બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / ભારત / બોલિવૂડ / CID fame actor Dinesh Phadnis passes away due to multiple organ failure, fellow actors in shock

દુઃખદ / સિનેમા જગતમાં શોકની લહેર: CID ફેમ એક્ટર દિનેશ ફડનીસનું નિધન, મલ્ટિપલ ઓર્ગન ફેલિયરના કારણે લીધા અંતિમ શ્વાસ, સાથી કલાકારો આઘાતમાં

Megha

Last Updated: 11:34 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CIDમાં ઈન્સ્પેક્ટર 'ફ્રેડરિક'ની ભૂમિકા ભજવનાર અભિનેતા દિનેશ ફડનીસનું નિધન થયું છે. ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા.

  • ટીવી ઇન્ડસ્ટ્રીથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા
  • CID માં ઇન્સપેટર 'ફ્રેડરિક'નો રોલ નિભાવનાર એક્ટરનું નિધન
  • દિનેશ ફડનીસે 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું

ટીવી ઇન્ડસ્ટ્રીથી વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીવી શો CID માં ઇન્સપેટર'ફ્રેડરિક'નો રોલ નિભાવનાર એક્ટર દિનેશ ફડનીસનું નિધન થઈ ગયું છે. મળતી માહિતી અનુસાર ગઈકાલે રાત્રે લગભગ 12 વાગ્યે અભિનેતાએ અંતિમ શ્વાસ લીધા હતા. દિનેશ ફડનીસના નિધનના સમાચારની પુષ્ટિ તેમના કો-સ્ટાર અને મિત્ર દયાનંદ શેટ્ટીએ કરી છે. 

હાલમાં જ દિનેશના હોસ્પિટલમાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. અભિનેતા ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો અને ગઈકાલે રાત્રે તેણે 57 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. છેલ્લા ઘણા દિવસોથી એમની તબિયત ખરાબ ચાલી રહી હતી અને એ કારણે તેમને મુંબઈની તુંગા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

અભિનેતાની ખરાબ તબિયતના સમાચાર હેડલાઇન્સમાં હતા. દિનેશની હાલત નાજુક હતી અને તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર સપોર્ટ પર હતા. જીવન-મરણ વચ્ચે ઝઝૂમી રહેલા દિનેશ ફડનીસનું ગઈકાલે રાત્રે 12 વાગ્યાની આસપાસ મોત થયું હતું. અભિનેતાના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે અને અભિનેતાના અચાનક દુનિયામાંથી વિદાય થવાથી ચાહકો અને સાથી કલાકારો ખૂબ જ દુઃખી છે.

કાર્ડિયાક અરેસ્ટના સમાચાર આવ્યા હતા
અગાઉ સમાચાર આવ્યા હતા કે દિનેશ ફડનીસને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, દયા શેટ્ટીએ પાછળથી પુષ્ટિ કરી કે તે કાર્ડિયાક અરેસ્ટ નથી પરંતુ લીવર ફેલિયર છે. દિનેશ ફડનીસના લિવર પર અસર થઈ હતી.

દયા શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે, "દિનેશ અન્ય કોઈ રોગની સારવાર લઈ રહ્યો હતો, પરંતુ દવાની તેના લિવર પર વિપરીત અસર થઈ હતી. તેથી, હંમેશા દવાઓ ખૂબ જ સાવધાનીપૂર્વક લેવાની સલાહ આપવામાં આવે છે. તમને ખબર નથી કે ક્યારે તમે કોઈ વસ્તુની સારવાર માટે જે દવા લઈ રહ્યા છો તે અન્ય કોઈ મોટા રોગનું કારણ બની શકે છે. એલોપેથિક દવાઓ પ્રત્યે ખૂબ કાળજી રાખવી જોઈએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ