બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ભારત / citizenship amendment act caa modi government caa notification pakistan afghanistan bangladesh hindu refugee

કાયદો / CAAનો અમલ: નાગરિકતામાંથી કેમ અન્ય દેશોના મુસ્લિમોને રખાયા બાકાત? દરેક સવાલના કારણ સહિત જવાબ

Dinesh

Last Updated: 07:29 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

citizenship amendment act: નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવતાની સાથે જ આ કાયદા દ્વારા 31 હજાર 313 લોકો નાગરિકતા મેળવવા માટે પાત્ર બનશે

આગામી લોકસભાની ચૂંટણી પહેલા CAAને લઈ કેન્દ્ર સરકારે મહત્વની જાહેરાત કરી છે. નાગરિકતા સંશોધન કાયદાને દેશ ભરમાં લાગુ કરી દીધો છે. CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત વેબ પોર્ટલ તૈયાર કર્યું છે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

6 લઘુમતીઓ નાગરિકતા અપાશે
જે લોકોના રજીસ્ટ્રેશન પછી સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે,વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની  કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન,પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા 6 લઘુમતીઓ હિન્દુ,ખ્રિસ્તી,શિખ,જૈન,બૌદ્ધ અને પારસીને ભારતની નાગરિકતા આપવાની જોગવાઇ કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.

મુસ્લિમો કેમ નહીં મળે નાગરિકતા ?
નાગરિકતા સંશોધન કાયદાના વિરોધનું આ સૌથી મોટું કારણ એક આ પણ છે. વિરોધ કરનારા લોકો આ કાયદાને મુસ્લિમ વિરોધી ગણાવે છે. તેમનું કહેવું છે કે જ્યારે નાગરિકતા આપવાની છે તો ધર્મના આધારે શા માટે આપવામાં આવી રહી છે? મુસ્લિમોને આમાં શા માટે સામેલ કરવામાં આવતા નથી?

જેના પર સરકારનો તર્ક છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ઇસ્લામિક દેશો છે અને અહીં ધર્મના આધારે બિન-મુસ્લિમો પર અત્યાચાર આચરવામાં આવે છે. જેના કારણથી બિન-મુસ્લિમો અહીંથી ભારતમાં ભાગી આવે છે. જેથી આમાં માત્ર બિન-મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ ભારતીય નાગરિકતા માટે ઓછામાં ઓછા 11 વર્ષ સુધી દેશમાં રહેવું જરૂરી છે. પરંતુ, નાગરિકતા સંશોધન કાયદા હેઠળ આ ત્રણ દેશોના બિન-મુસ્લિમોને 11 વર્ષની જગ્યાએ 6 વર્ષ રહેવા પછી જ નાગરિકતા આપવામાં આવશે. અન્ય દેશોના લોકોએ ભારતમાં 11 વર્ષ અહીં રહેવું પડશે જે પછી કોઈ પણ ધર્મનો હોય

કેટલા લોકોને નાગરિકતા મળશે? 
નાગરિકતા સંશોધન કાયદો અમલમાં આવતાની સાથે જ આ કાયદા દ્વારા 31 હજાર 313 લોકો નાગરિકતા મેળવવા માટે પાત્ર બનશે. જાન્યુઆરી 2019માં સંયુક્ત સંસદીય સમિતિએ આ બિલ પર પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો. આ સમિતિના અધ્યક્ષ ભાજપના રાજેન્દ્ર અગ્રવાલ હતા. આ કમિટીમાં IB અને RAWના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવનારા બિન-મુસ્લિમોની સંખ્યા 31,313 હતી. કાયદાના અમલ પછી તરત જ તેમને નાગરિકતા મળશે. આ લોકોમાં સૌથી વધુ 25 હજાર 447 લોકો હિન્દુ અને 5 હજાર 807 શીખ હતા. આ સિવાય બૌદ્ધ અને પારસી ધર્મના લોકોનો પણ સમાવેશ થાય છે. 

અત્યારે ભારતીય નાગરિકતાને લઇ શું સ્થિતિ છે?
9 રાજ્યમાં 30થી વધુ જિલ્લા મેજિસ્ટ્રેટ,ગૃહ સચિવ નિર્ણય લઇ શકે છે. ગૃહમંત્રાલયના રિપોર્ટ પ્રમાણે 1,417 વિદેશીઓને નાગરિકતા આપી છે. વર્ષ 2021-22ના વાર્ષિક રિપોર્ટ પ્રમાણે 1,417 લોકોને ભારતીય નાગરિકતા અપાઈ છે. બિન-મુસ્લિમ લઘુમતિઓને નાગરિકતા આપવામાં આવી છે.પાકિસ્તાન,બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમોને નાગરિકતા અપાઇ છે.

વાંચવા જેવું: PM મોદીનું એલાન: DRDOનું મિશન દિવ્યાસ્ત્ર સફળ, જાણો કેમ આ મિશન હતું ખાસ

આ 9 રાજ્યોમાં નાગરિકતા આપવામાં આવે છે ?
ગુજરાત
મહારાષ્ટ્ર
રાજસ્થાન
છત્તીસગઢ 
હરિયાણા
પંજાબ
મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ
દિલ્લી  

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ