બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

logo

દ્વારકાના ખંભાળિયા હાઈવે પરના કુરંગા બ્રિજ પર 3 કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બે કાર ફંગોળાઈને બ્રિજ નીચે ઉતરી જતા એક મહિલાનું મોત

logo

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અયોધ્યાના પ્રવાસે, ચૂંટણી પ્રચાર પહેલા કરશે રામલલ્લાના દર્શન

logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Chief Secretary Pankaj Kumar got a 6-month extension

BIG NEWS / DGP આશિષ ભાટિયા બાદ મુખ્ય સચિવ પંકજ કુમારને અપાયું 8 મહિનાનું એક્સટેન્શન, જાણો કારણ

Dhruv

Last Updated: 01:48 PM, 29 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DGP આશિષ ભાટિયા બાદ હવે ગુજરાત મુખ્ય સચિવ પંકજકુમારને પણ રાજ્ય સરકારે વધુ આઠ મહિનાનું એક્સટેન્શન આપ્યું.

  • મુખ્ય સચિવ પંકજકુમારને પણ મળ્યું આઠ મહિનાનું એક્સટેન્શન
  • નવી સરકારનું ગઠન થાય ત્યાં સુધી CS તરીકે રહેશે પંકજકુમાર
  • 2022ની ચૂંટણીમાં વ્યવસ્થાને મદદરૂપ થશે CS પંકજકુમાર

તાજેતરમાં જ ગુજરાતના DGP આશિષ ભાટિયાને વધુ 8 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે. ત્યારે હવે ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજકુમાર (Pankaj Kumar) ને પણ વધુ 8 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું. 2022ની ચૂંટણીમાં વ્યવસ્થાને CS પંકજકુમાર મદદરૂપ થશે. નવી સરકારનું ગઠન થાય ત્યાં સુધી CS તરીકે પંકજકુમાર રહેશે. 31 જાન્યુઆરી 2023 સુધી પંકજકુમારને એક્સટેન્શન મળ્યું છે.

પંકજકુમારને પણ વધુ 8 મહિનાનું એક્સટેન્શન (Extension) અપાયું

રાજ્ય સરકાર DGP આશિષ ભાટિયા બાદ હવે ગુજરાતના મુખ્ય સચિવ પંકજકુમારને પણ વધુ 8 મહિનાનું એક્સટેન્શન (Extension) મળ્યું છે. આઠ મહિનાના એક્સટેન્શનને કેન્દ્રની લીલીઝંડી મળી ગઇ છે. ત્યારે આજે જ રાજ્ય સરકાર આ અંગેનો ઓર્ડર બહાર પાડશે. જણાવી દઇએ કે, મુખ્ય સચિવ પંકજ કુમાર 31 મેના રોજ નિવૃત્ત થઈ રહ્યાં છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાતના ચીફ સેક્રેટરી પંકજકુમાર વર્ષ 1986 બેન્ચના આઇએએસ અધિકારી છે. તેમણે આઈઆઈટી કાનપુરમાંથી બી.ટેક (સિવિલ એન્જિનિયરિંગ) અને આઈસીપીઈ, લ્યુબ્લજાનામાંથી એમબીએ (પબ્લિક પોલિસી એન્ડ મેનેજમેન્ટ) નો અભ્યાસ કર્યો છે.

વિવિધ વિભાગોમાં વિવિધ ક્ષમતાઓમાં બહોળો અનુભવ ધરાવે છે.

એ સિવાય તેઓ મહેસૂલ, ગૃહ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કૃષિ અને આપત્તિ તેમજ રાહત વ્યવસ્થાપન જેવાં વિવિધ વિભાગોમાં તેઓ બહોળો અનુભવ ધરાવે છે. આ સાથે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ, ગુજરાત મેરીટાઇમ બોર્ડ (GMB) અને ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન વગેરે જેવાં રાજ્ય PSUsમાં પણ સેવા આપી છે. તેમણે અનેક જિલ્લાઓમાં કલેક્ટર અને DDO તરીકે પણ કામ કર્યું છે. આ સાથે તેઓ મુખ્યમંત્રીના અગ્ર સચિવ પણ રહ્યાં છે. ગુજરાતના મુખ્ય સચિવ તરીકે તેમની નિમણૂંક થઇ તે પૂર્વે તેમણે ગુજરાત સરકારના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે પણ કામ કર્યું હતું.

ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન પણ રહ્યાં છે

રાજ્યના મુખ્ય સચિવ તરીકેની તેમની જવાબદારી ઉપરાંત, તેઓ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ્સ લિમિટેડ, ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિ., ગુજરાત મેરીટાઇમ બોર્ડના ચેરમેન પણ તેઓ રહ્યાં છે. આ સાથે તેઓએ ગુજરાત ગેસ લિમિટેડ અને ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે.

ગુજરાતના DGP ભાટિયાને અપાયું 8 મહિનાનું એક્સટેન્શન

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ DGP આશિષ ભાટિયાને વધુ 8 મહિનાનું એક્સટેન્શન મળ્યું છે.આથી વિધાનસભા ચૂંટણી સુધી DPG તરીકે આશિષ ભાટિયા યથાવત રહેશે. 31 મેના રોજ તેઓ નિવૃત્ત થવાના હતાં. કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટીએ આશિષ ભાટિયાને એક્સટેન્શન આપવાની મંજૂરી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ