બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદના રાણીપમાં કરશે મતદાન, રાણીપ નિશાન સ્કૂલમાં PM મોદી કરશે મતદાન, 7 વાગ્યે PM મોદી રાજભવનથી નીકળશે, સવારે 7.30 વાગ્યે PM મોદી મતાધિકારનો કરશે ઉપયોગ, મતદાન બાદ PM મોદી ઈંદોર જવા માટે થશે રવાના

logo

Lok Sabha Elections 2024: આજે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન

logo

ગુજરાત લોકસભા મતદાન 2024: 4 કરોડ 97 લાખ 68 હજાર લોકો મતાધિકારનો કરશે ઉપયોગ, 2.56 કરોડ પુરુષ અને 2.41 કરોડ મહિલાઓ કરશે મતદાન, 12 લાખથી વધુ યુવાનો પ્રથમ વખત કરવાના છે મતદાન, 50 હજાર 960 EVM અને 49 હજાર 140 VVPAT મશીનનો ઉપયોગ

logo

લોકસભા ચૂંટણી માટે ગુજરાતની 25 બેઠક પર આજે મતદાન, 266 ઉમેદવારો છે મેદાને, સૌથી વધુ અમદાવાદ પૂર્વ બેઠક પર 18 ઉમેદવારો છે મેદાને, સૌથી ઓછા બારડોલી બેઠક પર માત્ર 3 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી, સવારે 7 વાગ્યાથી મતદાનથી થશે શરૂઆત

logo

જામનગરના ધ્રોલ તાલુકામાં કુમાર છાત્રાલયની ઈમારત ધરાશાયી થતા 2 બાળક દટાયા, ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે, બંને બાળકોને બહાર કાઢવા ટીમ લાગી કામે

logo

અમિત જેઠવા મર્ડર કેસના આરોપીઓ નિર્દોષ છૂટયા, HCનો ચુકાદો તપાસ એજન્સી આરોપ પુરવારમાં નિષ્ફળ ગઇ, પહેલા CBI કોર્ટે ભૂતપૂર્વ દિનુ બોઘા સહિત અન્ય આરોપીઓને કરી હતી આજીવન કેદની સજા, 20 જુલાઇ 2010ના હાઇકોર્ટની સામે જેઠવાની થઇ હતી હત્યા

logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Clashes between Pierre-in-laws in Ahmedabad: They break into husband's house with sticks, wife accuses of dowry and act

ધરપકડ / અમદાવાદમાં પિયર-સાસરિયા પક્ષ વચ્ચે મારામારી: લાકડીઓ લઇ પતિના ઘરે તૂટી પડ્યાં, પત્નીએ લગાવ્યા દહેજ અને સૃષ્ટિ વિરુદ્ધ કૃત્યના આક્ષેપ

Vishal Khamar

Last Updated: 07:11 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દહેજ ભુખ્ય પતિ દ્વારા પત્નિ પાસે અવાર નવાર દહેજની માંગણી કરતા પત્નિ રિસાઈને પિયર જતી રહી હતી. જે બાદ મહિલાએ મહિલા પતિ વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે પતિની ધરપકડ કરી હતી.

  • પરણીતા પાસે અવાર નવાર દહેજની માંગણી કરી માર માર્યો
  • અવાર નવાર થતા ઝઘડાથી કંટાળી પત્નિ પિયર જતી રહી હતી
  • પરણીતાએ તેનાં પતિ વિરૂદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

અમદાવાદમાં 100 તોલા દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ. મહિલા પોલીસે આરોપી પતિની કરી ધરપકડ. પરણીતાના પિયર પક્ષે પતિના ઘર પર હુમલો કર્યો. જેનો વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે નોંધી ફરિયાદ. પતિ પત્નીના ઘર કંકાસમાંના વિવાદ વચ્ચે પોલીસ પર થયા આક્ષેપ.

પિયર પક્ષનાં લોકોએ યુવકનાં ઘર પર લાકડીઓ સાથે હલ્લાબોલ કર્યો

પતિ સાથે ઝઘડો થતા પત્નિ રિસાઈને પિયર પહોંચી
અમદાવાદના મહિલા પોલીસ સ્ટેશનમાં પતિ પત્ની વચ્ચેના ઘર કંકાસએ વિવાદ ઉભો કર્યો. પત્નીએ પતિ વિરુદ્ધ 100 તોલા સોના ની દહેજ અને સુષ્ટિ વિરુદ્ધના કૃત્યનો ગંભીર આક્ષેપ કરીને ફરિયાદ નોંધાવી. ત્યારે બીજી તરફ રાણીપ વિસ્તારમાં લાકડીઓ સાથે આવેલા શખ્સોએ મહિલાના સાસરીમાં હુમલો કર્યો. અને વિડિઓ વાયરલ થતા રાણીપ પોલીસે ફરિયાદ નોંધી. ઘટનાની વાત કરીએ તો પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આરોપી પતિએ પોતાની પત્ની સાથે ઝઘડો કરતા તેને માર માર્યો. અને પત્ની રિસાઈને પિયર પહોંચી ગઈ હતી. દીકરીની હાલત જોઈને પિયર પક્ષ લાકડીઓ સાથે સાસરી પક્ષમાં પહોંચી ગયા અને હુમલો કરી દીધો. જેમાં સસરા ઇજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જયારે પરિણીતાએ પતિ અને સસરા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ.

પોલીસ સામે થયા આક્ષેપો
15 વર્ષના લગ્ન જીવનને ઘર કંકાસ ભડખી ગયું. પરંતુ આ વિવાદ અને ઝઘડા વચ્ચે મહિલા પોલીસ પર પણ આક્ષેપો થઈ રહ્યા છે. પતિ પત્નીના ઝઘડામાં અરજી કરીને સમાધાન કરાવનાર મહિલા પોલીસે આ કેસમાં અરજી લીધા બાદ બીજા દિવસે પોલીસ ફરિયાદ નોંધી.  સામાન્ય રીતે ફરિયાદ બાબતે આનાકાની કરતી મહિલા પોલીસે આ કેસમાં તપાસ વગર ખોટી  ફરિયાદ નોંધી તેવા આક્ષેપો થઈ રહ્યા છે.

મહિલા પોલીસ સ્ટેશન

સસરા પણ અવાર નવાર પરણીતાના મહેણાં ટોણા મારતા
જ્યારે બીજી તરફ પરણીતાં આક્ષેપો કર્યા તેનો પતિ 100 તોલા દહેજની માંગ કરીને માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ સુષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરીને હેરાન કરતો હતો. સાથે સસરા પણ વંશ વધારવા પુત્ર માટે મહેણાં ટોણા મારતા હતા. આ ઉપરાંત પતિના પરિવારે આક્ષેપ કર્યો છે કે મહિલાના પિતા ગામના મોટા ભુવાજી છે. જેથી પોલીસમાં ખોટી ફરિયાદ કરીને પરેશાન કરે છે. જ્યારે મહિલા પોલીસની ભૂમિકા પણ શકાસ્પદ કેસમાં જોવા મળી છે..

પોલીસે ગણતરીના કલાકોમાં પતિની ધરપકડ કરી
પતિ પત્નીના ઝઘડાનો વિવાદ મહિલા પોલીસ સ્ટેશનમાં તો પહોંચ્યો. અને પોલીસે ગણતરીના કલાકોમાં પતિની ધરપકડ કરીને પોતાની સારી કામગીરી બતાવી. પરંતુ પારિવારિક વિવાદ વચ્ચે પોલીસની તપાસ અને ભૂમિકા પર સવાલ ઉભા થયા છે. 

પોલીસે આરોપી પતિની ધરપકડ કરી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ