકડિયા, ચૈતન્ય દેસાઈ,પ્રભારી સચિવશ્રી વિનોદ રાવ, મુખ્ય મંત્રીના ઓ.એસ. ડી અતુલ ગોર, મ્યુનિ.કમિશનર દિલીપ રાણા, કલેકટર બીજલ શાહ, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પદાધિકારીઓ, અધિકારીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુ વાંચો : ગુજરાતમાં વરસાદથી અનેક ડેમ ઓવરફ્લો, નદીઓ બે કાંઠે વહી, જુઓ શાનદાર તસવીરો
ઉપરાંત કલેકટર, પોલીસ કમિશનર, DDO ને પણ ભારે વરસાદના કારણે થયેલ નુકશાનીને લઇ સૂચના આપવામાં આવી હતી. જેમાં દુકાન, ઘર, બાઈક કે કારમાં નુકશાન થાય તેમને ઇનસ્યોરસ ઝડપથી મળી શકે તે માટે સૂચના આપવામાં આવી હતી. ત્યારે વડોદરાવાસીઓને નુકશાનીનો સર્વે થયા બાદ સહાય મળશે તેમ જણાવવામાં આવ્યુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.