બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / ગુજરાત / Child doctor statement about school time and winter cold

નાજુક / શાળા સમય અને શિયાળાની ઠંડીને લઈને ચાઈલ્ડ ડૉક્ટરની વાલીઓને સલાહ, કોલ્ડવેવથી બાળકને બચાવવા બસ આટલી વસ્તુ કરો

Dinesh

Last Updated: 10:45 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાળા સમય અને શિયાળાની ઠંડીને લઈને ચાઈલ્ડ ડૉક્ટર ડૉ. દેવાંગ સોલંકીએ આપ્યું મહત્વનું નિવેદન, 'વધુ પડતી ઠંડીથી બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે'

  • શાળા સમય અને શિયાળાની ઠંડીને લઈને ચાઈલ્ડ ડૉક્ટરનું નિવેદન
  • "વધુ પડતી ઠંડીથી બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે"
  • "બાળકોમાં BPના ધબકારા વધવા અને  એલર્જી પણ થઈ શકે"


ગુજરાતમાં ફરી એકવાર કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે હજુ પણ બે દિવસ ઠંડીનો ચમકારો જોવા મળશે. ઠંડીના કારણે ગઇકાલે રાજકોટમાં એક વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી નિધન થયાનું સામે આવ્યું હતું. તેમજ આજે વલસાડની કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. જે સમગ્ર ઘટનાને લઈ શાળા સમય અને શિયાળાની ઠંડીને લઈને ચાઈલ્ડ ડૉક્ટરનું નિવેદન સામે આવ્યું છે.

શાળા સમય અને શિયાળાની ઠંડીને લઈને ચાઈલ્ડ ડૉક્ટરનું નિવેદન
શાળા સમય અને શિયાળાની ઠંડીને લઈને ચાઈલ્ડ ડૉક્ટર (પીડિયાટ્રિશન) ડૉ. દેવાંગ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, વધુ પડતી ઠંડીથી બાળકોમાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે અને બાળકોમાં BPના ધબકારા વધવા અને એલર્જી પણ થઈ શકે છે. તેમણે કહ્યું કે, અત્યારે આવી ઠંડીમાં સ્કૂલોના સમયમાં ફેરફાર થવો ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું કે, બાળકો ખૂબ નાજુક હોય છે, ઠંડીમાં તેમની કાળજી ખૂબ જરૂરી હોય છે

પીડિયાટ્રિશન ડૉ. દેવાંગ સોલંકીની તસવીર

ઠંડીમાં બાળકને બીમારીથી બચાવાના ઉપાય
ઠંડીમાં બાળકને બીમારીથી બચાવાના ઉપાય તમને જણાવીએ કે, બાળકને કાનમાં પવન ન લાગે તેનું ધ્યાન રાખવું જોઈએ તેમજ બાળકનું માથું કોટનના રૂમાલ અથવા ઉનની ટોપીથી ઢાંકીને રાખવો અને રૂમનું વાતાવરણ હૂંફાળું હોય એ વાતનું ધ્યાન રાખવું તેમજ સાંજના સમયે બાળકોને ફળ ખવડાવવાનું ટાળો કેમ કે, સાંજના સમયે ફળ ખાવાથી શરદીનો ખતરો રહે છે. દૂધમાં હળદર મિક્સ કરીને બાળકોને પીવડાવો અને શિયાળામાં બાળકને ગરમ તેલથી માલિશ કરો અને સવારના સમયે સ્નાન કરાવવાને બદલે બપોરે સ્નાન કરાવવો જોઈએ. બાળકને ખુલ્લામાં સ્નાન કરાવવાનું ટાળવું અને ઠંડીમાં બાળકો જમીન પર ઉઘાડા પગ ન ચાલે તેની કાળજી લેવી જોઈએ. હવામાન બદલાવાની સાથે જ બાળકને ગરમ કપડાં પહેરાવાનનું શરૂ કરો.બાળકને હંમેશા મોજા પહેરાવીને રાખો તેમજ બાળકને ગરમ કપડા પહેરાવી થોડા સમય માટે તડકામાં રાખો કારણ કે, તડકામાં રહેવાથી બાળકને હવા અને વિટામિન-ડી બન્ને મળશે. શિયાળામાં બાળકના ભોજનનું સારી રીતે ધ્યાન રાખવાથી તેમનું સ્વાસ્થ્ય જાળવી શકાય છે અને શિયાળામાં ભૂલથી પણ બાળકોને ઠંડી વસ્તુઓ ન ખવડાવો તેમજ ઠંડી વસ્તુ સાથે બાળકને વાસી ખોરાક આપવાનું ટાળો અને બાળકોને સીઝનલ શાકભાજી આપો.

વલસાડમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ચાલુ ક્લાસે મોત થયું હતું
વલસાડની કોલેજમાં એક વિદ્યાર્થીનું ચાલુ કલાસમાં જ મોત થતાં પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ વલસાડની જે.પી.શ્રોફ આર્ટસ કોલેજની આ ઘટના હોવાનું સામે આવ્યું છે. જ્યાં S.Y.B.Aના એક વિદ્યાર્થીને ચાલુ ક્લાસમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ તરફ વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા બાદ ત્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે, ગઇકાલે રાજકોટમાં પણ એક વિદ્યાર્થીનીનું હાર્ટ એટેકથી નિધન થયાનું સામે આવ્યું હતું. 

રાજકોટમાં વિધાર્થીની રિયાનું મોત
રાજકોટ જસાણી સ્કૂલમાં વિદ્યાર્થીનીનું અચાનક મોત થયાંની ઘટના સામે આવી છે. આઠમા ધોરણમાં અભ્યાસ કરતી વિધાર્થીની રિયાનું મોત થયું છે અને વિધાર્થિની મોતનુ કારણ અજી સુધી અકબંધ છે. સમગ્ર બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે અને વિશેરા લઇ ફોરેન્સિક લેબમાં મોકલ્યા છે. PM રિપોર્ટ બાદ મોતનુ સાચુ કારણ સામે આવશે. જે સમગ્ર બાબતે રિયાની માતાએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે.  તેમણે ગંભીર આક્ષેપ સાથે કરી વિનંતી કરતા કહ્યું કે, મારી દીકરી જેવી દુઃખદ ઘટના કોઇ સાથે ન થાય અને શિયાળામાં સ્કૂલનો ટાઇમ બદલવો જરૂરી છે તેણે કહ્યું કે, સ્કૂલનો સમય બદલો, સવારનો વહેલો સમય ન રાખો તેમણે જણાવ્યું કે, શિયાળામાં સ્કૂલનો ટાઇમ બદલવો જરૂરી અને સ્કૂલનો સમય બદલો,સવારનો વહેલો સમય ન રાખો. 

શીત લહેર દરમિયાન ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની બાબતો

  • બોર્ડેક્સ મિશ્રણ અથવા કોપર ઓક્સી-ક્લોરાઈડનો છંટકાવ કરો
  • કોલ્ડ વેવ પછી ફોસ્ફરસ અને પોટેશિયમ ખાતરોનો ઉપયોગ મૂળની સારી વૃદ્ધિને સક્રિય કરશે અને પાકને ઠંડીની ઈજામાંથી ઝડપથી પુનઃપ્રાપ્ત કરવામાં મદદ કરશે.
  • ઠંડા/હિમ પ્રતિરોધક છોડ/પાક પ્રકારની ખેતી કરો
  • બારમાસી બગીચાઓમાં આંતરખેડા ઉગાડો
  • શાકભાજીનો મિશ્ર પાક, જેમ કે ટામેટા, રીંગણ જેવા ઊંચા પાક સાથે સરસવ/કબુતરના વટાણા ઠંડા પવન સામે જરૂરી આશ્રય આપશે.
  • જો પ્લાસ્ટીકનું લીલા ઘાસ ઉપલ્બ્ધ ન હોય તો, સ્ટ્રો અથવા સરકંડાના ઘાસમાંથી ખાંચો(ઝુગી) બનાવવાથી અથવા ઓર્ગેનિક મલ્ચિંગ પણ પાકને ઠંડીથી બચાવશે.
  • ખેતરની આજુબાજુ વિન્ડ બ્રેક્સ/આશ્રય પટ્ટા રોપો
  • બગીચાના પાકને થતી ઈજાને રોકવા માટે ધુમાડો આપો

પશુપાલન/પશુધન માટે ધ્યાનમાં રાખવાની બાબતો

  • પ્રાણીઓ સીધા ઠંડા પવનના સંપર્કમાં ન આવે તે માટે તેમના રહેઠાણને રાત્રી દરમિયાન ચારે બાજુથી ઢાંકી દો
  • ખાસ કરીને નાના પ્રાણીઓને ઢાંકવા
  • પશુધન અને મરઘાને અંદર રાખીને ઠંડા હવામાનથી બચાવો
  • પશુધનને ખોરાક આપવાની પ્રેકટીસ અને આહાર ઉમેરણોમાં સુધારો કરો
  • ઉચ્ચ ગુણવત્તાવાળા ઘાસચારા અથવા ગોચરનો ઉપયોગ કરો
  • ચરબીના પૂરક પુરા પાડો-ફીડ લેવા, ખોરાક આપવો અને ચાવવાની વર્તણુક પર ધ્યાન કેન્દ્રિત કરો
  • ક્લાઈમેટ સ્માર્ટ શેડનું બાંધકામ કરો. 
  • પ્રાણીઓની જાતીને પસંદ કરવી ખાસ કરીને આ પરિસ્થિતીઓ માટે યોગ્ય છે.
  • શિયાળા દરમિયાન પ્રાણીઓની નીચે સુકા સ્ટ્રો જેવી પથારીની કેટલીક સામગ્રી લાગુ કરો
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ