બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / Clashes broke out between security forces and Naxalites three Naxalites were killed

સફળતા / મહારાષ્ટ્રના જંગલમાં સુરક્ષા દળોએ હણી નાખ્યાં 3 મોટા નકસલીઓને, માથા પર હતું લાખોનું ઈનામ

Kishor

Last Updated: 11:22 PM, 30 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગઢચિરોલીના અહેરી વિસ્તારમાં સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં ત્રણ નક્સલીઓને ઠાર કરાયા હતા.

  • ગઢચિરોલીમા સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ
  • જંગલ વિસ્તારમાંથી ત્રણ નકલવાદીઓના મૃતદેહ મળ્યા
  • મોટાપાયે હથિયારો પણ ઝડપાયા

મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં આજે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. બાદમાં જંગલ વિસ્તારમાંથી ત્રણ નકલવાદીઓના મૃતદેહ મળી આવ્યા હતા. વધુમાં મોટી સંખ્યામાં હથિયારો પણ ઝડપાયા હતા. મહત્વનું છે આ ઓપરેશન દરમિયાન નકસલવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. જે બાદ જવાનો દ્વારા વળતા જવાબમાં ગોળીબાર કરાયો હતો. જેને લઈને ત્રણ નક્સલીઓને ઠાર કરવામાં આવ્યા છે. મોતને ઘાટ ઉતારી દેવામાં આવેલા નકસલવાદીઓ પર 38 લાખનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. આ એકાઉન્ટર ગઢચિરોલીના અહેરી વિસ્તારમાં થયું હોવાનું સામે આવ્યું છે.

સાંજના સમયગાળા દરમિયાન એન્કાઉન્ટર 

 

ગઢચીરોલી જિલ્લાના ડીઆઇજી સંદીપ પાટીલે આ મામલે જણાવ્યું કે અહેરી તહસીલના મન્ને સાજારામમાં પોલીસ અને નક્સલવાદીઓની અથડામણ થઈ હતી જે દરમિયાન સુરક્ષા જવાનોએ ત્રણ નકલવાદીઓને મોતને ઘાટ ઉતારી દીધા છે. આજે (તા. 30 એપ્રિલ) લગભગ સાંજે છ વાગ્યે દરમિયાન આ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. બાદમાં પોલીસે નક્સલવાદીઓના મૃતદેહને કબ્જે કરી હથિયારો પણ કબ્જે કર્યા હતા.

3 નકસલીઓ માર્યા ગયા
આ અંગે પોલીસના જણાવ્યા અનુસાર ભૂતકાળમાં છત્તીસગઢના દંતેવાડામાં નક્સલી હુમલાની ઘટના સામે આવી હતી. બાદ મહારાષ્ટ્ર બોર્ડર પર કમાન્ડો અને સ્થાનિક પોલીસ એલર્ટ પર છે. ત્યારે ઘર્ષણ દરમિયાન 3 નકસલીઓ માર્યા ગયા છે. જોકે બાકીના નક્સલવાદીઓ અંધારાનો લાભ લઈને નાશી છૂટયા હતા. જો કે પોલીસ દ્વારા હજુ પણ જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ