બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અમદાવાદ / Chief Minister Bhupendra Patel's grand victory in Ghatlodia

BIG BREAKING / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઘાટલોડીયામા ભવ્ય વિજય, જંગી લીડનો રેકૉર્ડ બનાવે તેવી શક્યતા

Priyakant

Last Updated: 11:02 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની 182 બેઠકો માટેના ચૂંટણી જંગમાં દરેક લોકોની નજર ઘાટલોડિયા બેઠક પર હતી. કારણ કે BJPએ ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા

  • ઘટલોડિયા બેઠક પર ભાજપ ઉમેદવારની જીત 
  • ભૂપેન્દ્રભાઈ પટેલની જંગી બહુમતી સાથે જીત 


ગુજરાતના મુખ્યમંત્રી અને ઘાટલોડિયા બેઠકના ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ (દાદા) ની જંગી બહુમતી સાથે જીત થઈ છે. ગુજરાત વિધાનસભાની 182 બેઠકો માટેના ચૂંટણી જંગમાં દરેક લોકોની નજર ઘાટલોડિયા બેઠક પર હતી. કારણ કે ભારતીય જનતા પાર્ટીએ ઘાટલોડિયાથી ભૂપેન્દ્ર પટેલને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા.  મુખ્ય વિપક્ષ કોંગ્રેસે મહિલા ઉમેદવાર અમીબેન યાજ્ઞિકને ચૂંટણીના જંગમાં ઉતાર્યા હતા. તો આમ આદમી પાર્ટીએ વિજય પટેલને ટિકિટ આપી હતી. દર વખતે આ બેઠક પર બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. 

ભૂપેન્દ્ર પટેલને મોટી લીડથી વિજય બનાવવાની કરી હતી અપીલ

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 16મી નવેમ્બરે ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતા. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા ઘાટલોડિયા ખાતે અમિત શાહે સભાને સંબોધી હતી, જેમાં તેઓએ ભૂપેન્દ્ર પટેલને મોટી લીડથી વિજય બનાવવા મતદારોને અપીલ પણ કરી હતી. 

ભાજપનો ગઢ માનવામાં આવે છે ઘાટલોડિયા બેઠક

અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે કારણ કે આ બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રીઓ ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલ આપ્યા છે. તેથી જ આ વખતે ભાજપે માત્ર ભૂપેન્દ્ર પટેલને જ ઉમેદવાર બનાવ્યા હતા. જોકે અહીં પાટીદાર સમાજની બહુમતી છે. આ બેઠક પરથી આનંદીબેન પટેલ 2012ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રોકોર્ડબ્રેક 1.10 લાખ મતદારોની લીડથી જીત મેળવી હતી. જ્યારે 2017માં ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ પણ અહીંથી 1.17 લાખ મતોની સરસાઈથી જીત્યા હતા. 

વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી ઘાટલોડિયા બેઠક

તમને જણાવી દઇએ કે, ઘાટલોડિયા બેઠક એ અમદાવાદ જિલ્લામાં આવેલી છે કે જે વર્ષ 2008માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક ગાંધીનગર લોકસભા મતક્ષેત્ર અંતર્ગત આવે છે. આ વિધાનસભા બેઠક અંતર્ગત અમદાવાદ શહેર-તાલુકાના કેટલાંક ગામડાઓનો પણ સમાવેશ થાય છે.

જાતિગત સમીકરણો

અમદાવાદની આ બેઠકના મત ગણિતની વાત કરીએ તો કુલ મતદારો 3 લાખ 57 હજાર 367 છે, જેમાં પુરૂષ મતદારો 1 લાખ 83 હજાર 823 અને સ્ત્રી મતદારો 1 લાખ 73 હજાર 544 છે. ઘાટલોડિયા (41) વિધાનસભા બેઠક પાટીદાર અને રબારીનો પ્રભુત્વ ધરાવતા વિસ્તાર તરીકે ઓળખાય છે. અહીં  ઠાકોર અને દલિતની વસ્તી પણ નિર્ણાયક છે. 

2017માં 13 ઉમેદવારો વચ્ચે ખેલાયો હતો જંગ

2017ની વિધાનસભાની ચૂંટણીમાં 13 પુરુષ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. 2012માં અહીંથી આનંદીબહેનનો વિજય થયો હતો, જ્યારે 2017માં ભૂપેન્દ્ર પટેલની 1.17 લાખ મતોના લીડ સાથે જીત થઈ હતી, જે રાજ્યની તમામ 182 બેઠકોમાંથી સૌથી વધારે લીડ સાથેની જીત હતી. વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઘાટલોડિયા વિધાનસભા ક્ષેત્રમાં કુલ  68.62 ટકા મતદાન થયું હતું.ભૂપેન્દ્ર પટેલ કોંગ્રેસના ઉમેદવાર  શશીકાંત પટેલને હરાવ્યા હતા.

કોણ છે ભૂપેન્દ્ર પટેલ ? 

  • અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટીના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ
  • હમણાં જ લોકાર્પણ થયેલા સરદારધામના ટ્રસ્ટી છે
  • વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ચેરમેન સ્ટેન્ડિંગ કમિટી, મેમનગરના ટ્રસ્ટી
  • સ્કૂલ બોર્ડ અમદાવાદના 2008-10 સુધી ચેરમેન રહ્યા હતા
  • 1995-96 નગરપાલિકાના પ્રમુખ રહી ચૂક્યા છે
  • અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન 2010-15 સુધી ચેરમેન રહી ચૂક્યા છે
  • શોખ : આધ્યાત્મિક પ્રવૃત્તિઓ, રમત-ગમત, ક્રિકેટ, બેડમિન્ટન.
  • પ્રવાસ : અમેરિકા, યુરોપ, સિંગાપોર, દુબઈ, ઑસ્ટ્રેલિયા

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ