બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / | Chief Minister Bhupendra Patel's special gift to women legislators of the state on the occasion of World Women's Day

વિશ્વ મહિલા દિવસ / વિશ્વ મહિલા દિવસ પર CM ભુપેન્દ્ર પટેલની મહિલા MLAને ભેટ, આ ખાસ કામ માટે વધારાની ગ્રાન્ટ મંજૂર

Vishal Dave

Last Updated: 08:25 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે

મહિલા દિવસ પર મુખ્યમંત્રીની મહિલા ધારાસભ્યોને ભેટ 

મુખ્યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે વિશ્વ મહિલા દિવસ અવસરે રાજ્યના મહિલા ધારાસભ્યોને વિશેષ ભેટ આપી છે.. મહિલા ધારાસભ્યોને તેમના મત વિસ્તારમા આ  વર્ષે રોડ-રસ્તાના કામો માટે સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવાશે. મુખ્યમંત્રીએ ધારાસભ્યોને લોકહિતનાં કામો માટે મળતી નિયમિત ગ્રાન્‍ટમાં ૨૦૨૪ -૨૫ ના વર્ષ માટે મહિલા   ધારાસભ્યોને   સવા કરોડ રૂપિયાની વધારાની ગ્રાન્‍ટ ફાળવવાનો નિર્ણય કર્યો છે.

 

વડાપ્રધાને મહિલા દિવસ પર ગૃહીણીઓને આપી આ મોટી ભેટ 

 મહિલા દિવસના અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ પણ મહિલાઓને મોટી ભેટ આપી છે. આજથી ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.પીએમ મોદીએ આજે ​​ઈન્સ્ટાગ્રામ પર પોતાની એક પોસ્ટ દ્વારા આની જાહેરાત કરી છે.અગાઉ, મોદી સરકારની કેબિનેટે ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડર દીઠ સબસિડી રાહતને એક વર્ષ માટે વધારવાની મંજૂરી આપી છે.આ રાહત 300 રૂપિયા પ્રતિ સિલિન્ડરમાં મળે છે.આ જાહેરાત સાથે, અન્ય લાભાર્થીઓને હવે આજથી 100 રૂપિયા સસ્તું સિલિન્ડર મળશે.

હવે કયા દરે સિલિન્ડર મળશે?

9 વાગ્યા સુધી ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર ઘરેલુ એલપીજી સિલિન્ડરના દરો અપડેટ કરવામાં આવ્યા ન હતા.બિન-સબસિડી વિનાના 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 903 રૂપિયા અને કોલકાતામાં 929 રૂપિયા છે.હવે મોદી સરકારની આ જાહેરાત બાદ તે દિલ્હીમાં 803 રૂપિયા અને કોલકાતામાં 829 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

મુંબઈમાં તે 902.50 રૂપિયાના બદલે 892.50 રૂપિયામાં અને ચેન્નાઈમાં તે 918.50 રૂપિયાના બદલે 818.50 રૂપિયામાં ઉપલબ્ધ થશે.તમને જણાવી દઈએ કે ઘરેલુ સિલિન્ડરના ભાવમાં છેલ્લે 30 ઓગસ્ટ 2023ના રોજ ફેરફાર કરવામાં આવ્યો હતો.1 માર્ચ, 2023 ના રોજ, દિલ્હીમાં એલપીજીનો દર સિલિન્ડર દીઠ 1103 રૂપિયા હતો.આ પછી તેને એક જ વારમાં 200 રૂપિયા સસ્તું કરવામાં આવ્યું. 

આ પણ વાંચોઃ  લાખો ઉમેદવારો માટે અગત્યની જાહેરાત, હવે વર્ષમાં ત્રણ વખત આપી શકશો CAની પરીક્ષા, નોટ કરી લો કામની વિગત

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રાજધાનીમાં માત્ર 603 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે.

કેન્દ્રએ વર્ષ 2024-25માં પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.લગભગ 10 લાખ લાભાર્થીઓને લાભ મળશે.તેમને એક વર્ષમાં 12 સિલિન્ડર પર સબસિડી મળશે.દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 903 રૂપિયા છે પરંતુ યોજના હેઠળ સિલિન્ડર 603 રૂપિયામાં મળશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ